________________
૩૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩ તે જ જ્ઞાની કે જેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું છે, અને પોતે તરી બીજાને તારવાને સમર્થ છે.
દેવતાથી પણ ન અપાવી શકાય તેવી દુર્લભ મનુષ્યભવથી કાર્ય કરવાનું એ વિચાર્યું?આ ચાલુ પંચાત તો દરેક ભવમાં કરી છે. સ્થાનના, ધનમાલન, કટુંબ કબીલાનાં રણ તો ભવે ભવે ઘણાંએ કર્યા તિપંચના ભાવમાં પણ એ તો કર્યું, આ ભવમાં વધારે શું કર્યું? આહાર, શરીર, ઇંદ્રિયો વિષયો એ તો ત્યાં પણ હતા. સંસારસમુદ્રથી ઉદ્ભરવાનો માર્ગ તો કેવળ અહીંજ મેળવી શકો છો. એ માર્ગ શી રીતે પ્રાપ્ત કરાય?પહેલાં તો જડ ચેતનનો વિભાગ કરવાનું જ્ઞાન મેળવો. પોતાનું મનપસંદ જ્ઞાન ન સમજવું. આથી પુસ્તકના જ્ઞાનનો અનાદર કરવાનું કહેતો નથી. ફોનોગ્રાફમાં લખાયેલાં સ્તવનો, ચત્યવંદનો, પદો એ કોનું કલ્યાણ કરે?એમાં કોનોગ્રાફને કાંઈ લેવાદેવા નથી કેમકે એ જડ છે. તેમ આ આત્મા જડ ચેતનના વિભાગમાં ન આવે, કર્મબંધન તથા કર્મના અંતના ભેદને ન જાણે, સંસાર અને મોક્ષના સ્વરૂપનું અંતર ન અવલોકે ત્યાં સુધી તેનું જ્ઞાન ફોનોગ્રાફની પ્લેટ જેવું છે. આત્મામાં જ્ઞાન પરિણમ્યું હોય તે કઈ સ્થિતિમાં હોય!અગ્નિથી દઝાય એવું સમજયા તો સ્વપ્નમાંયે અગ્નિ દેખો તો તેમાં હાથ ઘાલો છો? નહીં! અગ્નિથી દઝાય એ વાત jઆડે રૂંઆડે સજ્જડ થઈ ગઈ છે. વગર વિચારે પણ એનો ડર લાગે છે. અગ્નિ નો તો અંગેયે, અનુભવ છે પણ સર્પ સામો આવે ત્યારે તેના મોંમાં અંગૂઠો ઘાલો છો? અનુભવ નથી પણ સાંભળવા માત્રથી જીવને એટલી તીવ્ર અસર થઈ છે કે સ્વપ્નમાંયે તે સાપના મોંમાં અંગુઠો ઘાલતો નથી. સ્વપ્નમાં સાપ આવ્યો, શરીરને વીંટાયો એવું દેખાય તે વખતે ભય હાડોહાડ વ્યાપે છે. એ મનુષ્ય એ વખતે કદી જાગૃત થાય તો તે વખત (જાગૃતાવસ્થામાં) ત્યાં કાંઈ સર્પ નથી પણ છતાંયે તેની છાતી ધડકે છે, અંગ ધ્રુજે છે, સ્વર વિચિત્ર થઈ જાય છે. સ્વપ્નના આવા દૃશ્યની જો આટલી અસર થાય છે તો જેણે શાસ્ત્ર દ્વારા પાપનાં ફળ શ્રવણ કર્યા છે, દેખ્યાં છે (શાસ્ત્ર પર અટલ શ્રદ્ધા છે, શાસ્ત્રમાં આત્મા-પરિણત છે), તે પાપથી કેમ ધ્રુજે નહિ? અવશ્યમેવ ધૃજે અને પૂજે જ! જેટલો ઘૂજારો ઓછો તેટલી શ્રદ્ધા ઓછી!તદન નાનું બાળક સાપથી પણ ડરતું નથી કારણ કે તેને સાપના નુકસાનની ખબર નથી તેમ જેને પાપની ખરી શ્રદ્ધા થઈ ન હોય તેને પાપનો ધ્રુજારો ક્યાંથી હોય? જેને સાપના ડરની માલુમ છે તે મોટા સાપથી પણ ડરી જાય છે, “સાપ નીકળ્યો' એ શબ્દ શ્રવણ માત્રથી ચમકે છે, તેમ પાપ તથા તેના ફળની માહિતીવાળો, “પાપ” શબ્દથી પણ ધ્રુજી ઊઠે! આના બદલે પરિસ્થિતિ શી છે તે વિચારો! પાપનો ડર તો નહિ પણ પાપમાં પ્રવર્તન છતાંયે “અમે કેવું કર્યું? આવું ગુમાન ! પાપની પ્રેમપૂર્વક પ્રશંસા ! અરે ! પાપને પાપ ગણાવનારની પણ મશ્કરી કરે ! આવો પોથાં જ્ઞાની પણ શા કામનો ? શ્રી જિનેશ્વરદેવ પાપની આ દશા બતાવે છે આ જાણીએ છતાં પાપમાં રાચીએ,પાપનીદુગંછાનકરીએ એદશા કઈ?જ્ઞાનીએ કે જેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું હોય.
ધુમાડાના ગોટાથી જેમ અગ્નિનું અનુમાન થાય તેમ ક્રિયામાં પ્રવૃત્તિના આધારે ત્યાં જ્ઞાન હોવાનું મનાય. જે ક્રિયામાં તત્પર હોય તે જ્ઞાની; નહિ તો એ દુનિયાદારીના વકીલ. સજા થાય તો આરોપીને થાય, આરોપી છૂટી જાય તો કાળું મોં ફરિયાદીનું થાય પણ વકીલને કાંઈ લેવા દેવા નહિ, તેવી રીતે માત્ર વાયડી વાતો કરનારા, કોરી લુખ્ખી દલીલો કરનારા પણ પોતાના આત્માને ક્રિયામાં નહિ જોડનારા એ વસ્તુતઃ જ્ઞાની નથી. આત્માની પરિણતિએ જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાની સંસારના મોહથી વિરમેલ હોય છે, જિતેન્દ્રિય હોય છે, સંવરનિર્જરાને ભાવિત કરનારો હોય છે. તથા આત્માને યાવત્ મોશે પહોંચાડનારો હોય છે. આવો જ્ઞાની, આવો મહાપુરુષ હોય તે જ સંસારસમુદ્રથી તરી શકે છે અને બીજાને તારવાને સમર્થ થાય છે.