________________
૧૭૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ જેઓને કાંઈ કરવું જ નથી તેઓને તો તમામ વાત ઊલટી જ પડવાની !!
શાસ્ત્રીય નામ કે સમ્યકત્વ પામ્યા પછી નવપલ્યોપમની સ્થિતિ તોડે તો દેશવિરતિ પામે, તેમાંથી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તોડે તો સર્વવિરતિ પામે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તોડે તો ઉપશમશ્રેણિ પામે, અને તેમાંથી પણ જ્યારે સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તોડે ત્યારે જ ક્ષપકશ્રેણિ પામે; હવે કેટલાક દર્દી એવા હોય છે કે જેને ઊનું (ખાવામાં) આવે તો લોહી પડે અને ટાઢું ખાવામાં આવે તો વાયુ થાય છે. તેવી રીતે જેઓને કાંઈ કરવું જ નથી તેઓને બધું ઉલટું જ પડે છે. સમ્યકત્વમાં પણ રોજ પૂજાદિ કરવાં પાલવતાં નથી, દેશવિરતિમાં વ્રતપાલનાદિ કઠીન પડે છે, પછી સર્વવિરતિની તો વાત જ શી કરવી ? વળી, સર્વવિરતિની વાત આવે ત્યાં વળી કહી દે છે કે સંખ્યાતા સાગરોપમ સુધી દેશવિરતિ વિના સર્વવિરતિ સંભવે શી રીતે ? આવી વિરોધી કલ્પનાઓથી છેતરવાનું નથી. સર્વવિરતિ લેનારે સંખ્યાતા સાગરોપમ જેટલો કાલ દેશવિરતિ પાળવી જ જોઈએ એવો નિયમ નથી. ધ્યાન રાખજો કે સંખ્યાતા સાગરોપમની સ્થિતિ કહી છે તે કર્મની સ્થિતિ છે, પણ કાળની (સમયની) નથી; સંખ્યાતા સાગરોપમની કર્મ સ્થિતિ તૂટતાં સાગરોપમો પણ જાય અને અંતર્મુહૂર્તમાં પણ તૂટી જાય પૂજા દેશવિરતિ વિગેરે સર્વવિરતિના કારણ ભૂત છે. શાસ્ત્રકાર જણાવે છે કે મોક્ષે ગયેલા જીવોમાં અસંખ્યાતમો ભાગ એવો છે કે જે દેશવિરતિ પામ્યો જ નથી. ચોવીસ તીર્થકરમાં, ચૌદ પૂર્વધર ગણધરોમાં કયાએ દેશવિરતિ લીધી છે ? દેશવિરતિ લીધા બાદ સર્વવિરતિ થયા હોય તેવો આમાં એક પણ નથી. મૂળ સૂત્રકાર જણાવે છે કે ચારિત્રથી પહેલાં પણ સમ્યકત્વ હોય અને સાથે પણ હોય; જ્યારે સમ્યકત્વ અને ચારિત્ર સાથે હોય ત્યારે તો દેશવિરતિ વચ્ચે હોય જ નહીં, તો પછી એમ કહી શકાય જ નહીં કે દેશવિરતિ વિના સર્વવિરતિ ન જ હોય. વળી ચારિત્રની જઘન્ય વય ગર્ભષ્ટમ જેવી એટલે જન્મથી ૬ (સવા છ) વર્ષ માનવાથી પણ દેશવિરતિ કે શ્રાદ્ધપ્રતિમા વહનનો નિયમ મનાય નહીં. જો કે બધી પ્રતિમાનો જઘન્યકાલ માત્ર અહોરાત્રથી ઓછો છે, છતાં તેનો પણ આજન્મ બ્રહ્મચારી કે તેવા વૈરાગ્યવાળા માટે નિયમ નથી, આ પ્રસંગ સંકોચિત કરી મુખ્ય વાતમાં આવીએ. દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ આમાંથી એકેય સ્વતંત્ર આરાધ્ય નથી.
| દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ધ્યેય તરીકે-ફળ તરીકે છે, એના માટે જ પાંચ પરમેષ્ઠિને નમસ્કારાદિ છે, માટે એ પરમેષ્ઠિનું આરાધન એ દર્શનાદિના કારણરૂપ છે અને દર્શનાદિ ચાર પદોની વસ્તુઓ કાર્યરૂપ છે. અને માટે જ આ પદો ભિન્ન (જુદાં) કહેવાની જરૂર પડી. હીરા, મોતી, તથા સોનાનું તોલ ખરું, પણ હીરાના તેજનો, મોતીના પાણીનો તથા સોનાની ટચનો તોલ કોઈ દિવસ જુદો ર્યો? ના ! હીરા વિગેરેની કિંમત તો તે જ, પાણી તથા ટચના આધારે અંકાય છે, છતાં તેનો તોલ જુદો હોત નથી, કારણ કે ગુણીને છોડીને ગુણ કોઈ દિવસ છૂટો રહેતો નથી. પાંચે પરમેષ્ઠિની આરાધના ગુણીની આરાધના તરીકે છે અને ગુણીથી ગુણ ભિન્ન હોતા નથી માટે એમની આરાધનામાં દર્શનાદિ ચારે ગુણની આરાધના સમાયેલી જ છે. જેમાં શિક્ષણનું બહુમાન શિક્ષિત લારાએ છે, તેમ દર્શનાદિ ચારે પદોનું બહુમાન અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ દ્વારાએ છે. એ પાંચમાંનું દરેક પદ સ્વતંત્ર