________________
સિદ્ધચક્ર.
(પાક્ષિક)
ઉદેશ
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ - આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાસ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
दुष्कर्मसानुभिद्वज्रं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ - દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૧૦ મો
મુંબઈ, તા. ૨૪-૨-૩૩, શુક્રવાર.'
મહા-વદ-0)) •
વિર સંવત્ ૨૪૫૯
વિક્રમ ,, ૧૯૮૯
જૈનો અને ત્યાગ !
| ગની સર્વોપરિ શ્રેષ્ઠતા સ્વભાવતઃ સિદ્ધ છે, પ્રસિદ્ધ છે, જગતભરમાં મચી રહેલા ના કલહમાં કારણભૂત ત્યાગનો અભાવ, માટે રાગદ્વેષનો સદ્ભાવ છે. ચિત્ર વિચિત્ર
વ દુઃખના અંબાર એ વિવિધ પ્રકારનાં રાગદ્વેષનાં સંભારણાં છે. જ્યાં રાગ ત્યાં ભય G જ નિશ્ચિત છે. ભર્તૃહરિને અનુભવને અંતે કબુલ કરવું પડ્યું કે વૈરાગ્યમેવાભયમ્ વસ્તુતઃ પ્રાણીમાત્રને માટે ત્યાગ એ વિધિના લેખની જેમ લલાટે લખાયેલો જ છે, પણ ત્યાગ ત્યાગમાંયે ફરક છે ને ! બલિહારી પ્રતિજ્ઞાથી સ્વીકારાયેલા - સહર્ષ અંગીકાર કરાયેલા ત્યાગની છે. મરણ કે વિયોગથી થતો ફરજિયાત ત્યાગ એ ત્યાગ નથી કેમ કે ત્યાંથી દુઃખના મૂળ કારણભૂત રાગ ખસ્યો