SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ | વિષયાનુક્રમ દીક્ષાનું નાટક કે નામચીનોની ભેદી ઘટના? ..... પાનું-૧૪૫ આગમોધ્ધારકની અમોઘ દેશના ..................... પાનું-૧૫૦ સાગર સમાધાન ..................... .......... પાનું ૧૬૦ સુધા-સાગર ............................................. પાનું-૧૬૩ પત્રકારનો ખુલાસો .................. ......... પાનું-૧૬૬ સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય પંથે સંચરો ! હરિગીત છંદ. શાસન જિનેશ્વરદેવનું પામ્યા પરમ પુણ્યોદયે, ધન માલ લાડી ગાડી વાડી સર્વ પુજ્ય શુભોદયે; નરજીવન ઉત્તમ વેડફી અણમોલ તક શીદ પરહરો! સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૧. સવિજીવ કરૂં શાસન રસી' જિનરાજ મુદ્રા લેખ છે, શાસન રસિક દલ, સૈનિકોનો એ જ ખાતર ભેખ છે; શ્રાદ્ધગણ મસ્તક ઝુકાવે માર્ગ માન્યો એ ખરો, સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૨. આજે અહો ! ચોમેરથી શાસન કદથિતું થાય છે, કંપે કલમ ! ધ્રુજે &ય કર !! જોયું કયમ એ જાય છે? ભૂતકાળ ભૂલોનો ભૂલી કટિબદ્ધ થઈ પગલાં ભરો! સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૩. શાસન અનુપમ વિશ્વને કલ્યાણકારી સર્વથા, પામ્યા છતાં સંરક્ષણે શું યોગ્ય છે આવી પ્રથા ? સદ્ભાગ્યથી સંપ્રાપ્ત શાસન સેવના સુંદર કરો ! સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૪. ભીખાભાઈ છગનલાલ શાહ. જે જે ૧ સૈનિકો=મુનિવરો, ૨ ભેખ-વેષ, ૩ ભૂલોથી ભરેલા ભૂતકાળને ભૂલી, જાગ્યા ત્યાંથી જે પ્રભાત ગણી, કટિબદ્ધ થઈ કર્તવ્ય પંથે પ્રયાણ શરૂ કરો. ૪ બેદરકારીની અથવા થીંગડાં જે » દઈ નિભાવી લેવાની રીતિ.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy