________________
૩૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ જિનશ્વરોએ કંઈ નવાં પોતાના ઘરનાં તત્વો જણાવ્યાં નથી પણ દુનિયામાં જે સ્વરૂપે તત્વો હતાં તે જ સ્વરૂપે તે તત્વોને તત્વ-અતત્વ વિભાગમાં વહેંચી જાહેર કર્યા.
જીનેશ્વરોએ ઉપદેશ દ્વારા એ આખા જગતને ગુનેગાર ગણ્યું. ઘણાંને પાપી માનવા મનાવવાની જાહેરાત કરી અને થોડાને પાપ વગરના માનવા મનાવવાની જાહેરાત કરી. એક અપેક્ષાએ તો તીર્થકરોએ તો ઉપદેશ દ્વારાએ ઘણાંને ગુનેગાર અને થોડા બલ્બ તદન અલ્પ સંખ્યાને બિનગુનેગાર તરીકે જાહેર કર્યા તમે કહેશો કે ઉપદેશે તો ગજબ કર્યો. આ બધા એક સરખી કોટીમાં ગણાતા હતા તેમાં તીર્થકરના ઉપદેશે તો ઉત્પાત મચાવ્યો.
' પ્રભુ માર્ગની પ્રણાલિકાને નહિ પિછાણનારાઓ આજે પ્રભુ મહાવીરના સિદ્ધાંતને હસે છે, અને તેઓ આજે એ જ કહી રહ્યા છે કે તીર્થકરના ઉપદેશે તો ઉત્પાત મચાવ્યો છે, કારણ કે એ બે હજાર વર્ષની વાતોને પ્રતિપાદન કરનારસિદ્ધાંતો આજની વિસમી સદીમાં અમને અને અમારી પ્રજા માટે કેવળ વસમાં છે માટે આજની જનતા લાભ લઈ શકે તેવાં તે સિદ્ધાંતો વ્યવહારુ બનાવો !!! શાસનની જવાબદારી
તીર્થકરોએ એ ઉપદેશ દીધો ત્યારથી ઘણા ગુન્હેગાર અને થોડા ગુન્હેગાર આવો હિસાબ ક્યારે ગણીએ કે તે ઉપદેશમાં કથન થતું હોય કે “આ સિધ્ધાંત જાહેર થયાંના પૂર્વકાળમાં જે જે પાપ થયું હોય તે પાપ નહીં, હવે કરશે તેને જ પાપ લાગશે... આવું અગર આવા પ્રકારનું ધ્વનિત પ્રભુઉપદેશમાંથી થતું હોય તો જ તમારી માની લીધેલી ત્રિરાશી ખરી પડે. પણ તેમ તો છે જ નહિ. તીર્થંકરના સિધ્ધાંતો ત્રિકાળાબાધિત છે અને તેથી તે સિદ્ધાંતો સદાકાળ એક સરખા રૂપે અવાજ કરી રહ્યા છે કે હમણાં પાપ કરો, પૂર્વે કરો કે ભવિષ્યમાં કરો પણ પાપ તે પાપ અને પુણ્ય તે પુણ્ય રૂપે જ રહેશે. તેમજ પાપને હમણાં રોકો પૂર્વે રોકો કે ભવિષ્યમાં રોકો તે લાભદાયી જ છે. આ ઉપરથી સિદ્ધાંતો એટલા બધા વ્યવહારૂ છે કે એકવીશ હજાર વર્ષમાં કોઇપણ પ્રાણી લાભ પામ્યા વગર રહે જ નહિ.
જૈન શાસન એટલે વસ્તુત-જીવાદિતત્વોને શીખવનાર વિશિષ્ટ શાસન અથવા शासयति जीवाजीवादि पदार्थान् इति शासनम् शास्यते अनेन इति शासनं.
દિપકની ફરજ અજવાળું કરવાની છે, તેમ જિનેશ્વરોની ફરજ કથન કરવાની છે. કથન કર્યું એટલે જવાબદારી પૂરી થઈ. જેમ દી સાપને દેખાડી દે પછી બચવાનું કામ તમારું પોતાનું, તેવી રીતે શાસનનું કામ સત્ય પદાર્થ બતાવી દે સત્ય પદાર્થની પ્રરૂપણા કરી એટલે શાસનની જવાબદારી પૂરી થઈ. સહકાર વગર સિધ્ધ કર્યું. શંકા - જીવાજીવાદિ પદાર્થ કહેવામાં શ્રી તીર્થકરો અને સામાન્ય કેવળીઓ એક સરખા છે, છતાં
જીવ તીર્થંકરના નામે શાસન કેમ ચઢયું ? જગતના તમામ ભાવ બને એક સરખા જાણે છે, બન્નેમાંથી કોઈ એક પણ પદાર્થને ઓછો વત્તો જાણી શકતા નથી છતાં ફરક કેમ?
અને જો ફરક નહોય તો કેવળી શાસન ? સર્વજ્ઞ શાસન ! એમ કહો. સમાધાન - ગુણોની અપેક્ષાએ કેવળી શાસન, સર્વજ્ઞ શાસન કહી દઈએ એટલે કેવળજ્ઞાનની