________________
સિદ્ધચક્ર. કય (પાક્ષિક) ઉદેશ :
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ - દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૧૩ મો
:
મુંબઈ, તા. ૧૦-૪-૩૩, સોમવાર.
ચૈત્ર સુદ ૧૫
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯
સમ્ય-દર્શન ભાવ-પ્રાણના નાશથી ભડકવું તેનું નામ સમ્યકત્વ. .
દ્રવ્યદયાના ભોગે ભાવ દયાનું સેવન-જરૂરી છે. દ્રવ્યદયા-મહેતલ અને ભાવદયા-માફીનું આંતરિક સ્વરૂપ.
લોકોત્તર જૈન-શાસનથી બહાર કોણ? ભાવદયાના ભોગે દ્રવ્યદયાની વકીલાત એ ઘોર મિથ્યાત્વ છે.
सव्वन्नुपणीयागंम पयडिय तत्तत्थ सद्हणरुवं ।
दंसण रयण पईवं निच्चं धारेह मणभवणे ॥ સમકિતી ભડકે ક્યાં?
શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ શ્રીપાલ ચરિત્રની રચનાદ્વારા ભવ્ય જીવોને નવપદજીની આરાધના કરવા પ્રેરી રહ્યા છે. કથાનુયોગમાંની કથાના બે વિભાગ હોય. (૧) રસકથા,