________________
૩૨૭
શ્રી સિદ્ધચક
તા. ૨૪-૪-૩૩. જો ન હોય તો કરાતી ધર્મકિયા તે ધર્મનો નાશ કરનારી જ બને માટે બારીક બુદ્ધિની
જરૂર છે. પ્રશ્ર ૩૭૧ - અંતરમુહૂર્ત કરેલ ધર્મ કેટલું સુખ આપે છે ? સમાધાન - અંતરમુક્ત કરેલ ધર્માનુષ્ઠાન જો ઉત્કૃષ્ટ પરિણામે કર્યા હોય તો અનંતકાળનું
અનંતદર્શન, વીતરાગતા તથા અનંતવીર્યાદિ આપે એટલે બાધા રહિત અનંત ચતુષ્ટય
રૂપ સમૃદ્ધિએ અનંતકાલનું સુખ આપે. પ્રશ્ન ૩૭૨ - ચારિત્રહિન (ગૃહસ્થ) શ્રુતજ્ઞાની પરમગુરુ તરીકે માનવા લાયક ખરો કે નહિ ? સમાધાન - શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજ દશ વૈકાલિકની ટીકામાં લખે છે કે વારિવિધિ
श्रुतवानपि नोपजीव्यतेसद्धिः शीतलजलपरिपूर्णः कुलपंडालकूप इव॥ અર્થ - જો ચારિત્રહીન શ્રતવાળો પણ હોય તો તે ઉત્તમ પુરૂષોએ સેવા કરવા લાયક નથી જેમ
ઠંડા પાણીએ કાંઠા સુધી ભરેલો ચંડાળનો કુવો ઉત્તમ કુલમાં ઉપજેલ પુરુષો માટે ગમે તેવી તૃષા લાગી હોય છતાં પણ વર્જય છે. ત્રિદંડીના વેષમાં રહેલા અને સાધુપણાનો ઉપદેશ કરી, પ્રતિબોધી સાધુઓને શિષ્યો સોંપનાર મરીચિ અને દરરોજ દશ દશ માણસોને પ્રતિબોધ કરનાર, વેશ્યાને ઘેર રહેલ નંદીષણજીની માફક ભલે ગૃહસ્થ
શ્રુતજ્ઞાનવાળો હોય છતાં ગુરુ તરીકે સ્વીકાર્ય નથી. પ્રશ્ન ૩૭૩ - વાલુકા નદી જ્યાં વિર ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યાંથી પાવાપુરી કેટલી થાય? સમાધાન - વાલુકા નદીથી પાવાપુરી બાર જોજન થાય છે. પ્રશ્ર ૩૭૪ - સામાન્ય કેવળીને પણ કેવળજ્ઞાન તો છે છતાં તે તીર્થંકર કેમ ન કહેવાય? સમાધાન - સામાન્ય કેવળી લોકોલોકના ભાવને જાણે છે પણ કેવળશાન થયા પછી તીર્થંકરના ઉપદેશથી,
૩ખાલા, યુવા, લિખેવાના ત્રણ પદો સાંભળવા માત્રથી બીજબુદ્ધિના સ્વામી શ્રીગણધરદેવો ચૌદપૂર્વ અને બાર અંગ રચે છે તે બધો પ્રભાવ શ્રી તીર્થંકરનામ કર્મનો જ
છે. આવા નામ કર્મનો ઉદય સામાન્ય કેવલિને નથી માટે તે તીર્થકર કહેવાય નહિ. પ્રશ્ન ૩૭૫ - ૩પવા, પુના,
વિલા, ત્રિપદી સામાન્ય કેવલી બોલે તો ગણધરો ચૌદપૂર્વ અને બાર અંગને રચી શકે કે નહિ? ઉત્તર - ન ! સામાન્ય કેવળીએ કહેલી ત્રિપદીથી ગણધરોને તેવા પ્રકારના શયોપશમ જ ન
થાય તેથી તેની રચના થઈ શકે નહિ. પ્રશ્ન ૩૭૬ - શ્રી તીર્થંકરની દેશનામાં કોડો જીવોની શંકાનાં સમાધાનો એકી સાથે કેવી રીતે થતાં હશે? સમાધાન -
દેવાધિદેવ શ્રી તીર્થંકરદેવનો પ્રભાવ જ અચિંતનીય છે. શ્રી તીર્થંકરદેવનું જેવું વચન દેશનામાં નીકળવાનું હોય તેવી જ શંકાઓ કોડો શ્રોતાઓને થાય અને તે શંકાઓનો ખુલાસો દેશનામાં વ્યક્ત થતી વાણીથી આપોઆપ થઈ જ જાય. સામાન્ય કેવલીની દેશનામાં તે તાકાત છે જ નહિં.