________________
(શાસ્ત્ર સંમત દીક્ષામાં પણ અપાયલા ભોગ)
સમાજના સંરક્ષણની વાહિયાત વાતો કરનારા, અંદરથી સમાજને સડાવવાની અનેકાઅનેક કાર્યની પ્રવૃત્તિ રાખવાળા, મોઢેથી દીક્ષાની હિસૈષિતા જણાવતા અને દીક્ષાના કટ્ટર દુશ્મનો અભયકુમારની દીક્ષાને આજના સમયમાં કઈ રીતિયે ચિતરે તે વિચારવા જેવું છે !! કારણ કે વિશ્વવંદ્ય વિભુવીરના વિસ્તાર પામેલા શાસનમાં અદ્યાપિ પર્યત એક પણ માની લીધેલ અનિર્વચનીય નાશવંત નુકસાનવાળી દીક્ષા ચારે બુદ્ધિના નિધાન સમ્યકત્વદાતા અભયકુમારના જેવી હજુ સુધી થઈ નથી !!
જે દીક્ષાના થયા પછી દેશના કરોડો મનુષ્ય માર્યા ગયા, જે દીક્ષાથી અઢારગણ રાજા અને રાજ્યો રણાંગણમાં રગદોળાઈ ગયા, જે દીક્ષાથી સમ્યકત્વ શિરોમણી વ્રતધારી ચતુર ચેડા મહારાજાનું હદય ચીરાઈ ગયું અને તે વાવમાં પડીને મરી ગયા, જે દીક્ષાથી રથમુશલ અને મહાશીલા કંટક સરખા યુદ્ધો શાસ્ત્રમાં પ્રસિદ્ધિને પામ્યાં, આ બધા વિનાશના વાયરાના કારણની જડ અભયકુમારની દીક્ષા; છતાં એ કલ્યાણકારી દીક્ષાની અટકાયત કરનારા ભગવાન વિર કે બુદ્ધિનિધાન અભયકુમાર થયા નહીં, તેમજ ભગવાન ગૌતમાદિ ગણધરો પણ ન થયા, આજના ધર્મધ્વંસક અને દીક્ષાના દુશ્મનો જો તે વખતે હાજર હોત તો કીડીઓના દરની જેમ તે સમયમાં પણ જરૂર ઉભરાત છે!
વર્તમાન સમયમાં દીક્ષાની અટકાયત કરનારાઓના હાથમાં દીક્ષા માટે સત્તા અને સલાહનું મળવું વાંદરાના હાથમાં દારૂ ને તલવાર મળવા જેવું છે.
ના કહેવામાં જેને લેશભર નુકશાન જવાનું નથી, ભાવિ નુકશાનની માલમ નથી તેવાઓની હા અગર ના પર દોડધામ કરનારા મૂર્ખ શિરોમણી છે, બલ્ક તેવાઓની જૈન શાસનમાં ફુટી કોડીની પણ કિંમત નથી.
એક દીક્ષાની પાછળ આટલું વિપત્તિનું વિષમ વાદળ તૂટી પડશે, અગર વર્તમાનમાં વિષમ વાયરા વાશે એવું જાણીને વિપત્તિઓના વારિધિની દરકાર કર્યા વગર પ્રભુ મહાવીર દેવે અભયકુમારને દીક્ષા આપી છે, તો પછી ભયંકર બનાવો બનશે અગર ભયંકર બનાવો નહીં બને બલ્લે તે વાતની અમને માલમ નથી તો પછી અનેક આફતો ભવિષ્યમાં આવી પડશે, તે સંભવ માત્રથી માની દીક્ષામાં સબુરી કરવી તે દીક્ષાની શ્રેયસ્કરતા અને કલ્યાણ હેતુતાની માન્યતાથી દૂર રહેલાને જ ઘટે.