________________
૩૯૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
હોય તો આત્મામાં વાવ્યા વગર ઊગે, પણ તેમ તો થતું નથી. જે હિત તમો કરવા માંગો છો તે તમારું પ્રથમ કરો અને ત્યારબાદ બીજા માટે પણ કરવા તૈયાર થાઓ સ્વદયા વગર વાસ્તવિક પરહીત કરી શકવાના નથી. સમકીતનું ધ્યેય ભાવદયાના ભવ્ય નગરમાં પેસવું છે, છતાં ભાવદયાની ભાગોળ સરખીયે દેખી નથી. મોક્ષના કબાલાના સાટે લોટી પાણી અને રોટલીનો ટુકડો બસ છે. શ્રાવક મોક્ષનો સોદો કરે છે એ દાતાઓએ સમજવું જરૂરી.
સભામાંથી દાન-દીર્ઘ આયુષ્યનું કારણ અને દેવલોકનું કારણ છે. છતાં મોક્ષનો સોદો છે
તે શી રીતે ?
સમકીત વગરના જીવ માટે દીર્ઘાયુષ્ય અને દેવલોકનું કારણ ખરું પણ સમકીતવાળાનું સુંદર પરિણામ પૂર્વકનું દાન એકાંતે નિર્જરા કરાવે. આ બિના શ્રી ભગવતી સૂત્રમાં જયાદાન સંબંધી પૃચ્છા ચાલી છે, ત્યાં સંયતને એષણીય વહોવરાવતા એકાંતથી નિર્જરા કરે. એકાંત નિર્જરા કેમ ? તો ત્યાં એ પણ સ્પષ્ટ છે કે સમકીત પરિણામમાં વર્તતો જીવદાન આપી રહ્યા છે તે એકાંતે નિર્જરા કરી રહ્યો છે અને તેથી તે મોક્ષ માર્ગ સાધી રહ્યો છે અર્થાત્ તે સમકિતના પરિણામમાં હું દાર્ન આપી ઉપયોગી કેવી રીતે થાઉં મારો આત્મા મદદગાર કેમ થાય ! એ ભાવનાથી ભરપૂર બનેલો દાતા દાન આપે છે સમકિતીની દ્રષ્ટિની મોક્ષમાં બેઠેલી હોય તેથી દાન તે મોક્ષ માર્ગનો કબાલો છે. દીધા વગર મેળવ્યું :
સંયમ મને મળે, મોક્ષ મને મળે, હાલ સંયમ નથી મેળવી શકતો, માટે દાન આપીને મદદગાર બનું, દાન આપી કૃતાર્થ થાઉં એટલે સંયમીઓને મદદ આપીને ભાવિમાં સંયમમોક્ષ મળે તેવા પરિણામવાળો તે માટે આવી દૃષ્ટિએ દાન દેનારા તે સમકિત દ્રષ્ટિઓ જ છે અને તે ભવ્યો તે દાન આપે છે. સુપાત્રને આપે, દેવાની વસ્તુ શુધ્ધ હોય છતાં પણ જો ઉપલી દ્રષ્ટિ ન હોય તો એકાંત નિર્જરા નથી. જીરણ શેઠે કોડીની વસ્તુ આપી નથી, અને અભિનવ શેઠે પારણાને યોગ્ય વસ્તુ આપેલી છે છતાં જીરણશેઠ શાસ્ત્રમાં ગવાયા અને નવીન શેઠનું તેવું નામ મશહુર ન થયું. નવીન શેઠને સોનાનો ઢગલા અને નહિ આપનાર જીરણ શેઠને દેવલોક બારમો. સુપાત્રપણામાં અને દેવાયોગ્ય દ્રવ્યમાં અધુરાપણું નથી. પણ દાતારના પરિણામમાં શુદ્ધતા નથી. પરિણામવાળો બારમો દેવલોક પામે તે પણ પરિણામે અટકી ગયો, જો ન અટક્યો હોત તો કેવળજ્ઞાન. દાનને કેવળજ્ઞાનને સંબંધ શો ? એક ચીજ થાળીમાં પડી હતી અને પાતરામાં પડી તેમાં ફેર શો વગર દીધે સોદો સહી. દીધા વગર દારિદ્ર ફીટાડવાની તાકાત પરિણામમાં છે. મહાવીર મહારાજાને આપ્યું નથી, મહાવીર મહારાજાએ સ્વયં લીધું નથી છતાં બારમો દેવલોક એ વિશુદ્ધ પરિણામની નિસરણી નિહાળો. દીધા વગર મેળવવાની કળા પરિણામ પાસે છે.
પ્રશ્ન - સમાધાન
પ્રશ્ન
સમાધાન -
નવીનને બીજું પુણ્ય થયું હશે ?
ના, તીર્થંકરત્વ પ્રત્યેની બુદ્ધિની તો વાત દૂર છે પણ સાધુત્વપણાની બુદ્ધિ સરખીયે નથી પછી પુણ્ય ક્યાંથી ?
ધનાશાલિભદ્રે કયા પરિણામે દીધું હશે ?
સાધુસંત છે તે પરિણામની ધારાથી દીધું છે તેથી ઉત્કૃષ્ટ પુણ્યાનું બંધી પુણ્ય પામ્યા છે.