________________
૧૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩
અને મચે જ !!! જૈનો મૂળમાં નાટક, જલસા, સિનેમા, સરકસ, ભવાઈ વિગેરે પ્રેક્ષણોને જ પાપ અને તે પણ અનર્થ દંડ રૂપ માને છે તો પછી તદ્દભવ જેઓનો મોક્ષ નિશ્ચિત છે એવા શ્રી તીર્થકર દેવોએ સ્વયં સ્વીકારેલી તથા ઉપદેશેલી પરમતારક એવી ભાગવતી દીક્ષા અને તેમાંયે તેને “અયોગ્ય' વિશેષણ જોડવા પૂર્વકનું !! આવું ભયંકર નાટક ભજવવાની સ્વપ્નય અસંભવ્ય ઘટનાને આંખ સામે ખડી થયેલી જુએ ત્યારે ક્યાં જૈનને આઘાત ન થાય? કયા નામનો જૈન પણ મૌન સેવી શકે ? નાટક એ ખુદ પાપમય હલકી વસ્તુ છે. નાટકીયાઓ કેવા હોય છે તે કાંઈ જગતથી છૂપું નથી. કોઈપણ વ્યક્તિને નાટકીયા” કહી જુઓ એટલે તેને કેવી ચોટ લાગે છે તે જોવાથી નાટકીયાનું સ્વરૂપ સ્વતઃ માલૂમ પડશે. દુન્યવી દૂષણો (કુછંદો)થી ભરપુર, ચોળી ચણિયો પહેરી નર મટી નારી થનારા, મૂછ મુંડાવી ચોટલાઓ ધરાવનારા તથા ચિત્રવિચિત્ર રીતિએ અનેક જાતના રંગઢંગ કરનારા ભાંડ ભવૈયાઓ, રંગભૂમિ ઉપર, પરમ શ્રેષ્ઠ, લોકોત્તર, પ્રાતઃસ્મરણીય, તારક, અને નિરંતર પૂજ્ય એવા દેવ, ગુરુ અગર ધાર્મિક મંતવ્યોના યે પાઠ ભજવે, એમાં જૈનોએ કદી ગૌરવ તો માન્યું નથી બલ્બ આશાતના જ માની છે. અને એ જ કારણથી તો આટલાં આટલાં નાટકો લખાણાં છતાં કોઈ પણ લેખકે જૈનધર્મને લગતું નાટક લખવાનો પ્રયત્ન વટીક કર્યો નથી. કેટલાક વર્ષો અગાઉ, આજ મુમ્બાપુરીમાં નેમનાથ-રાજેમતિ'નું નાટક ભજવવાનો કેટલાક તેવા કુતૂહલિયાઓએ પ્રયત્ન કર્યો હતો. યાદવકુલભૂષણ શ્રી નેમિનાથ પ્રભુ તો જૈનોના બાવીસમા તીર્થંકર છે અને એમનું આદર્શજીવન નાટક દ્વારા જગતને બતાવવામાં તો વાંધો જ શો? પણ જૈનદર્શનને ત્યાં જ વાંધો છે. જે વસ્તુ કે વ્યક્તિ પૂજ્ય હોય તેનાં નાટક હોય જ નહીં. એમ કરવાથી પૂજ્ય પુરુષની તથા પૂજ્ય તત્ત્વની આશાતના થાય છે. તે વખતના જાગતા જૈન જોદ્ધાઓએ, એ નાટક કંપનીના માલિકના એક્ટ મનોરથના ફુરફુરચા ઉડાડી દીધા હતા. શ્રી નેમિનાથ સ્વામિનું નાટક ભજવવા તૈયાર થયેલ એ બિચારા (પામર)નું પોતાનું નાટક ભજવાયું હતું. હમણાં જ આશરે પાંચેક વર્ષ પહેલાં એક સિનેમાની ફિલ્મમાં માત્ર થોડો વખત સાધુનો વેષ આવતો હતો તેની સામે પ્રોટેસ્ટ થતાં તરત જ સિનેમા કંપનીના સમજુ માલિકે તે વાંધાભર્યા ભાગને કાતિલ શસ્ત્રથી વિદારી નાખ્યો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાને ઉપાસ્ય એવી તત્ત્વત્રીયીને, જ્યાં તરગાળાઓ નાચે છે તેવી રંગભૂમિ પર કોઈપણ રૂપમાં જોવા કે જગતને જોવરાવવા જૈનો સ્વપ્ન પણ ઇચ્છા ધરાવતા નથી. શ્રી નવપદજીના આરાધકો તેની વિરાધનાને કઈ રીતે જોઈ કે જોવરાવી શકે?
ઉપર જણાવેલ નાટકના પ્રકાશનની જાહેરાત થતાં જ શાસનને શિરસાવંદ્ય માનનારો સમાજ ખળભળ્યો ! અધિકારનું ઉલ્લંઘન કરીને પણ દીક્ષા સંબંધી યોગ્યાયોગ્યતા વિષે ડહાપણ