________________
વિષયાનુક્રમ સમ્યગ્દર્શન.
................પાનું-૨૮૯ આગમોદ્ધારકની અમોઘ દેશના............. .... પાનું-૨૯૬ સાગર સમાધાન........ ................... .પાનું-૩૦૫ સંવેગની સમરાંગણ ભૂમિ...............................પાનું-૩૦૯ સુધા-સાગર. ...............................પાનું-૩૧૨ આનંદ-સાગર-ધર્મ-સાધનામાં ઘટે ના વાયદા !!!
(હરિગીત છંદ) નરદેહ ઉત્તમદેશ કુલ સંયોગ સાનુકુલ મળ્યા, પંચેંદ્રિ પૂરી પ્રાપ્ત થઈ મનના મનોરથ સૌ ફળ્યા; લક્ષમી મળી સખસાધનો આવી મળ્યા સૌ સામટા. તોય સાધે ધર્મને ! શાને કરે છે વાયદા ? ૧ જે ધર્મયોગે લાડૉ વાડૉ ગાડી લીલાલ્હેર છે, તે ધર્મને વિસરી જવો એ નકકી કાળો કેર છે; છે વિશ્વમાં પણ લુણહરામી કાજ કપરા કાયદા, ઉપકારી કેરી સાધનામાં વ્યર્થશાને વાયદા ? ૨ ક્ષમક્ષણ ઘટે આયુષ્ય ભમતો કાળ શિરપર સર્વદા, ! હું હું” અને “મારૂં બધું, ત્યાં ભાન ભૂલ્યો સર્વથા; ધન ધાન્ય સુતને સુંદરી પરિવાર દેહ અલાયદા, આખર શરણ છે ધર્મનું, યા વાયદામાં ફાયદા ? ૩ ચૂક્યો જીવન તો, વાત ચડશે વાયદાના ચોપડે, નર દેહ પણ દુર્લભ ઘણો તો સર્વ ક્યાંથી સાંપડે ? જે જે મળ્યું તસ સદુપયોગ સાધી લેને ફાયદા, વાતે બનીને વાયડો શિદ વ્યર્થ કરતો વાયદા ? ૪ સાધન થતું ના ધર્મનું એ જીવન એળે જાય છે, આયુષ્ય-શુભ ઓછું થઈને અશુભનું બંધાય છે; સ્વર્ગોદિ સદ્ગતિ સાચવી દે સિદ્ધિ શાશ્વત્ સુખપ્રદા, તે ધર્મની આરાધનામાં પૂર્ણ કરશે વાયદા ! ૫ ચોમેર હોળી સળગતી ચારે ગતિના ચોકમાં, મરણ જન્મ જરા વિડંબન પોક થોકે થોકમાં; બચવું ચહેતો ધર્મ કર, કપરા કરમના કાયદા, આનંદ-સાગર-ધર્મ-સાધનમાં ઘટેના વાયદા !!! ૬ ”
ભીખાભાઈ છગનલાલ શાહ.
《《《《《《《《《《《《《《《《《《《《《《《《《《《