________________
૩૭૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩
સંવેગની સમરાંગણ ભૂમિ યોને સમાદિત્ય ચરિત્ર
અનુવાદક “મહોદયસાવ” તરું સુનિલૈંગિક તપોથના આ નુષ્કૃતાને પતા પુશ્ચિંત II ૨૮રા
(ગતાંકથી ચાલુ) ગયે અંકે આપણે જોઈ ગયા કે, રાજાને ઘેર મુનિના પારણાના દિવસે જ પુત્ર જન્મ થયો છે ને તેથી તે હર્ષથી આખાએ નગરમાં તેની વધામણી રાજાએ ફેલાવી. પછી બંધીજનોને છોડી મુકી વાજીંત્રનાથી આખાયે મગરને આનંદિત બનાવ્યું. આ બાજુ ગુરુની આજ્ઞા લઈને પારણું કરવા રાજાને ઘેર આવતા એવા અગ્નિશર્માએ આખાયે નગરને ધજાપતાકાથી સુશોભિત જોઈને વિચાર કરવા માંડયો. કે અહો મારા પારણાના દિવસે રાજાએ નગરને કેટલું સુશોભિત બનાવી દીધું છે. અહો મારા ઉપર રાજાની કેટલી બધી ભક્તિ છે. એમ વિચાર કરતો કરતો તપસ્યાથી શરીર સુકાઈ ગયેલું હોવા છતાં પણ હર્ષથી પ્રમોદિત તે મુનિએ ગુણસેન રાજાના મંદિરમાં પ્રવેશ કર્યો.
પુત્ર જન્મના હર્ષથી નાટ્યાદિક જોવામાં આખુંએ રાજકુલ એકચિત્ત બનેલું હોવાથી કોઇએ સામુએ ને જોયું તો પછી પારણાની તો વાત જ ક્યાં ? તાપસ ત્રણ ત્રણ મહિનાના ઉપવાસ હોવાથી સુધાથી બહુ પીડા પામેલ ક્રોધમાંને ક્રોધમાં તરત જ નગરની બહાર નીકળી ગયો. અગ્નિશર્માનો દારૂણ વેષ.
નગરની બહાર નીકળતાં તે અગ્નિશર્માના મુખ ઉપર ક્રોધાગ્નિથી રકતતા આવી ગઈ હતી. તથા મુખ ઉપર તપસ્યાના લીધે કૃષ્ણતા પણ હતી. જે અગ્નિશર્મા નગરની અંદર પ્રવેશ કરતાં આનંદી હતો. તે જ અત્યારે નિરૂત્સાહી બની ગયો હતો. આખાયે શરીર ઉપર રકતતા કૃષ્ણતા પિંગતાશ્વેતતા.....એ પંચરંગીપણું થઈ ગયું ને ક્રોધાગ્નિમાં ચાલતા ચાલતા વિચાર કરવા લાગ્યો કે “આ રાજ દુરાત્મા છે મારો બાલ્યકાલથી જ વૈરી છે કે જેથી હજી પણ પારણું કરાવવાના બહાને ત્રણ ત્રણ વખત પાછા કાઢી મને દુઃખી કરે છે” એ પ્રમાણે તે અજ્ઞાન દોષથી સુધા વેદનીયને લીધે ક્રોધમાં આવી જઈ આ પ્રમાણે નિયાણું કર્યું કે “હું આ રાજાનો ભવોભવ મારનારો થાઉં.”
આવા પ્રકારનું ભયંકરમાં ભયંકર નિયાણું બાંધ્યું. ભાગ્યશાળીઓ ! વિચાર કરો કે આ સ્થળે જો જૈનશાસનનો આચાર તથા તપ હોત તો કદિ આ સ્થિતિ આવી શકત જ નહીં કારણ કે જૈત મુનિથી કદિ પણ એમ કહી શકાય જ નહીં કે હું તારે ઘેર અમુક દિવસે પારણું કરવા આવીશ એ વસ્તુ આપણે આગળ કહી ગયા છીએ તેમ કરવાથી શું થાય છે? તેનો આપણે પ્રથમ ખ્યાલ કરાવીએ એક વસ્તુ ને તે છે કે એના ઘરે જતાં ભિક્ષા પ્રાપ્ત ન થઈ તો આર્તધ્યાનનો પ્રસંગ બીજું રાજા એના