________________
૩૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩ છે! ઈચ્છા સદ્ગતિની છતાં તેનાં કારણો ન મેળવીએ તો તે ક્યાંથી મળે? કારણો મળે? સગતિની ઈચ્છા છતાયે કારણો મેળવીએ દુર્ગતિનાં તો સદ્ગતિ ક્યાંથી મળે? દુર્ગતિ જ મળે. મનુષ્ય દેહ શાથી મળ્યો ?
કેટલાયે જીવો કાગડા, કૂતરાં, બિલાડાં, પાડા, બળદ, કીડી, મંકોડી, ફળફૂલ વિગેરેના અવતાર યોનિ) માં છે. એ જીવો મનુષ્ય ન થયા અને આપણે થયા તેનું કારણ શું? જેવા જીવ આપણે છીએ તેવા તેઓ પણ જીવજ છે ને! છતાં આપણને મનુષ્યપણું, આર્યોત્ર, ઉત્તમજાત, ફુલ વિગેરે બધું મળ્યું અને એ જીવોને મનુષ્યપણું પણ ન મળ્યું તેમાં કોઇ કારણ તો ખરું કે નહિ ? એ જીવોએ મનુષ્યપણું પામવા યોગ્ય કારણો મેળવ્યા નહિ તેથી તેઓ મનુષ્ય ન થયા અને આપણે તેવા કારણો મેળવ્યા માટે મનુષ્ય થયા; આ પેઢી (મનુષ્યપણાની) કઈ સિલકથી ઊભી કરી? મનુષ્યપણાની ગતિ, આયુષ્ય, પંચેંદ્રિયપણું વિગેરે જ્યારે નીપજાવ્યાં (ઊભાં કર્યા, ત્યારે આ પેઢી ઊભી થઈ. અત્રે આવ્યા પહેલાં આપણે માબાપને કે માબાપ આપણને ઓળખતા નહોતા. જ્યાં આપણે જન્મ લીધો છે ત્યાં શું માબાપ વિગેરે પસંદ કરીને આપણે આવ્યા છીએ? કે આપણને માબાપે પસંદ કર્યા છે? મનુષ્યપણાની ગતિ આયુષ્ય બાંધ્યાં તેથી મનુષ્ય માતાની કુખે અવતર્યા. જેવાં કર્મ તેવાં ગતિ આદિ સમજવાં. કર્મ કર્મ' એવા શબ્દો પોકારીએ પણ એનું સ્વરૂપ, પ્રકાર, પરિણામોદિ ન જાણીએ તો શું વળે? સારાં કર્મોથી સારી ગતિ આદિ, નઠારાં કર્મોથી નઠારી ગતિ આદિ માટે કર્મ પકડીને લવાય કે કાઢી મૂકાય તેવી ચીજ નથી. મનુષ્યપણાનું કર્મ લાવ્યું (પકડીને) આવતું નથી કે કાઢયું જતું નથી, તો તેને લાવવાનો અગર કાઢવાનો વિચાર નકામો છે. પણ કેટલીક વખત એમ બને છે કે કારણોને લાવવાની તથા કાઢવાની શક્તિ આપણી હોય છે. દિવાના અજવાળાને મુઠી ભરીને કે ઘડામાં ભરીને આપણે લાવી શકતા નથી કે સુપડાથી કે સાવરણીથી કાઢી શકતા નથી, છતાં પણ અજવાળું લાવવાનાં તથા કાઢવાનાં કારણો આપણા હાથમાં છે. જ્યારે જ્યારે અજવાળાની જરૂર પડે ત્યારે ત્યારે દીવો કરીએ અને ન જોઈએ ત્યારે ઓલવી નાખીએઃ તેવી રીતે પુણ્ય પાપ લાવી કે કાઢી શકીએ તેમ નથી પણ તેનાં કારણ તરીકેની પ્રવૃત્તિ કરીએ તો પુણ્ય પાપ આપોઆપ આવે અને ચાલ્યાં જાય. જેમ દીવો કરવાથી તથા ઓલવવાથી અજવાળું તથા અંધારું આપોઆપ આવે અને ચાલ્યા જાય છે. વરૂપ અને સંપત્તિનો ખ્યાલ છે?
મનુષ્યભવરૂપી આ પેઢીમાં, થેલીમાં સિલક શી છે? આયુષ્યની અપેક્ષાએ શી સ્થિતિ છે? એક શેઠનો છોકરો છત્રીસહજાર રૂપિયા લઈ પરદેશ ગયો અને ત્યાં તેણે તે સિલીકથી પેઢી ખોલી, મુનીમ રાખ્યો, પેઢી મુનીમ ને સોંપી, કેટલેક દિવસે તેના ગામનો એક ગૃહસ્થ આવ્યો, પેલા શેઠના છોકરાને પૂછયું કે-“ભાઈ ! પેઢી કેમ ચાલે છે?” તેણે કહ્યું, “મુનિમ ચલાવે છે.” શેઠે શિખામણ આપી કે હાથનું બાળ્યું ને પરનું સમાયું!' માટે તારે કઈ ધ્યાન રાખવું જોઇએ. આથી શેઠનો છોકરો દુકાન પ્રત્યે પોતે ધરાવેલી બેદરકારી માટે શરમાયો અને ચોપડા લઈ વહીવટ જોવા બેઠો. તે જોતા તેને માલૂમ પડયું કે આઠ હજાર રૂપીઆ તો એવા ઇસમો (આસામીઓ) ને ધરવામાં આવ્યા છે કે જેનું નામ નિશાન નથી. અઢારથી વીસ હજારનું લેણું, દેણદાર કબુલે છે પણ સિલકમાં (ઘર) તેટલાં નળિયાં