________________
૨૯૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ દ્રવ્યદયાની મહત્તા દેખાડીને ભાવદયા ઉઠાવનારા ભયંકર ખૂની છે.
શ્રી તીર્થંકરદેવના પૂજન વિગેરે આરાધનથી જીવજીવન ઉત્પન્ન થાય છે. પોતાના શરીરમાં રોગ દેખતાની સાથે ચક્રવર્તી (સનત્કુ મારચક્રી) જ્યારે ભિક્ષુક (સાધુ) બને છે ત્યારે એક લાખ બાણું હજાર સ્ત્રીઓ શું કરતી હશે ? જીવજીવનના પ્રસંગે જડજીવનની કિંમત કોડીની નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજર્ષિનો વૃત્તાંત યાદ છે ને ! નમિરાજર્ષિને પ્રભુ માર્ગનો પુજારી ઇંદ્ર શું કહે છે ? સુવ્યંતિ તારું સદા પાસા ઉદે મ હે નમે ! તમારી મિથિલા નગરીના રાજમહેલોમાં અને નગરી નિવાસીઓ સામાન્ય લોકોના ઘરોમાં રોકકળના ભયંકર શબ્દો તમારી દીક્ષાને લીધે સંભળાય છે એટલે કે આખું નગર રોકકળાટ કરે છે માટે તમારી દીક્ષા બંધ થવી જોઈએ.
એના ઉત્તર નમિરાજર્ષિ જણાવે છે કે દિલ્લા ને પતિનો રહા આ મિથિલા નગરીના કુક્ષિત નામનો બગીચો જે ફૂલફૂલોએ કરીને મનોહર છે તેમાંથી વાયરો સુગંધ લઈ જાય છે ત્યારે આ પંખીઓ ઘણો કકળાટ કરે છે. એટલે કે અર્થ:
બગીચામાં પવન આવતાં પક્ષીઓ કકળાટ કરી મૂકે તેની પવનને દરકાર હોય? નહીં ! પોતાના હિતની સાધનામાં સ્વાર્થીઓ પ્રત્યે જોવાનું નથી. દારૂ પીનારા દારૂ છોડે તેમાં દારૂના પીઠાવાળા-દારૂની દુકાનવાળા રૂએ જ. એ રોદણાં તરફ જોવાય ખરું? શુભ પંથે સંચરનારાઓથી અશુભપંથના ઉપાસકોની દરકાર રખાય નહીં. જ્યારે ભાવદયા પર લક્ષ્ય રાખીએ ત્યારે જો ભાવદયા એટલે જીવજીવન ધ્યાનમાં ન લઈએ તો એ લક્ષ્ય ટકી શકશે નહીં. સમ્યકત્વની કિંમત સમજાશે નહીં. સમ્યકત્વ સચવાશે નહીં. આટલા આરંભ સમારંભે દેહરાં કેમ બંધાવો છો ? ભાવપૂજામાં દ્રવ્યદયાનો આટલો ભોગ રહેલો જ છે. ચારિત્રની ચારિત્રની અપેક્ષાએ દ્રવ્યદયાનો ભોગ મનમાં આવે તો કહેવું જ પડે છે કે તેને રત્નત્રયીની કિંમત જ નથી. દ્રવ્યદયાની મહત્તા દેખાડીને ભાવદયાને ઉઠાવનારા ભયંકર ખૂની છે. ચોમાસું હોય, રસ્તામાં લીલફૂલ હોય, દેહરે દર્શન કરવા જાઓ, પૂજા કરવા જાઓ, ગુરુને વાંદવા તથા વ્યાખ્યાન સાંભળવા જાઓ તો તેથી લાભ છે કે નુકસાન ? લાભ જ છે. અનુષ્ઠાન વિગેરે તો દૂર રહ્યાં પણ ભગવાનની પૂજા, બહુમાન, સત્કારાદિ માટે દ્રવ્યદયાનો ભોગ દેવો સ્થાને છે તો પછી મહાપુરૂષના માર્ગે ચાલવામાં દ્રવ્યદયાનો ભોગ દેવાય તેમાં તમને આશ્ચર્ય શું થાય છે ? “મારું સ્વરૂપ શું છે, મારે શું કરવું જોઈએ?” વિગેરે વિચાર્યું? જીવજીવનના અર્થી ન બનો ત્યાં સુધી સમ્યકત્વ ક્યાં છે ? .