SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ શ્રી સિદ્ધચક્ર તા. ૨૪-૨-૩૩ એવા પ્રકારના નિર્ણયવાળા શ્રી ગૌતમસ્વામીએ ભગવાનના મુખથી સમાધાન સાંભળી શંકા દૂર કરી. અર્થાત્ સોનું ચાંદી ખરીદનારા ચોક્સી બન્યા પછી જ કંઈ સોનું ચાંદી ખરીદતા નથી. હીરા, પન્ના, માણેક આદિ અમૂલ્ય ઝવેરાત ખરીદનારા પણ ઝવેરી બન્યા પછી જ તે ઝવેરાત ખરીદે છે એમ નથી પણ જગજાહેર ઝવેરાત પરીક્ષક ઝવેરીના વિશ્વાસ અનુસાર આજે લેવડદેવડનું કામકાજ ધમધોકાર કરે છે, તેવી રીતે અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞપણાનો ડોળ કરનાર શ્રી ગૌતમસ્વામી સંશય નાશ પામ્યા પછી, પોતાના અમૂર્તસંશયજ્ઞાનથી શ્રી વીરને સર્વજ્ઞ તરીકે કબૂલ કરે તેમાં નવાઈ જેવું નથી. પ્રશ્ન ૨૮૫- તામલીતાપસે રસ (છ વિગય) વગરની કરેલી તપશ્ચર્યાને આયંબીલમાં ગણાય કે નહીં? સમાધાન- ના ! મહાનુભાવ ! ફક્ત વિગઈ વગરનો લુખ્ખો આહાર માત્ર તે આચામામ્સ નથી પણ નિરસ આહારની સાથે જીવાદિકની વિરાધનાનો પણ અભાવ હોવો જોઈએ જો એમ નહીં માનીએ તો લુખ્ખું અનાજ ખાવાપીવાવાળા જગતના કંઈ જીવોને આચામામ્સના તપસ્વીઓ ગણવા પડે ! પ્રશ્ન ૨૮૬- શાસ્ત્રમાં લવસત્તમ દેવને સાતલવ આયુષ્ય બાકી અને સાથે છઠ્ઠ તપ બાકી જણાવે છે એનું રહસ્ય શું ? સમાધાન- જેવી રીતે તેવા પુરુષને સાતલવ પ્રમાણ આયુષ્યનાં દળિયાં હોય અને જેટલાં કર્મક્ષપાવે તેવી રીતે તેટલાં કર્મની નિર્જરા કરવા માટે છઠ્ઠ તપ જેટલું બાકી રહે છે અર્થાત્ આયુષ્ય ઓછું હોવાથી તે શું કરે એમ એકલું નહીં પણ નિર્જરી કરાવી આપે તેવો છઠ્ઠનો સંયોગ હોય તો ઠીક તેથી છઠ્ઠનું વિધાન છે. પ્રશ્ન ૨૮૭- બૌદ્ધ દર્શનમાં ગોશાળાની વાત આવે છે તેવી દિગંબરમાં સામાન્યતઃ પણ નથી તેનું કારણ શું ? સમાધાન- દિગંબરોએ ઉપકરણને અધિકરણ માનવાના આગ્રહમાં જઈ બધા આગમોનો વિચ્છેદ માની લીધો અને માત્ર અચાન્ય આચાર્યે કરેલા ગ્રંથો માની લીધા અને તેથી જે ગોશાળાની હકીકત જૈનશાસનની માફક જ ગોશાળાની અધમસ્થિતિને દેખાડનાર બોદ્ધોમાં પણ સામાન્ઝ ફલસુજ્ઞઆદિમાં હોવાથી સત્ય હોવા છતાં દિગંબરો અસલનાં સૂત્રોને ન માનનારા હોવાથી ન માને તેમાં આશ્ચર્ય શું ? પ્રશ્ન ૨૮૮- સમવસરણ પ્રભુ માટે દેવો બનાવે છે તો એવી વિરાધનામાં બેસીને અનુમતિ કેમ આપે છે? સમાધાન- પ્રથમ સકષાયવાળાને અનુમતિ દોષ લાગે અને પાપ બંધાય તેમ શ્રી કેવળીને ક્ષણકષાય હોવાથી દોષ કે પાપ લાગે કેમ? ખરી રીતે તો લોકોને ધર્મના પ્રતિબોધ આદિને માટે ધર્મભૂમિરૂપ સમવસરણમાં દેવો દ્વારા થતી હિંસામાં ભગવાન કોઈપણ પ્રકારે દોષપાત્ર નથી. અને તેથી સુશ્રાવિકા રેવતીએ કરેલ આધાકર્મી એવા પાકને લેવાની ના કહી શુદ્ધપાક મંગાવનાર ભગવાને પણ સમવસરણનો નિષેધ ન કરતાં અનુસેવન ક્યું. આ ઉપરથી હિંસાના નામે શ્રીજિનપૂજાને છોડાવનારાઓએ વિચારીને સન્માર્ગ આદરવા જેવું છે. - - - ૪
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy