________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ સમકિતી. મિથ્યાત્વી ભિવ અવિના ફરક કયાં પડે છે ? “અઢાર દોષ રહિત હોય તે દેવ અને અઢાર દોષ હોય તે કુદેવ” બધા એ બિના બોલે પણ તેથી સમિકતી અગર મિથ્યાત્વી થઈ જવાતું નથી. મને અને આખા જગતને અઢાર દોષો હેરાન કરી રહ્યા છે, આ મહાપુરુષે ટાળ્યા છે અને એ ટાળવા માટે આ જ શાસન જન્મ પામ્યું છે.
૪૦૪
અઢાર દોષરહિત દેવ બોલીએ છીએ. દોષને દોષ કહો છો તે સાચાયે નથી કે ખોટાયે નથી. સાચા મનથી ન બોલે તેને દોષનો દાહ ન હોય.
ઉત્તમત્તા હૃદયમાં વસી નથી.
દોષ રહિતની ઉત્તમતા અને દોષ સહિતની અધમતા વિચારો ! દોષના દાહવાળો સમકિતી નવપૂર્વ ભણવાવાળો સમકિતી કેમ નહિ ? તો કે તે અભવ્યને ઘર દોષનો દાહ નથી.
બધું કરે ક્રોડ પૂર્વ સુધી ચારિત્ર પાળે અને દેશવિરરિત પાળે એ કેમ બનતું હશે ? પ્ર. ક્રોડપૂરવ દેશવિરતિ અને સર્વચારિત્ર પાળે અને લુખા કેમ ?
સ. ચોપડ્યા મૂશ્કેલ. કારણ ભુખ્યા રહેવું મુશ્કેલ નથી. દોષનો દાહ થવો એ જ મુશ્કેલ. સમકીતના સાચા સૂરમાં મન મણિધર ડોલે છે
આપણને વીંછી કરડે, પછી બીજાને કરડે, આપણને ન કરડયો હોય અને બીજાને કરડે પછી આ બે વખતનો ચમકારો તપાસો ! હેરાનગતિનો ખ્યાલ તપાસો. ન કરડ્યા વાળાને ઉપર ઉપરથી તેને કુદાકુદ દેખાય પણ પ્રથમ કરડયા વાળાના અનુભવના વિચારમાં ઘણું જ અંતર ! ! !
અઢાર દોષનો દાહ ન થાય ત્યાં સુધી તીર્થંકરની ઉત્તમતા હૃદયમાં વસતી
નથી.
દોષ દાહ જરૂર થશે.
જીવાજીવાદિક,તત્ત્વોની વાતો કરો, પ્રકૃતિઓ ગણો પણ આત્માને પૂછો કે આશ્રવ અને બંધનો દાહ દીલમાં છે ? એ તપાસો ? આશ્રવ અને બંધનો દાહ ! ! ! મુનિમગીરીના ચોપડા શાસ્ત્રકાર આમ કહે છે, શાસ્ત્રકારે આમ જણાવ્યું છે, આમ પ્રકાશ્યું છે પણ આપણે કંઇ લેવા દેવા નથી, તારું આમ થાય છે, તારું આમ થઈ રહ્યું છે એ બોલતાં શીખો. આત્મા પર જોખમદારી લાવો. પાંચ ઇંદ્રિયો, પાંચ અવ્રતો, અને ચારકષાયો કર્મના ઢગલા કરી રહ્યા છે. હવે મારું શું થશે ? વકીલ અસીલની જોખમદારી જેવું અહીં નથી. અસીલના લાભમાં હુકમનામું થાય અગર ડીક્રી થાય તેમાં વકીલનો વાંકો વાળ થતો નથી. શાસ્ત્રકાર તરફ જોખમદારીનું નામું શું ? જિનપન્નતં. અમારે કહેવું નથી ! જિનેશ્વરે કહેલું છે. શું ત્યારે અમારે મુનીમગીરી કર્યા જ કરવી ? હા.