________________
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૯૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ દ્રવ્યદયાના ભોગે ભાવદયા સંરક્ષણ રત્નત્રયી માટે જ છે.
અસત્ કલ્પનાએ વિચારો કે અખૂટ સંપત્તિનો સ્વામી, છ ખંડનો માલિક, નવે નિધાનનો ભોક્તા ચક્રવર્તી પણ તથા પ્રકારના કર્મવશાત્ પાઈની ભાજી પણ ન લાવી શકે તેવો ભિખારી થાય તો એ કેટલો ઝૂરે ? એ રીતે અનંત જ્ઞાનાદિ ધનના માલિક આત્માઓ આધુનિક (ચાલુ) સ્થિતિ તો વિચારો ! થોડું ઘણું જાણવું તે પણ કર્મરાજાએ ઈદ્રિયો આપી હોય તો જ જાણી શકે છે. ઇંદ્રિયો એ પણ કર્મરાજાના રીસીવરો છે. પોતાની આટલી પરાધિનતાનું જ્યારે ભાન થાય ત્યારે એ સમકિતી આત્મા કેટલો ઝૂરે ? મિથ્યાદ્રષ્ટિઓ તો આત્માને કેવળજ્ઞાનમય માનતા નથી પણ સમકિતીને તો એ ભાન થયું છે એટલે એ સારી રીતે સમજે છે કે પાંચ ઇંદ્રિયો દ્વારાની પ્રવૃત્તિ એ તો ગુલામીનો ધંધો છે. એ પોતાનો સ્વતંત્ર ધંધો નથી. પોતાનો સ્વતંત્ર ધંધો તો જીવજીવન છે. આ જીવજીવન લક્ષ્યમાં લેવાય તો જ લાભ થાય. પાંચે ઇંદ્રિો, ત્રણ બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય દ્વારા જીવન એ જડજીવન છે. સ્વરૂપ જીવન તો સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, તથા તપ દ્વારા જીવાતું જીવન તે જીવજીવન છે.
આપણા આત્માને ભાવપ્રાણના રસ્તે જોડવાની જરૂર જણાય તો નવપદજીની આરાધના એ જ સાધન છે. નવપદો સિવાય ભાવપ્રાણ ટકે નહીં. ભાવપ્રાણને ટકાવવા દ્રવ્ય પ્રાણનો ભોગ આપવો પડે. દ્રવ્યપ્રાણના ભોગે ભાવપ્રાણ પ્રગટ કરવાના તથા સંરક્ષવાના છે. દ્રવ્યદયાના ભોગે ભાવદયા સાચવવાની છે. શ્રી તીર્થંકર ભગવાને પાણીની દયા માટે કૃષિત સાધુઓના પ્રાણની પણ દરકાર ન કરી, અર્થાત્ સાધુઓના પ્રાણ જવા દીધા પણ પાણી પીવા દીધું નહીં. છ કાયમાંથી એકપણ કાયની વિરાધના થવા દેવી નહીં એ જ નિયમ. એ તારક દેવે દ્રવ્યદયાના ભોગે ભાવદયાનું રક્ષણ કર્યું.
માત્ર લોટો પાણી પીવાથી તરસ છીપે પણ તેમ ન થવા દેનાર એ જ તીર્થંકર દેવો પોતાના પૂજનમાં દરિયાના દરિયા જેટલું પાણી ઢળે છે તેમાં લાભ શી રીતે બતાવે છે ? કળશોના કળશોથી અભિષેક કરનાર ઇદ્રોને રોક્યા કેમ નહીં ? કદાચ કહેશો કે વય નાની હતી તો દીક્ષા વખતે થતા ઉત્સવને કેમ ન અટકાવ્યા ! કદાચ કહેશો કે ત્યારે પણ હતા તો છઘસ્થ ! અરે ! કેવળજ્ઞાન થયા પછી સમવસરણમાં બેસે છે ત્યારે દેવતાઓ એક જોજનમાં એવો વાયરો વિકૂર્વે છે કે લાકડાં, ઝાડ, પાંદડાં વિગેરે સાફ થાય છે. તે વાયરો વિક્ર્વવામાં હિંસા ખરી કે નહીં ? જોજન ભૂમિમાં દેવો પાણીનો છંટકાવ કરે છે, ત્યાં સમોસરણ રચે છે તો તે સમોસરણ ઉપર ભગવાન બેઠા કેમ ? સાધુ માટે કરેલ સામાન્ય ઓટલા ઉપર પણ જો સાધુ બેસે તો દોષિત થાય તો ભગવાન સમોસરણમાં શું જોઈને બેઠા ? આ બધી બાબત તરફ પ્રભુએ દુર્લક્ષ્ય કેમ કર્યું ? પ્રભુ નિર્વાણ પામે છે ત્યારે ગણધરો હયાત હોય છે, તેઓ પણ પ્રભુના શરીરને હંસફાટક પહેરાવે છે, પાલખીમાં બેસાડે છે, દાહ દેવરાવે