________________
૨૩૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩
સુધા-સાગર ૪ (નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી ૪ - આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દશનામાંથી કેટલાક ઉદ્ભૂત કરેલ સુધા સમાન આ જે વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. જે
સંગ્રાહક ચંદ્રસાગર)
૨૯૧ દીક્ષાના પ્રસંગને યેનકેન પ્રકારેણ વિરૂદ્ધપણે ચિતરનારાઓ જો એને બારીકાઈથી તપાસે તો એ
વિરોધીના હૃદયમાંથી પણ વિરોધ વિસર્જન થાય છે એ જ દીક્ષાની મહત્તા છે. જો કે તેઓ પદ્ધતિની કલ્પેલી અયોગ્યતાનો આરોપ વસ્તુમાં કહી વસ્તુને અયોગ્ય માનવા લલચાય છે પણ ખરેખર
તેઓ હિમાલય જેવી મોટી ભૂલ કરે છે. ૨૯૨ અગ્નિમાં પતંગિયાની જેમ સંસાર દાવાનલમાં વિષયાંધોની દશા દયાજનક છે. ૨૯૩ વિષયમાં અંધ બનેલા પામર સ્ત્રીમાં પણ અસાધારણ રાગી બને છે. મહાસતી પતિભક્તિ પરાયણ
વિદુષી મૃગાવતી પર મમત્વ રાખનાર ચંડપ્રદ્યોત રાજા અપકીર્તિના અગ્નિમાં હોમાઈ ગયો એ
શું સ્ત્રી સંબંધી સ્નેહરાગની પરાકાષ્ઠા નથી ? ૨૯૪ અન્યાયમાં અંધ બનેલા આત્માઓને નહીં આદરવા જેવું કશું હોતું જ નથી ! ૨૯૫ ધર્મ, ધર્મ અને ધર્મસાધનો પર ભયંકર આક્રમણ લાવનારા અને અનેકાનેક જુલ્મી દુષ્પવૃત્તિઓ
સેવનારાઓ કર્મની કારમી ભાવિ કાર્યવાહીથી તદ્દન બેદરકાર હોય છે. ૨૯૬ ગુન્હાના બચાવ માટે અજ્ઞાનને આજની દુનિયા પણ અંગીકાર કરતી નથી. ૨૯૭ જડ પદાર્થોની જંજીરોમાં જકડાયેલાઓ મહા મિથ્યાત્વમાં મૂચ્છિત બની, અનેકનાં આત્મકલ્યાણને
રૂંધવા મથે છે બલ્ક આજે જગતમાં જબરો શોરબકોર તેઓ જ મચાવે છે. ૨૯૮ અર્થકામની કાર્યવાહીમાં મસ્ત બનેલાઓ પાસે વૈરાગ્યવાન આત્માઓના વૈરાગ્યની કિંમત કરાવવી
છે તે દેવાળિયા પાસે શાહુકારની કિંમત કરાવવા જેવું છે. ૨૯૯ આજના કહેવાતા ધર્મી અજ્ઞાન, કદાગ્રહ કે દૃષ્ટિરાગથી ધોળે દહાડે ધાડ પાડનારા ધાડ પાડુઓની
પેઠે ધર્મવૃક્ષના મૂળમાં કુઠારાઘાત કરે છે; કારણ કે ધર્મને ધર્મ તરીકે પીછાણ્યો કે લીધો નથી.