________________
૧૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ દેવ, ગુરુને ધર્મ શિરસાવધ માનો સર્વદા, એની ફજેતી શું ભવૈયા ભાંડ કરશે સર્વથા ? આ સાંભળીને આંખમાંથી લોહી જો નીતરે નહીં !
સ્તનપાન માતા શ્રાવિકાનું માનશે કોઈ નહીં !!
જુદા જુદા વક્તાઓએ પોતાની દુઃખાયેલી લાગણીને સચોટ વ્યક્ત કરી શ્રોતાઓનાં હૃદયને હચમચાવી મૂક્યાં હતા. આવા નાટકોનો વિરોધ, ન્યાયાધિકારી પાસે યોગ્ય ન્યાયની માગણી, તથા આવા ધતીંગખોરોને પોતાની રંગભૂમિ આપવાની ના પાડનાર શેઠ હરગોવિંદદાસનો આભાર માનવો વિગેરે ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતા. દૈનિક વર્તમાનપત્રો વાંચનારને એ સુવિદિત હશે કે એ વાત, સુલેહ શાંતિના સંરક્ષણ ખાતર પોલીસ કમિશનર પાસે ગઈ અને તેમના કહેવા મુજબ આગેવાનોએ રીઅર્સલ જોવાનું ઠર્યું. મૂળમાં તો ધાર્મિક મંતવ્યના નાટક સામે જ વિરોધ છતાંયે વાંસ ભરેલું શું છે તે જોવા માટે રીઅર્સલ જોવાનું નિયત થયું એ પણ વિચારણીય તો ખરું જ છતાં જે બન્યું તે ! એ અને તે મુજબ આશરે પચીસ આગેવાનો રીઅર્સલ જોવા પણ ગયા. પરિણામે તે દરેક દૃષ્ટાઓએ તે નાટકને ભયંકર અપમાનજક તથા કમકમાટી ઉપજાવનારો જણાવી તેવો રીપોર્ટ મેં પોલીસ કમિશનર પાસે રજૂ પણ કર્યો છે! ફરીને યાદ આપવામાં આવે છે કે જૈનોનો ધાર્મિક નાટકો સામે જ વાંધો છે; ધાર્મિક નાટકોની સારા યા નરસા કોઈપણ રૂપમાં ભજવણી થાય તે સામે જ સખ વાંધો છે અને તે પણ આજે જ નહીં; એ તો સનાતન વાંધો છે અને તેના પુરાવામાં અમે પ્રથમ જણાવી ગયા કે તે માટે જ જૈને નાટકો લખતાં નથી. હાલ તુરત તો વર્માજી વા ખાય છે ! ધાર્મિક લાગણી ન દુઃખાવા માટે, કાયદાનો આશ્રય, તેનો લાભ લેનાર માટે સંપૂર્ણ મળી શકે છે.
પણ આ બધાનું મૂળ શું ? આ નિમિત્તિક (ભાડુતી) નાટકનું પણ મૂળ નાટક કર્યું? આ નાટક ભજવવા માટે મુંબઈમાં જ પ્રયત્ન થયો છે એમ નથી. આ જ માલિક મી. વર્મા. કંપનીના જુદા જુદા નામે બધે ભટકી આવ્યા છે, પણ ચિક્કાર હાઉસને બદલે ચિક્કાર નિરાશા તથા નિસાસા સાથે જ બધેથી પાછા ફર્યા છે. પરમેશ્વરી પ્રવ્રયા યાને ભાગવતી દીક્ષાની વિરુદ્ધ કાયમ યુદ્ધાતદ્દા પ્રજલ્પવાદ કરનાર, કલમનો કેવળ દુરુપયોગ કરનાર અને કપોલ કલ્પિત કૂટ સાહિત્ય સર્જક મી. મહાસુખભાઇ ચુનીલાલ જે ગામમાં રહે છે ત્યાં જ (વીસનગરમાં જ)