________________
૨૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩
સમાલોચના.
(નોંધઃ-દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, આક્ષેપો અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે છે.) ૧. શાસન કે સાધુનો પ્રત્યેનીક હોય તેના પણ મરણને અનુમોદવું તે સાવદ્ય (પાપ) વચન
છે એવો ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન ૧ અધ્યયન અને દશવૈકાલિકા અધ્યયન ૭ ની
અંદર છે. ૨. દશવૈકાલિકનો ઉદ્ધાર વિકાલે થયો છે એમાં વિકાલનો અર્થ અકાલવેળા કરનારાઓએ
સમજવું કે ત્રીજી પોરસી પૂરી થતાંના વખતનું નામ વિકાસ છે. ૩. સામાયિકના અનુક્રમે અનુયોગ કરવાનો અનિદ્દેશ છે. ભગવાન શય્યભવે ઉદ્ધાર કરતાં
દશવૈકાલિકના ઉદ્ધારની પહેલાં સામાયિકાદિની વ્યાખ્યા કરી હતી ને પછી ઉચયું એમ * કહેવું તે અજ્ઞાન ગણાય. (ચિત્રમય.) ૪. મૂઢસહિય પચ્ચખ્ખાણ નવકાર ગણીને પારવાની જરૂર ખરી જ. ૫. લુખી નવી કરનારે લીલોતરી શાક, સુકો મેવો વાપરવાં ઠીક નહીં, અજમો, ધાણાજીરું,
મરી, તજ, લવિંગ ઇત્યાદિ કોઈક સ્થળે વપરાય છે. ૬. પ્રતિક્રમણ પૂરું થયા પછી સામાયિક પારવાના આદેશની જેમ સામાયિક લેવાનો આદેશ
માગી સામાયિક લેવાય. ૭. દૂધ બે વખત ઉકાળીને પીવામાં તેમાં ઓછીવત્તી વસ્તુ નખાતી હોય તો તે ચૌદ નિયમને
અંગે જૂદા દ્રવ્ય ગણાય.
*
*
*