________________
૩૧૯
શ્રી સિદ્ધચક
તા. ૨૪-૪-૩૩ પણ નથી. હવે બાકીના આઠ હજાર રૂપિયા જેઓની પાસે લેણા છે તે છે સદ્ધર પણ એક રહે ઘાટકોપર તો એક રહે પરેલ ત્યારે એક રહે પાલવા બંદર. રૂપિયો ખર્યું ત્યારે રૂપિયો આવે એ પાલવે? વિચારો કે આ વેપારીની વલે શી? એજ રીતે મનુષ્યભવ ધારણ કરનાર જીવ (આ વેપારી) વધારેમાં વધારે છત્રીસહજારની મુડી લઈ આવ્યો છે. એને સમજણો થતાં અઢાર વીસ વર્ષ પસાર થઈ જાય છે. પોતાની સિલકનું ભાન થવામાં તેટલો વખત પસાર થાય છે. પચાસ સાઠ વર્ષની વય પછી ધાર્મિક જ્ઞાન મેળવવાનું મન થાય પણ પછી મળવું ઘણું મુશ્કેલ છે. દુનિયાદારી (કક્કા) નું જ્ઞાન પણ બાળપણામાં મળ્યું. જો તે વયમાં ન ભયો અને વય વધી ગઈ તો આવતી જીંદગીએ એ વાત ગઈ! રીટા ઘડે કાંઠા ચડે ન ચઢે.
જેમાં આ જીવ રાત્રીદિવસ તલ્લીન છે તેવી દુનિયાદારીના જ્ઞાનને મેળવવા પણ પચાસ વર્ષ પછી કોઈ તૈયાર થતો નથી (કેમકે પછી શાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે) તો તે વયે ધાર્મિક જ્ઞાન મેળવવા માગે તો ક્યાંથી જ પ્રાપ્ત થાય? હવે રહા વીસથી ત્રીસ. એક દિવસે બે દિવસનું આયુષ્ય કોઈ ભોગવી શકતો નથી, એક ભોગવાય ત્યારે બીજું મળે. પાંચમનું આયુષ્ય ભોગવાય ત્યારે છઠનું આયુષ્ય મળે. છત્રીસ હજારના માલનું શું થાય છે તેનું કાંઈ ભાન છે? દારૂડીઓ જેમ મૂછ ખાઈને પડી રહ્યો હોય, તેને જગતનું ભાન હોતું નથી તેમ આ આત્માને પણ પોતાનું, પોતે કોણ છે તે પોતાની પરિસ્થિતિનું, તેમજ પોતે ક્યાં અને શાથી પડ્યો એનું ભાન જ નથી. મોહ મદિરાના છાકમાં છકેલા આ જીવને પોતાના સ્વરૂપનો તથા પોતાની સંપત્તિનો ખ્યાલ જ નથી. ખરેખરી (મોટામાં મોટી) ખામી !
દુનિયામાં આંખ એ રતન ગણાય છે. આંખ ખરી ઉપયોગી ચીજ છે છતાં એ આંખમાં રહેલી એક મોટામાં મોટી બદી આપણા ખ્યાલમાં નથી. આંખ આખા જગતને દેખે, પાટડો, બારી, જાળી, ગોખલા બધું દેખે, પણ પોતાને ન દેખે. તેવી રીતે આ જીવ મોહમાયાની મદિરામાં એવો મસ્ત બન્યો છે કે બાળપણમાં મા, બાપ, ભાઈ વિગેરેને દેખે છે, રમતો થયો એટલે ગોઠીયાને દેખે છે, ભણતો થયો એટલે વિદ્યાર્થીને દેખે છે, પરણ્યો એટલે સ્ત્રીને દેખે છે અને પરિવારવાળો થયો એટલે પુત્રપુત્રી વિગેરેને દેખે છે અને છેલ્લે મરણ વખતે શરીરને (જડજીવનને) ઝંખે છે પણ પળવાર પછી જીવ પોતાને નથી દેખતો કે નથી ઝંખતો આ આત્માએ આખી જિંદગી બીજું બધું તપાસ્યું પણ પોતાને ક્યારે તપાસ્યો? હું કોણ, મારું શું થશે ? શું લઈને આવ્યો હતો? શું મેળવ્યું? શું ગુમાવ્યું? શી દશા? આ દશા શાથી? એવું ક્યારે વિચાર્યું?
ઉડાઉ માણસ કોથળી સામે જોતો નથી, એ તો ખરચે જ જાય છેઃ છેવટે કોથળી ખાલી થયેથી ટાંટીયા ઘસવા વખત આવે છે. તેવી રીતે આ જીવ પણ આયુષ્યને ભોગવે જ જાય છે. વેડફે જ જાય છે પણ નવી આવકનો વિચાર સરખોયે કરતો નથી. દુનિયામાં જે માત્ર ખર્ચવાનીજ વાતો કરે છે અને આવકની વાતો નથી કરતો તે છેલછબીલા જેવો ગણાય છે. આ જીવની પણ એજ દશા છે. આવી દશાવાળીને આવક ગમતી નથી એમ નહિ પણ આવકના રસ્તાયે સૂઝવા તો જોઈએ ને ! તેમ મનુષ્યપણામાંયે જીવનને પુણ્યના રસ્તા સૂઝવા તો જોઇએને ! પુણ્યના રસ્તા બહારથી લાવવાના નથી પણ પોતાના આત્મામાં જ છે. કસ્તુરી મૃગ પોતાની ફૂટીમાં રહેલી કસ્તુરીની ગંધથી તે લેવાને