________________
:
,
,
,
,
૩૨ ૬.
શ્રી સિદ્ધચક્ર
* તા. ૨૪-૪-૩૩ સમાધાન - મહાવ્રતધારીઓએ હિંસાદિક પાંચે આશ્રવ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવવા લાયક છે જ્યારે
ધન પુત્ર સ્ત્રી આદિ મેળવવા માટે પણ ધર્મ કરવાનું કહે તો દુનિયાદારીની બધી
અનુમોદના લાગે તો પછી મહાવ્રત રહે કેવી રીતે ? ન જ રહે. પ્રશ્ન ૩૬૪ - થાપ યાં એવું કહેનાર શાસ્ત્રકારનાં મહાવ્રત રહે કે તૂટે ? સમાધાન - ધર્મ, સ્વર્ગ અને મોક્ષને આપનારી છે માટે ધર્મ જરૂર કરવો જ જોઈએ એમ કહેવાથી
શાસ્ત્ર કારનું મોણ તરફ દુર્લકય ન હોવાથી મહાવ્રત તૂટે નહિ. પ્રશ્ન ૩૬૫ - આર્યક્ષેત્ર કોને કહેવાય? સમાધાન - શ્રી તીર્થંકરદેવ તથા ચક્રવર્તી આદિ ઉત્તમ પુરૂષોનો જન્મ જે ભૂમિમાં થાય તે ભૂમિમાં
જન્મેલ જીવો તે આર્યક્ષેત્ર કહેવાય છે. એટલું જ નહીં પણ જ્યાં ધર્મ એવા શબ્દ સંભળાય
તે પણ આર્યક્ષેત્ર કહેવાય છે. પ્રશ્ન ૩૬૬ - આવશ્યક કેટલા પ્રકારનાં છે? સમાધાન - અનુયોગવાર સૂત્રમાં આવશ્યક ત્રણ પ્રકારનાં કહ્યાં છે. (૧) લોકોત્તર આવશ્યક, (૨)
લૌકિક આવશ્યક અને (૩) મિથ્યાત્વ આવશ્યક, સામાયિક, પ્રતિકમણ, કાયોત્સર્ગાદિ જે કરાય તે લોકોત્તર આવશ્યક કહેવાય. ભારત, રામાયણ આદિક ગ્રંથો જ્યારે ઐતિહાસિક હતા ત્યારે તે લૌકિક આવશ્યક અને તે ગ્રંથોમાં કહેલા રામ વિગેરેને અવતારી
પુરુષ તરીકેની માન્યતા તે મિથ્યાત્વ આવશ્યક. પ્રશ્ન ૩૬૭ - ભરત મહારાજાના રસોડામાં જમનારા શ્રાવકો કઈ શરતો પાળતા હતા ? સમાધાન - (૧) બનતાં સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળવું.
(૨) યદિ ન પાળે તો પોતાનાં પુત્રપુત્રીઓને સાધુ સાધ્વીને સોંપવા. (૩) પોતાનાં બાળબચ્ચાં દીક્ષા લે તે માટે મહેનત કરવી.
(૪) દીક્ષા ન લેતો સમ્યકત્વ મૂલ બારવ્રતો પાળવાં ખાસ કરીને આ ચાર નિયમો હતા. પ્રશ્ન ૩૬૮ - સમત્વ પામતી વખતે જીવ કેટલી નિર્જરા કરે ? સમાધાન - સર્વવિરતિમાં રહેલ સાધુ જે નિર્જરા કરે તેના કરતાં અસંખ્યાત ગુણી નિર્જરા કરે. પ્રશ્ન ૩૬૯ - ગોશાળો તીર્થકરને માનતો હતો કે કેમ ? સમાધાન - માનતો હતો. તીર્થકરથી શાસન પ્રવર્તે છે એમ માનતો હોવાથી જ પોતાને ચોવીસમો
તીર્થકર જણાવતો હતો. પ્રશ્ન ૩૭૦ - ધર્મ જોવામાં બારિક બુદ્ધિ જોઇએ એ કથનનું રહસ્ય શું? સમાધાન - શ્રીતીર્થકર આદિકની હયાતિમાં ઠંક જેવા શ્રાવકો પણ ધર્મને બારીક બુદ્ધિથી સમજનાર
હતા તેથી જ સુદર્શન (જમાલીની સ્ત્રી-જે સાધ્વી થઈ હતી) ને ઠેકાણે લાવી શક્યા તો પછી આ પંચમકાલે તીર્થકર, કેવલી, પૂર્વધર વિગેરેનો વિરહ એમાં જો બારીક બુદ્ધિ ન વપરાય તો બુરી દશા જ થાય, માટે શ્રી હરિભદ્રસૂરીજી તો લખે છે કે સૂક્ષ્મ બુદ્ધિ