________________
છhક મશહૂર ઝવેરી છે. છhઝ રત્નાકર શબ્દ સાંભળીને રત્નના અર્થીઓ સમુદ્રની સપાટી પર હેલ કરવા નીકળે, ચોવીશ કલાક ફરે, અને સમુદ્ર તરફ ધારી ધારીને એકીટસે જોયા કરે છતાં રત્નનો અથી અમૂલ્ય રત્નો પ્રાપ્ત કરી શકતો નથી તેવીજ રીતે અનંત અપૂર્વ રત્નોથી ભરપુર એવું દુર્લભ આ માનવ-જીવન છે એ શબ્દ શ્રવણ માત્રથી શરીર સુશ્રુષામાં પડેલાઓ, જીવન નિર્વાહના સાધનમાં જીવન શ્રેય માનવાવાળાઓ, ચોવીશે કલાક સારીયે જિંદગીમાં કાયા, કુટુંબ, કામિની, કંચન અને કીર્તિની પાછળ કારમી કાર્યવાહી કરનારાઓ, સૃષ્ટિમાં કહેબાજના અણઘટતા ઇલ્કાબોથી મશહૂર બનેલાઓ શરીર તરફ, શરીરની પાંચ ઇદ્રીયો તરફ, શરીરના કરોડો રૂવાંટા તરફ બલ્ક શરીરની સારીયે રચનાનું નિરીક્ષણ નિરંતર કરે છતાં એ અદૃશ્ય અરૂપી અનંત રત્નોથી ભરપુર અનુપમ નિધાન પામતા નથી, પામ્યા નથી અને પામશે પણ નહીં જ.
એ પ્રાપ્તિ માટે તો જેમ સમુદ્રમાંથી રત્ન પ્રાપ્ત કરનારાઓ હજારો માઈલ ઉંડાણમાં જવાનું પસંદ કરે, ઝેરી જાનવરના ઝપાટામાંથી બચી જવાની ઝંખનાઓ કરે, મોતના પંજામાંથી પસાર થવા માટે શ્વાસ રૂંધન, અને વધુ પાણી પીવાઈ ન જવા, તેવી અનેક જીવલેણ ક્રિયાઓ કળા કૌશલ્યતા પૂર્વક પૂરી કરે, પરિણામે નાશવંત પથ્થર માટે પ્રાણ પાથરવાની તૈયારીઓ કરે, અરબસ્તાન વિગેરે દરિયાઈ સ્થાન પર ધન-માલ મિલકત આપીને પણ તે રત્નોની પ્રાપ્તિ માટે અનેકના જીવને જોખમમાં મુકાય તેવી કારમી ક્રિયાઓ કરે અને કરાવે છેલ્લે એ કારમી ક્રિયાઓ કરનારા અને કારમી ક્રિયાઓ કરાવનારાઓ પ્રત્યે કોટિશઃ ધન્યવાદ વરસાદ વરસાવે તેવાઓ આજે અવિનાશી અમુલ્ય અનુપમ રત્નોની પ્રાપ્તિ ત પાછળ થતી કલ્યાણકારી કાર્યવાહી માટે કારમો કોલાહલ કેમ મચાવે છે ? વિશ્વમાં વિશિષ્ટ વાત્સલ્યતા ભાવ સીંચવામાં અદ્વિતીય હેતુભૂત સુધાસ્ત્રાવી ચંદ્રકાન્ત સમ ચારિત્ર રત્નની પાછળ પાપમય પ્રચંડ પોકારની પડઘમ કેમ બજાવે છે? વર્તમાન પત્રોદ્વારા ખોટા અહેવાલો જગત સમક્ષ પ્રગટ કરીકરાવી જનતાના જીવનને વિષમય બનાવવાનું સાહસ કેમ ખેડે છે ? પાઠશાળામાં પોષાતા, કોલેજમાં કેળવાતા અને સ્કૂલોમાં શિક્ષણ સંપાદન કરતા વિદ્યાર્થીઓ વિદ્યા બદલે વિષ પ્રાપ્ત કરી પરમપદ પ્રાપિ તના પૂનિત માર્ગથી પરામુખ થાય છે છતાં મુંગે મોઢે કેમ સહન કરે છે? વિગેરે વિગેરે અનેકાનેક વિચારણીય પ્રસંગનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે સહેજે સમજાય તેમ છે કે પથ્થર અને ઝવેરાત પારખનાર ઝવેરીઓ વસુધા પર વિરલા જ છે !!!
દુનિયાનું નાશવંત ઝવેરાત જોવું, જાણવું અને જાણ્યા પછી મેળવવું જેટલું મુશ્કેલ છે તેના કરતાં કંઈક ગુણે અવિનાશી ઝવેરાત જોવું, જાણવું અને પ્રાપ્ત કરવું તે અત્યુત્કટ મુશ્કેલ છે. ધૃતનો અથી દૂધનું દહીં, દહીંનું માખણ, અને માખણનું ઘી કરવામાં લેશભર કમી ન રાખે, રત્નનો અર્થ દરિયાને ડોળવાનું, પાણીમાં ડૂબકીઓ મારવાનું, શ્વાસનું રૂંધન કરવાનું, ઝેરી જાનવરોથી ભાગતા ફરવાનું અને પોતાની સર્વ શક્તિનો વ્યય કરીને પણ નાશવંત રત્ન મેળવવાનું કાર્ય કરે, તેવી રીતે અવિનાશી રત્નનો અર્થ કણના ક્રોડો ઢગલા સડી જાય, ક્રોડોના પરિવારવાળું બહોળું કુટુંબ કકળી ઊઠે, કંચનના કોડો કોઠાર પડ્યા રહે, કોડો કામિનીઓ કરૂણ રૂદન કરે અને કીર્તિના ક્રોડો કોટડાના કણીએ કણીયા જમીન દોસ્ત થઈ જાય તો પણ તે યેનકેન પ્રકારેણ અવિનાશી રત્નો મેળવી અખંડ અવ્યાબાધ સુખ સંપાદન કરી અવિચ્છિન્ન પ્રભાવશાળી શાસનમાં ઝળહળતા શાસન ઝવેરીના બિરૂદને ધારણ કરી દેશોદેશ વિહરી, પૃથ્વીતળને પાવન કરે છે.
ચંદ્રસા.