________________
૩૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ વિશિષ્ટતાના અંગે કહી દઈએ તે વાત જુદી છે પણ સર્વજ્ઞ શાસન કહેવામાં એ મુદો એ છે કે શ્રી તીર્થકરોમાં રહેલું સર્વજ્ઞપણું સ્વીકારીને સામાન્યમાં વિશેષનો આરોપ કરીએ છીએ. સર્વજ્ઞ શબ્દ સામાન્ય હોવા છતાં આવી જગા વિશેષ્ય રૂપે વપરાય છે. તમારા પ્રશ્નનું એ સમાધાન છે કે જેમ એક અંધારી ગુફામાં ભરચક માનવ મેદની ઉભરાઇ રહી છે. તે ગુફામાં અત્યંત ગાઢ અંધારું હોવાથી પરસ્પર એક બીજાને જોઈ શકતા નથી.
અંધારું હોવાથી રસ્તો જડતો નથી, કોઈ એક મનુષ્ય દીવાસળી સળગાવીને કાકડો કર્યો અને તે કાકડાથી બીજાઓએ કાકડા કર્યા. અજવાળું એકદમ પ્રસરવા માંડયું. રસ્તો હાથ લાગવાથી બધા પોતપોતાના ઈષ્ટ સાથે મળવા ઉતાવળા થયા.
દરેકના કાકડામાં ફરક નથી છતાં શિરપાવ કોને આપ્યા ? ધવલ મંગળ કોના ગવાય ? કહેવું પડશે કે પ્રથમ દીવાસળી સળગાવી કાકડો કરનારનાં.
તેવીજ રીતે શ્રી તીર્થકર દેવો સ્વયં સંબુદ્ધ, પોતાની મેળે બોધ પામનારા, સંસારના સમસ્ત પદાર્થને અસાર જાણનારા, જાણીને છોડવાવાળા, અને છોડ્યા પછી પણ કેવળ જ્યોત પ્રગટ ન થાય ત્યાં સુધી પોતાના ભાવમાં મસ્ત રહેવાવાળા, સ્વયં આત્મબળે ઘાતી કર્મનો કચ્ચરઘાણ કાઢી કેવળ જ્યોત પ્રકટાવનારા અને તેજ કેવળજ્યોતના અવલંબને બીજાઓએ કેવળજ્યોતિ પ્રગટાવી. આથી તો આ શાસનમાં ધવલમંગળ પ્રથમ જ્યોત પ્રગટાવનારનાં જ ગવાય છે. નમુત્યુર્ણ રહેલ સ્વયં સંબુધાણમાં એ પદ. આ વાતને બરાબર ફુટ કરે છે. તીર્થકરો બધા સ્વયંબુદ્ધ હોય પણ કેવળીઓ બધા સ્વયંબુદ્ધ ન હોય.
આ જગતરૂપ અંધેર ગુફામાં આથડીયા મારનાર જીવોની મૂંઝવણ ટાળનાર તીર્થસ્થાપક તીર્થકરો છે, અને એ તીર્થંકરો કેવળજ્યોત પ્રગટ કરવામાં કેટલી જહતમ ઉઠાવે છે તે તેમના જીવનપ્રસંગો વાંચનારાઓ અને વિચારનારાઓ સહેજે સમજી શકે તેમ છે પોતાના જ્ઞાનબળથી જ સંસારનો ત્યાગ કર્યો, ધર્મ પાળ્યો, ચારિત્ર લીધું, ચારિત્ર પાળ્યું અને કોઇના પણ સહકાર વગર સાધ્યને સિદ્ધ કર્યું !!! દેવાધિદેવની વિશિષ્ટતા
પોતાની મેળે તત્વને ધારણ કરે, તત્ત્વ પ્રમાણે પોતાને ફળ મળે ત્યાં સુધી સુદઢ રહે, અને બીજાઓ તો તેમના અવલંબને તત્ત્વમાં સ્થિર રહે, તત્ત્વમાં ડામાડોળ થવાની તૈયારી થતાં ધર્મ સાંભળે, સહાય લે અર્થાત્ બીજાઓ ઉદ્યમ કરીને કેવળજ્ઞાન પામે છે. તે હિસાબે તીર્થકરો અને સામાન્ય કેવળીઓ ભલે બન્ને સરખાં હોય છતાં પ્રથમના જેટલા તે ઉપકારી નથી જ જૈનશાસન જેવી ચીજનો જન્મ, તેમાં ચારિત્રની કાર્યવાહી, શ્રેણી માંડવી, કેવળજ્ઞાન પામવું એ બધું તીર્થકરની ઉત્પત્તિ વગર સંભવી શકતું નથી. પ્રશ્ન - અતીર્થ સિધ્ધ એ તો તીર્થકરથી વધુ ઉપકારી ખરા કે નહિ ? સમાધાન - આકસ્મિક સંયોગે જાતિ સ્મરણથી જ્ઞાન પામે, તીર્થવિચ્છેદ થયું હોય અગર તીર્થની
ધ્યાતિ ન હોય તે વખતે સિદ્ધિ પામનારા અતીર્થ સિધ્ધો કહી શકાય. અને તેઓ કોઈના સહકાર વગર સિદ્ધિ પામે છે એ વાત ખરી પણ તે પ્રથમના કાકડા સળગાવનારા જેવા