________________
• • • • • • • • • • • • • • • •
૪૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩. કેમ પાલવશે ?
જિનેશ્વરે કહેલું કે વાસ્તવિક છે. જિનેશ્વરે જે વચન ઉચ્ચાર્યા તે આત્માને જકડવાવાળા છે, ઘેરવાવાળા છે એમ ન બોલો. જિનપન્નતં કહેવું એ જોખમદારીમાં ઉતારવા માટે નહિ. આવું આચર્યું, ઉપદેશ્ય અને અમારા જાણવામાં આવે તેથી. જિનપન્નત. શબ્દ જોખમદારી ઉતારવા માટે નથી. સારાનઠારાનાં ઇલ્કાબ આપવા માટે તે નથી. જગતને જણાવ્યું છે એમ બોલતાં પહેલાં મારા આત્માની વાત કરી છે વૈદ્ય રોગ પારખ્યો અને દવા પણ આપી છતાં હું હીણભાગી દવા લઈ શકતો નથી આત્માનો રોગ પારખ્યો છે. રોગ કયો ? ભવમાં ભટકવું. વૈદ્ય-દાકતરને ત્યાં જનાર નિયમિત દવા કરી ન પાળે તેવા દરદી હાંસીપાત્ર ઠરે તેમાં નવાઈ જેવું નથી.
આ ત્રણ લોકના પ્રસિદ્ધ વૈદે દવા નક્કી કરી એમણે આપણને દવા આપી પણ આપણે દવા કરવી જ નથી
ભગવાન પાસે જાઓ છો ત્યાં તમે કેવાં વિશેષણોથી વધાવો છો ! તિન્નાઈતારા વૃદ્ધાવીદયા મુત્તા મોડા ધર્મનો સાર બતાવી દીધો અને તમે તે સાર સ્વીકાર્યો છે.
નાડી બતાવી, રોગ જાણીને, દવા લઇએ દવા કરીએ નહિ, ચરી પાળીએ નહિ અને રોગ મટયો નહિ એમ બૂમ મારીએ શી રીતે મટે ? નાડી બતાવવી છે, રોગ જાણવો છે, દવા કરવી નથી અને વૈદને ગાળો દેવી છે અને ફરિયાદ કરવી છે તે કેમ પાલવશે ! ! ! ઉત્તમ પરિણામનો ઘડો.
સમકીત હોય ત્યારે જ દોષનો દાહ. ” ન ” ત્યારે જ દોષનો દાહ હોતો નથી.
પૂર્વના જ્ઞાન નિષ્ફળ જાય, લાંબા આયુષ્ય એળે જાય, એ બધું કયા કારણે ? દોષના દાહ દિલમાં ન લાવ્યા તેથી. નવ પૂર્વ ભણો, ચારિત્રનું પરિપાલન કરો, પણ દોષદાહ વગર દિ નહિ વળે.
પ્ર. અનંતી વખત કર્યું તોએ વળ્યું નથી તો પછી શું વળશે?
સ. અનંતી વખત દોષદાહ વગરનું થયું છે, એટલે દોષદાહ ન થાય તો છોડવા માટે આ કહેવાતું નથી. દોષના દાહવાળા પરિણામ ન આવતાં હોય તો લાવો. છોકરાને મનગમતાં બોર ન મળે તો પાંચ પકવાનની થાળીને લાત મારે કારણ બન્નેમાં ફેર સમજતો નથી તેવી રીતે પુગલમાં પલોટાઈ ગયો છે. આ આત્મા દોષનો દાહ જેવાં ઉત્તમ પરિણામ ઉત્પન્ન કરવા જતાં પુગલ પથરા માટે ઉત્તમ પરિણામના ઘડાને ઊંધા વાળે છે. ભણવું, ગણવું, પડિક્કમણા, પૂજા શા કામના છે એવું બોલનારા ધૂળમાં લોટવાવાળા છે, મળેલી પકવાનની થાળી બાજુ પર રાખીને બોરની વાત કરો તે નહિ ચાલે ! ! !
હિંસા પ્રવૃત્તિ, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ રાખવા રખાવવાનો ઉપદેશ શાસ્ત્રમાં હોય જ