________________
૪૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ (લખી મોકલેલો પત્ર)
વડોદરા, ફા. વ. ૮ ૧૯ મી માર્ચ, નેક નામદાર દિવાન સાહેબ, વડોદરા રાજ્ય.
ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે તા. ૨૦મી માર્ચ સોમવારના રોજ બપોરે બે વાગે ખુલાસા માટે આગમોદ્ધારક પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ સાગરાનંદ સૂરીશ્વરજી આપની મુલાકાતે પધારશે. તેઓથી પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી અને હિંદિ બોલી શકે છે. જો આપને તેની અનુકૂળતા હોય તો ટ્વભાષિક લાવવાની જરૂર નહિ. અન્યથા તેને સાથે લાવવાને ગોઠવણ કરાય. સર્વને ધર્મલાભ તા સદર. A : પ્રત્યુત્તર ઉપરના સરનામે જણાવશો.
લી. ચંદ્રસાગરના ધર્મલાભ. જુઓ પરિશિષ્ટ નં. ૭
વડોદરા, સાહેબ., જે છે ,
દીવાન સાહેબ, પોતાની ઓફીસમાં તમોને તા. ૨૦ મી માર્ચે મળવાને બદલે તા. ૨૧ મી માર્ચ ૧૯૩૩ મળશે.
- , . . .
. . . તમારો ' : ૧૯ મી માર્ચ ૧૯૩૩
" કે. આર. અંજારીઆ.
BARODA પરિશિષ્ટ નં. ૭ Sir,
H. E. The Dewan Saheb will see you on 21st March 1933 in office instead of on 20th March. it
Yours truly,
K. R. Anjaria. 19th March 1933
છાયાપુરી, ફા. વ. ૧૦ ૨૧ મી માર્ચ. શ્રીમાન્ દીવાન સાહેબ,
- ધર્મલાભ સાથે જણાવવાનું કે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ મુંબઈથી વિહાર કરી હમણાં થોડા દિવસથી અહીં પધાર્યા છે.
ચીટ્ટીથી માલમ પડ્યું કે ગઈ કાલની તા. ૨૦મીને બદલે આજ તા. ૨૧ મીએ ખુલાસો સાંભળવા નિયત કર્યું છે, પણ આજ ત્યાં આવવામાં પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવને મુશ્કેલી છે; માટે તા. ૨૨ મી માર્ચ અથવા આપને અનુકૂળ તારીખ હોય ત્યારે આવવાનું રાખવામાં આવે.
સર્વને ધર્મલાભ લી. ચંદ્રસાગરના ધર્મલાભ.