________________
(ટાઈટલ પેજ ચોથાનું અનુસંધાન)
આજનો મુસદો મોગલાઈ સદીઓની પાપમય પુરાતની પિછાણ કરાવે છે.
આજનો મુસદો પ્રજાનું જેમાં હીત નથી, રાજાનું જેમાં શ્રેય નથી, પ્રજા-રાજાને યત્કિંચિત્ જેમાં લાભ પણ નથી છતાં નુકસાનના નિસીમે ધોધમાર નિરંકુશ પ્રવાહ છોડવા કટિબદ્ધ થયો છે.
આજનો મુસદો મરણ પ્રમાણ દેખી જન્મ પ્રમાણ ઘટાડવા ઘેલો બની ઉતાવળો
થયો છે.
આજનો મુસદો હિમાદ્રિની ઉન્નતતાને જમીનદોસ્ત કરનાર ગાંગહસ્તીની જેમ હતાશ થાય છે એટલું પણ વિચારતાં નથી.
આજનો મુસદો એટલે પરમ પાવનમય અને પરમ આશીર્વાદરૂપ જગતભરને કલ્યાણકારક દિવ્ય દિક્ષા ઉપર અણઘટતું નિયમન ! ! !
ચંદ્રસાળ
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.