SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાનુક્રમ અમોઘ આરાધના ! ! ........... પાનું-૧૯૩ આગમોદ્ધારક અમોઘ દેશના .................... પાનું-૧૯૮ સાગર સમાધાન ................................. પાનું-૨૦૬ સુધા-સાગર પાનું-૨૧૪ સમાલોચના ... ....... પાનું-૨૧૬ શ્રી વર્ધમાન-તપ-મહિમા | હરિગીત. સંસાર મર્યાદિત થયો દર્શન મળ્યાથી માનીએ, ને જ્ઞાનથી તો હેય, ઉપાદેય, શેય પિછાણીએ; ચારિત્ર રોકે કર્મને કરી બંધ દરવાજા બધા, સંચિત કર્મો બાળવા સામર્થ્ય છે તપ એકમાં. ૧ તીર્થકરી દીક્ષિત થતાં છે રત્નત્રય ઉત્કૃષ્ટ જ્યાં, ત્યાં જ્ઞાન ચોથું પ્રગટતું પણ મુખ્ય કેવળજ્ઞાન ક્યાં? વર્ષો સુધી તપના તડાકાના ધડકાઓ કરે, ત્યારે જ કેવલજ્ઞાન પ્રગટે, પછી મુક્તિ રમા વરે.૨ તપના પ્રકારો છે ઘણા પણ વર્ધમાન પ્રસિદ્ધ છે, આચામામ્સ ક્રમસર વૃદ્ધિ તપથી સાધ્ય હેજે સિદ્ધ છે; આહાર વાપરતાં અણાહારી થવાની સાધના, આશ્ચર્યમય શ્રી વર્ધમાન આચામામ્લ તપ આરાધના.૩ નિજપૂર્વભવમાં પાંડવોએ પરમ એ તપ આદર્યો, જેના પ્રતાપે શુદ્ધ થઇને મોક્ષ કિલ્લો સર કર્યો; મહાસેન કૃષ્ણા રાણી શ્રી શ્રેણિકની, શ્રી ચંદ્રના, મહિમા-પ્રદર્શક, સાધકોનાં, શાસ-દ્રષ્ટાંતો ઘણા. ૪ આગળ વધો, આગળ વધો', એ સૂત્ર સાચું સાધવા, ઉત્તમ જીવન આરાધ્યને હેલાઈથી આરાધવા; રસ-વૃદ્ધિ-જડ શોષક, અનુપમ, ધર્મ પોષક તપ કરો, શ્રી વર્ધમાન આચામામ્લતપવિધિ યુક્ત ભાવે આદર.૫ વૃદ્ધિ થતાં તપની અહો ! સઘળા વિકારો નાસતા ! જીવન પરિવર્તન થતાં ચિહ્નો નવીન ત્યાં ભાસતા ! ક્રમસર પ્રગટતાં સ્વરૂપ આત્માનું સદા આનંદ છે ! આનંદસાગર સિદ્ધિમાં આનંદ પરમાનંદ છે !!! ૬ ભીખાભાઈ છગનલાલ શાહ. જે 令令令令令令令令令令令令令令令令令令令令令令令令令令令。
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy