________________
૧૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ અરિહંતાદિના આલંબનથી જ છે. અર્થાત્ પાંચે પરમેષ્ઠિની આરાધનાનું ધ્યેય દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપની પ્રાપ્તિ એ ચાર જ છે, એ પાંચ પરમેષ્ઠિમાં રહેલો ત્યાગ એ જો આપણું ધ્યેય ન હોય, આપણું ધ્યેય જો ભોગાદિ દુન્યવી સાહ્યબી હોય તો આપણને એ પરમેષ્ઠિવર્ગ આરાધવા લાયક નહીં રહે ! ચક્રવર્તી વિગેરે આરાધ્ય ગણાશે ! ! કેમકે દુન્યવી ભોગવિલાસ, સુખસંપત્તિ સત્તા આદિ સાહ્યબીની પરાકાષ્ઠા ચક્રવર્તીને જ છે. અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિની સેવાદિ આરાધના ત્યાગને જ આભારી છે, તથા ત્યાગને માટે જ છે. ચૈત્યવંદનમાં છેલ્લે છેલ્લે પ્રણિધાનમાં માગણી કઈ કરો છો ? નય થીયરીંગ
જયપુર હોડમ તુમ્બમામ મથવું મનચ્ચે શું માગ્યું? ભવનિર્વેદ! ચારે ગતિરૂપ સંસારથી ઉદ્વેગ ! અર્થાત્ ભવનિર્વેદ એ શાસન મહેલની પીઠિકા છે. જો ત્યાગ ધ્યેય ન હોત તો આ માગણી ન હોત, પણ નવનિધાન, સ્ત્રીપુત્રાદિ પરિવાર, હાટહવેલી વિગેરેની માગણી હોત. “ગૌતમ નામે નવે નિધાન' આવું ગૌતમસ્વામિના છંદમાં બોલીએ છીએ, ત્યાં નવનિધાનની માગણી નથી, પણ એમના નામથી નવેનિધાન આવી મળે છે એ રીતે એમના મહિમાનું યશોગાન છે. વસ્તુસ્થિતિ વિચાર્યા વિના કોઈ ગોથું ખાય ત્યાં ઉપાય શો? ભગવાનની પાસે માંગણી પણ “ભવનિર્વેદ'ની જ કરીએ છીએ !!
ભગવાનની પાસે છેલ્લે માગણી “ભવનિર્વેદની જ કરવામાં આવી. હવે વિચારો કે ધ્યેય શું છે ? જો ચારિત્ર ધ્યેય ન હોય તો એ પ્રાર્થના કેટલી કિંમતની ? શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ તો જણાવે છે કે ચારિત્રની ઇચ્છા વગરના મનુષ્ય કરેલી ભગવાનની પૂજા પણ જિનેશ્વરની પૂજા નથી, કારણ કે જો ભગવાનની પૂજા કરનારો મનુષ્ય, પોતે પૂજા કરીને ચૌદ રાજલોકના અભયદાનના માર્ગે સંચરવા ન ઇચ્છે તો તેમાં થયેલી છકાયની વિરાધના કોના નામે (કયા ખાતે) ગણાય ? સંયમના પાલન માટે સાધુ નદી ઊતરે છે તો એ હિંસા સંયમના પાલન ખાતે જાય છે, તેવી રીતે ઉપર જણાવ્યા મુજબ પૂજાનું ધ્યેય ભવિષ્યમાં પણ ચારિત્ર હોય તો તો પૂજાને અંગે થયેલી છકાયની વિરાધના તે ખાતે જાય નહીં તો ક્યા ખાતે જાય ? શ્રી જિનેશ્વરે પોતાનાં બહુમાન માટે પૂજા પ્રવર્તાવી નથી, અને જો તેમ ન હોય તો અર્થાત્ પોતાનાં બહુમાન માટે ભગવાન જિનેશ્વરે પૂજા પ્રવર્તાવી હોય તો જિનેશ્વરપણું ટકી શકે નહીં. અખિલ વિશ્વને છકાયની રક્ષાનો ઉપદેશ આપનાર પોતાની પૂજાને અંગે
સ્વ-બહુમાનાર્થે છકાયની વિરાધનાની છૂટી રાખે તો દયાધર્મના ઉપદેશ ઉપર છીણી ફરે છે ! પણ તેમણે તે માટે (પોતાના બહુમાન માટે) પૂજા દ્વારાએ છૂટી આપી નથી. પ્રાણીમાત્ર પૂજા દ્વારાએ ત્યાગના પૂનિત પંથના પ્રવાસી થાય એ જ શ્રી જિનેશ્વર દેવનો પૂજાદિવિધિમાં ઉદેશ છે. ચારિત્રની ભાવના પૂર્વક કરવામાં આવતી પૂજા તે ભાવસ્તસ્વરૂપ ચારિત્રના કારણરૂપ હોવાથી દ્રવ્યપૂજા છે, જ્યારે બીજી પૂજા માત્ર ગણવાની દ્રવ્યપૂજા છે. આ સ્થાને હજારો વખત પૂજા કરવા છતાં અમોને ચારિત્રની પ્રાપ્તિ કેમ ન થઈ આવી એવી શંકા જરૂર થશે ! પણ વિચારો કે હજારો વખત પૂજા કર્યા છતાં જો ચારિત્રની પ્રાપ્તિ ન થઈ તો તેને ગણતરીની પૂજા કેમ ન કહેવી ? છતાં હતાશ થવાની જરૂર નથી, મકાઈ થોડા દિવસમાં બહાર આવે છે જ્યારે બાજરી, ઘઉં, કઠોળ વિગેરેને બહાર આવતાં વાર લાગે છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જેના પરિણામની પ્રસિદ્ધિ (પ્રાપ્તિ) માટે વધારે પરિશ્રમ (મહેનત) વારંવાર કરવાની અને વખતની જરૂર હોય છે.