SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્રની સાધના !!!) (લેખક-રા. ચુનીલાલ. છાવણીવાળા.) સંસારના સાણસામાંથી સદંતર છૂટવું હોય તો શ્રી સિદ્ધચક્રની સાધના કરો ! સંસારરૂપીશૂળીમાં વારંવાર વિંધાવાની વિષમ વેદનાથી વિમુકત થવું હોય તો શ્રી સિદ્ધચક્રની સાધના કરવામાં થતા પ્રમાદને પરિહરો ! સંસારરૂપી ભયંકર દાવાનળથી ઉગરવાનો આરો (શરણ) એકજ શ્રી સિદ્ધચક્રની સાધના છે. સર્વાંગસુંદર સિદ્ધિસંપ્રાપ્તિ કરવાનું સર્વોત્કૃષ્ટ સાધન શ્રી સિદ્ધચક્રની સાધના જ છે. શ્રી સિદ્ધચક્રની સાધના વક્રગતિથી બચાવી જીવ માટે શિવ (સિદ્ધિ)પુનઃ ગવનાર્થે નિષ્કટક સીધી સડક સંયોજે છે; માર્ગમાં વિશ્રામ (સદ્ગતિ), તત્ર જોઇ તો સરંજામ(અનુકુલ સામ્રગી)આદિની સારસંભાળપણ એજ રાખે છે અર્થાત શ્રી સિદ્ધચક્રનો સાધક સંસારમાં પણ ઈહલૌકિક કલેશને લેશ પણ અનુભવ્યા વિના તે સુખની વાનગી ચાખે છે કે જે શાશ્વત સખનો છેલ્લે પોતે અધિકારી (ભોકતા) બને છે. સુખનો વીમો ઉતરાવવા જગતમાં સદ્ધરમાં સદ્ધર સ્થળએક જ શ્રી સિદ્ધચક્રજ છે!લવાજમ માત્ર અઅલિત સાધના જ છે! રાગદ્વેષને દફે (નિર્મળ) કરનાર, ચાર ગતિના ચકકરનો ચૂરો કરનારા, ભવશ્રૃંખલાને શીર્ણવિશીર્ણ કરનાર શ્રી સિદ્ધચક્રની સાધનામાં ક્ષણની પણ અલના સંતવ્ય નથીઃ યતઃક્ષણ લાખેણી જાય. કહે છે કે અખતરાઓનો આ જમાનો છે; ભલા ભાઈ! અનાદિકાલથી અખતરાઓ તો ચાલુ જ છે ને ! અનંત અખતરાઓ(દરેક)અનંતવાર કરવા છતાં અંત આવ્યો?ચાલુ અથડામણી એ અખતરાઓને જ આભારી છે.એ અખતરા કે ખતરા? એક વાર શ્રી સિદ્ધચક્રની સાધનાનો અખતરો કરી તો જો ! શ્રી સિદ્ધચક્રની સાધનામાં સમર્પાયેલો સમયજ સફળ છે; નાણું અને નારીના નાટકમાં નિર્ગમન થતું જીવન સ્નેહ અને સગાઇઓના સંબંધ સંકડો,સહસ્ત્ર, સુમારવિનાના, કહો કે સંખ્યાતીત સાંધ્યાપણસારમાંશું? (શૂન્ય) માત્રશૂન્ય જ નહીં પણ સંખ્યાતીત સંકટ કંટકોની કાયમની કદર્થના!એકવાર શ્રી સિદ્ધચક્રથી સ્નેહ સાંધી તો જો! વિંદ્યાઓ, મંત્રો વિગેરે ઘણા સાધ્યા, ‘માથા સાટે માલ” એમ માની ભૂતાવલનો ભય હોરી શ્મશાનમાં જઈને સાધ્યા પણ સાધ્યું શું? સ્મશાનની રાખ ? સંસારમાં સાધવા યોગ્ય શ્રી સિદ્ધચક્ર જ છે. એમાં માથું મેલવાની મૂર્ખાઇ નથી પણ શિર શરીર વિગેરે સર્વ સલામત રહેવા સાથે માલ મળે છે; મેળવવાનું મન થાય છે? તો કર સાધના!! દામ પાછળદીવાનો થયો, રમા અનેરામાબને પાછળરધવાયો થયો, પૌદ્ગણિક પદાર્થો માત્ર પાછળ પાગલ થયો, વિષયો માટે વિહલ થયો, મહદાશ્ચર્ય તો એ કે આ તમામ ને પ્રગતિના પ્રયત્નો માન્ય !પ્રગતિ પ્રગટી? પીલવાનાં પ્રત્યક્ષ પરિણામ છતાંય તેમાં પ્રગતિની માન્યતા એ જ પાગલપણાની પરકાષ્ઠા? પ્રગતિજ પ્રાપ્ત કરવી હોય તો પ્રાતઃ સ્મરણીય પરમેષ્ઠી પંચકને પ્રેમથી (અવંચક ભાવે)પૂજ, જેમાં શ્રી પરમેષ્ઠિ પંચક તથા દર્શનાદિ ચતુષ્ટ વિરાજમાન છે એવા શ્રી સિદ્ધચક્રની સાધના કર! સાંચુ સ્વરાજય શ્રી સિદ્ધચક્રની સાધનામાંજ છે. સુપુ િવના!અસાર સંસારમાં સારભુત એકજ શ્રી સિદ્ધચક્રની સાધના છે!મળેલી સામગ્રીઓની સફલતા એમાં જ છે! નવપદજીની નિત્ય આરાધના એ જ શ્રી સિદ્ધચક્રની સાધના છે, એમાં જ તત્ત્વત્રયીની ઉપાસના છે. પાંચ પરમેષ્ઠી સર્વવિરતિધર છે. સર્વવિરતિનાં સત્કાર સન્માન એ શ્રી સિદ્ધચક્રની સાધના છે, સર્વવિરતિની ઉપેક્ષા, વિરોધ વિગેરે શ્રી સિદ્ધચક્રની વિરાધના છે. - આનંદને અનુભવવો છે?સ્વરૂપાનંદસાગરમાં ઝીલવું છે?ભયંકરભવાટવીના પરિભ્રમણને ટાળવું છે?તો સોવાતની એક વાત કે એકાંતસ્વ-પર કલ્યાણપ્રદ,શાશ્વપદપ્રદાયકશ્રી સિદ્ધચક્રની સાધનામાં ઓતપ્રોત થવું!!!
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy