SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૧-૩૩ મી. વર્માએ આ પ્રયત્નનો પ્રારંભ કર્યો. ગમે તેની હામ પર એ કામ ઉપાડ્યું હોય પણ ત્યાં તો જૈન જૈનેતરો તરફથી પણ તિરસ્કાર થવાથી કહોને કે પહેલે કોળીએ જ માખી આવી! પણ વર્મા કાંઈ વાર્યા રહે ? ફરીથી પાલનપુરમાં પાસો ફેંકાય છે પણ ત્યાંના નામદાર નવાબ સાહેબ તરફથી જ મનાઈ ફરમાવાય છે એટલે વર્માજીને વિરેચન થાય છે. વળી થોડો વખત થોભી પાટણ, અમદાવાદ વિગેરે સ્થળે “ફરીફરીને કરો” એ કહેવત મુજબ ફાંફાં મારે છે પણ ત્યાંયે ગડગડીયું મળે છે. આ રીતિએ વહાલા વતનથી તો હતાશ થયેલા મી. વર્મા મુંબાપુરીનું શરણ સ્વીકારે છે. વાર્તા નહીં રહેતાં હાર્યા રહેનાર મી. વર્માને એવી તે આ નાટકમાં કેવી કમાણી (અત્યાર સુધીની કમાણી માટે તો પોતાનું દિલ જ જાણતું હશે!) મળવાની સંભાવના છે કે જેથી તેની પાછળ જ મચ્યા રહેવું પડે છે ! ખરેખર ! આ ભેદી ઘટનાના ઉત્પાદકો, પાત્રો અને પડદા વિગેરે બધું જ ન્યારું છે. મી. વર્મા તથા તેમની કંપની તો ભાડૂતી એટલે નાટકમાં પણ નાટકરૂપ છે. આવાં અતિબિંઘ કાર્યોને માટે છુપી દોરી ખીંચનારાઓ, અધમતાની અવધિ આચરે છે; નીચતાની પરાકાષ્ઠાએ પહોંચેલા એ નામચીનોએ (ભલે આંગળીના વેઢે ગણાય એટલા છતાં પણ) ક્યાં સુધી પોતાની જાળ પાથરી છે એ ખાસ વિચારણીય છે. દીક્ષા જેવી શ્રેષ્ઠ વસ્તુને વગોવવામાં ઇતિ કર્તવ્યતા માનનારાઓ. તેવા પ્રયત્નોમાં સર્વત્ર કોડીની કિંમતના જ બનેલા છે અને તેવા કેટલાક કમનસીબો જ હાથારૂપ બની આવી ધાંધલો ઊભી કરે છે. “વટલેલ બ્રાહ્મણી તરકડીથીયે જાય' એ ઉક્તિની સામે પોકાર ઉઠાવનારામાંના જ આજે પોતાને માટે એ જ વાતનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે. શાશ્વત દીક્ષાની સામે પણ દલીલ વગરના દેવાળીયાઓએ મનુષ્યત્વનું લીલામ કરી દાનવી લીલા ઘણી આચારી ! “ખાડો ખોદે તે પડે' તે ન્યાયે હરવખત પરિણામ પણ તેવું જ આવે છે છતાંયે તેવાઓના જ પ્રયત્ન આવા ઉત્પાતોનું મૂળ કારણ છે. દિક્ષાની છેલ્લામાં છેલ્લી હદે અવહેલના કરાવવા માટે જ આ નાટક માટે વારંવાર પ્રયત્ન કરાવવામાં આવે છે. આપણે ઇચ્છીએ કે આવાં કાળાં કૃત્યો, તે કૃત્ય કરનારાઓની દુર્બુદ્ધિ સાથે ઘોર અંધકારમાં એવાં વિલીન થાય કે ફરી દેખાવા જ ન પામે ! શાસનપ્રેમીઓ પણ પોતાની સુષુપ્તિનો પરિત્યાગ કરી, પાખંડીઓના ભેદી પડદા ચીરીને જગતને સત્ય (નાટક નહીં) સ્વરૂપ બતાવવા સતત પ્રયત્નશીલ રહે એ જ ઈચ્છાપૂર્વક હાલ વિરમીએ છીએ.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy