________________
સિદ્ધચક્ર. (પાક્ષિક)
ઉદેશ
વાર્ષિક લવાજમ રૂા. ર-૦-૦
છુટક નકલ રૂા. ૧-૧-૬ - આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”.
પ્રથમ વર્ષ અંક ૯ મો
મુંબઈ, તા. ૧૦-૨-૩૩, શુક્રવાર.
મહા-સુદ-૧૫.
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
અમોઘ – આરાધના !
ચાલુ ચૈત્ર માસની ઓળીમાં શ્રીનવપદ આરાધના શ્રી તળાજા તીર્થે ! . આ ન દર્શન અને નવપદજી એ બન્ને અભિન્ન છે. જૈન સમાજનું નાનામાં નાનું બાળક છે પણ નવપદજીથી અને તેની આચામામ્ય તપ દ્વારા થતી આરાધનાથી અજ્ઞાત નથી;
મી શાશ્વત્ સુખના અભિલાષીઓએ મોક્ષની સાધના કરવી જોઈએ. કેમકે મોક્ષ વિના હર જગતભરમાં કોઈપણ સ્થાને શાશ્વત્પણું તેમજ વાસ્તવિક સુખ નથી. સંવર એ મોક્ષનું કારણ છે જ્યારે આશ્રવ એ સંસારનું કારણ છે. મોક્ષતત્ત્વની માન્યતા વિના જીવાદિ આઠ તત્ત્વને માનવા છતાંયે અવિનો સંસાર કાયમ રહે છે. તે મોક્ષતત્ત્વની જીવને સંપ્રાપ્તિ કરાવનાર સંવર અને નિર્જરા એ એ જ તત્ત્વ છે. પરમ ઉપકારી શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં આશ્રવથી છોડાવી આત્માને