SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ શ્રી સિદ્ધચક્ર તા. ૯-૫-૩૩ થયાં છતાં મોક્ષ પ્રાપ્તિના કારણો મેળવે નહિ, તે કારણો મળ્યા છતાં કેળવે નહિ, વેડફી નાખે તે મનુષ્ય છતાં અધમકોટિનો મનુષ્ય ગણાય છે. પણ પાપ પ્રકૃત્તિ વશ થઈ અધમ કાર્ય કરી હલકો થાય તે તેવો અધમ ગણી શકાતો કે કહી શકાતો નથી. કેવળ પુણ્યનો ભોગવટો કરવો એટલે નુકશાન જ કે બીજું કાંઈ? આવા મનુષ્યભવમાં પણ જો કેવળ આરંભાદિકમાં લીન રહેવામાં આવે તો આવી અમોધ જીંદગીથી મેળવ્યું શું ? “ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, કઈ મૂડી ખોઇ. કઇ મડી કમાયો’ આવો વિચાર બેશક જાનવરને થતા નથી પણ મનુષ્યને થાય છે જો મનુષ્ય પણ તેવો વિચારો ન કરે તો પછી મનુષ્યમાં અને જાનવરમાં ફેર શો ? નિતિકારો પણ ચેષાં નૈવિ તપો નવા ઇત્યાદિ, શ્લોકોના અસ્મલિત વારિપ્રવાહથી વાંચક વર્ગને ઠામઠામ નવપલ્લાંવત ન કરે છે. મનુષ્યને વિષયો મોંઘા છે ! જ્યારે પશુને તદન સોંઘા છે ! જો ઇંદ્રિયોના વિષયોની રમણતાને વિવેક ગણવો હોય તો જાનવરથી તમારામાં કાંઈ વધારે નથી. ઊલટું તે વિષયો તો તમને મોંઘા પડે છે માટે તમને જાનવર નહિ બનાવતાં મનુષ્યભવ આપવા ખાતર વિદ્યાતાને ઉપાલંભ અગર શ્રાપ આપવો જોઇએ ! વિષયો તમને કેમ મોંઘા પડે છે એ વિચારો! સ્પર્શેન્દ્રિય વિષયમાં જાનવરને પણ સ્ત્રી સમાગમ છે, તમારે પણ છે. પરિણામની અપેક્ષાએ વાત જુદી છે બાકી તો તમારે વિષય નથી; વિષ છે. તમારે પહેલાં વેવિશાળ તથા લગ્ન કરવું પડે અને તેમાં પણ ખર્ચ કરવો પડે અને પરણ્યા પછી ભરણપોષણની જવાબદારી કાયમની વળગે છે. જાનવરને આવું કાંઈ છે ? બિલકુલ નહિ ! તમારે શિર ભરણપોષણની જવાબદારી ક્યાં સુધી ? જીંદગી સુધી ! કેદમાં સડો છતાંયે તે જવાબદારીઓમાંથી છૂટા થઈ શકતા નથી. કાયદો કહે છે કે “ધર્ણીએ સ્ત્રીનું ભરણપોષણ કરવું, જો ન કરે તો કોર્ટ હુકમનામું કરે, છતાં ધણી પૈસા ન ભરે તો સ્ત્રી ધણીનેં કેદમાં બેસાડે ક્યાં સુધી પૈસા ન ભરે ત્યાં સુધી? અથવા જીંદગીના છેડા સુધી! દીક્ષાને અંગે વાત વાતમાં “સમજ્યા નથી' એમ કહેનારાઓ બલ્ક પરણીને પૂરો પસ્તાવો કરનારાઓ ભરણ પોષણની જવાબદારી કેટલા સમજ્યા છે એ જણાવશે ? પરણવામાં જીંદગી સધી કેદની જવાબદારી છે એવું કેટલા સમજે છે ? કેટલા પરણાવનારે પોતાના છોકરાને આ વાત સમજાવી છે? પરણવામાં સ્ત્રીના તથા સંતતિના ભરણ પોષણની તમામ જવાબદારી રહેલી છે. માત્ર ભરણપોષણની જ જવાબદારી છે એમ નહિ પણ માંદગી આવેથી દવાની, સારવારની પણ જવાબદારી એટલી જ છે. આટલી જવાબદારી શિરપર વહોરો ત્યારે સ્પર્શેન્દ્રિયનાં સુખ મળે જ્યારે જાનવરને જવાબદારી જરાયે નથી. કંદોઈની દુકાને કાંઈ ખાઈને પૈસા ન આપો તો તે તમને કોર્ટે દોરી જાય, પણ કીડી, મંકોડા વિગેરે રોજ કેટલીએ મીઠાઈ ખાઈ જાય છે તેને કોર્ટમાં કોણ દોરે છે ? બગીચાઓમાં ભમરાઓ છુટથી કરી શકે છે, અરે ! ફૂલનો રસ ચૂસી શકે છે, રાજમહેલમાં ભમરાઓ, પક્ષીઓ છૂટથી ફરી શકે છે, તથા રાજાની રાણીને પણ જોઈ શકે છે, જ્યારે મનુષ્યો માટે તો ત્યાં આડો પડદો છે. બબ્બે ભૈયા, અને ચોકી પહેરા છે એ રાણીનાં ગાયનો કબુતર. મેના, પોપટ, ચકલી વિગેરે સાંભળી શકે છે પણ તમે (મનુષ્ય) સાંભળી શકાતા નથી. તાત્પર્ય એ છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયો તો પશુપક્ષીએ સોંઘા છે; મનુષ્યને તો મોંઘા છે. મહામુશ્કેલીએ મળે તેવા છે, માટે વિષય માટે જીવન વેડફી નાખવું એ માનવ જીવન જીવનાર માટે લેશભર હિતાવહ નથી. દેવ, ગુરુ, ધર્મ એ તત્ત્વોમાં મુખ્યતા કોની ? શાસ્ત્રકારે મનુષ્યપણું કયા વિવેકને અંગે ઉત્તમ ગણ્યું છે તે વિચારો ! પોતે કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવું પડશે, પહેલાં કઇ દશા હતી, હાલ કઇ દશા પ્રાપ્ત થઇ છે હવે કઇ દશા પ્રાપ્ત કરવી છે અને તે કેવી રીતે મેળવાય વિગેરે જે વિચારે અને તે વિચારીને વર્તનમાં મૂકવા કટિબદ્ધ થવાપૂર્વકના
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy