________________
૧૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ પ્રશ્ન ૧૫૮- પ્રથમ કલ્પસૂત્ર સાધુ સમક્ષ વંચાતું હતું તે પૂર્વાચાર્યે સભા સમક્ષ વાંચ્યું તો તેઓ
આરાધક કે વિરાધક? સમાધાન- શ્રી કલ્પસૂત્રની સભા સમક્ષ વાચના પૂર્વધરના વખતમાં થયેલી છે ને તે બાબત
ભગવાન ચૂર્ણકાર મહારાજના પહેલાંની હોવાથી ને તેઓશ્રી તે બાબતમાં સંમત થયા છે માટે તે સભા સમક્ષ કલ્પસૂત્રની વાચના કરનાર આચાર્ય વિરાધક નથી, પ્રતિગ્રામ શ્રીકલ્પસૂત્રનું પ્રતિપર્યુષણમાં વાચન ગ્રંથો અને આદર્શો ઉપરથી ઘણા સૈકાઓ પહેલાનું
હોય એમ જણાય છે ને તેમાં પણ વિરાધકપણું જણાતું નથી. પ્રશ્ન ૧પ૯- નગરીઓ ઉજ્જડ કરનારા રાક્ષસો તે કોણ? તેઓ મનુષ્યોનું ભક્ષણ કરી જતા હતા,
રાજકુમારાદિ વિગેરેને હણી ખાઈ જતા હતા એવાં વર્ણનો જોતાં એ પ્રશ્ન થાય છે કે રાક્ષસો જો વ્યંતર દેવ હોય તો તે કવલાહાર કરે નહીં તો મનુષ્યનું ભક્ષણ કેવી રીતે
કરે? તથા નિરૂપમ આયુષ્યવાળાનો ઘાત શી રીતે થાય ? સમાધાન- રાક્ષસદ્વીપના મનુષ્યોને રામાયણાદિમાં રાક્ષસ તરીકે ગણાવ્યા છે. તો તે અપેક્ષાએ
મનુષ્યની હિંસા તથા તેનું ભક્ષણ વિગેરે અસંભવિત નથી. રાક્ષસ નામની વ્યંતર જાતિની અપેક્ષાએ તો કેવલ પૂર્વભવની મિથ્યાત્વ અને વૃદ્ધિ પામેલી આહાર સંજ્ઞા માત્ર કારણ તરીકે ગણાય છે, પણ તેઓને કવલાહાર કે માંસાહાર તો ન જ હોય. નિરૂપક્રમ
આયુષ્યવાળા હણાય જ નહીં. પ્રશ્ન ૧૬૦- ભાવદયા કોને કહેવાય? સમાધાન- કર્મક્ષયની ઈચ્છાથી માર્ગમાં જોડાવાની ભાવના તે ભાવદયા છે. પ્રશ્ન ૧૬૧- સમ્યકત્વને દેશવિરતિ ધર્મની સફળતા ક્યારે ? સમાધાન- સર્વવિરતિધર્મની ભાવના હોય તો જ સમ્યકત્વ અગર દેશવિરતિ ધર્મની સફળતા છે.
સર્વવિરતિની ઈચ્છા વગર નથી તો સમક્તિ કે નથી દેશવિરિત. વીસ લાખ રૂપિયા નફો મળે તેવું મોતી ઝવેરી દેખે ત્યારે લેવા માટે તલપાપડ થાય કે નહી ? લઈ ન
શકે તે વાત જુદી છે, પણ તે ન મળવાથી જરૂર બળ્યા કરે ! પ્રશ્ન ૧૬૨- ભાવદયા સમકિતીની, દેશવિરતિની કે સર્વવિરતિની, કોની ગણાવો છો ? સમાધાન- તમામની ! કોઈની પણ લ્યો !! પ્રશ્ન ૧૬૩- એક તરફ પાણી હોય, ને એક તરફ વનસ્પતિ હોય તો સાધુ કઈ તરફ ચાલે? સમાધાન- પાણીના જીવો સંઘઠ્ઠનમાત્રથી ઘણો ભાગ નાશ પામે છે, જ્યારે વનસ્પતિ માટે તેમ
નથી, વળી જલમાં વનસ્પતિ વગેરે “ન તો વ” કહીને માનેલા છે, માટે
જલનું સ્થાન જરૂર વર્જવું. પ્રશ્ન ૧૬૪- અંત્યજ સ્પર્શની બાબતમાં જૈન દર્શનની શી માન્યતા છે ? શ્રી મલયગિરિજી