________________
૧૩૩.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨
સમાધાન- તે વખતમાં તે મિથ્યાત્વ નહોતું, કારણ કે તેઓ શ્રદ્ધાવાળા હતા ને જૈન શાસનની
- જાહોજલાલીવાળી ને સત્ય વસ્તુસ્થિતિ સમજી શકનારા પુષ્કળ હતા ને તેથી તેઓને મિથ્યાત્વ નહોતું, પણ આ વખતમાં ગાંધીની પ્રવૃત્તિને અંગે ઉપવાસાદિ ઘણા ભાગે લોકોત્તરની શ્રદ્ધા વિના જ કરે છે તો તેમાં મિથ્યાત્વ લાગે તો આશ્ચર્ય શું? પૌદગલિક ઈચ્છા કરવા માત્રથી મિથ્યાત્વ લાગે તેમ નથી, પણ યથાર્થ તત્ત્વની માન્યતાનો અભાવ
હોય તો મિથ્યાત્વ છે. પ્રશ્ન ૧૫૪- શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પાને ૩૪ મે લખે છે કે “રાવણ તથા શ્રીકૃષ્ણ વિગેરેએ અપવાદરૂપે
કંઈક આરાધનાદિ કરેલ છે તેનું આલંબન લેવું ઉચિત નથી.” આને અંગે આપ શું કહો
છો ? સમાધાન- તે આરાધના આ લોકના ફળની ઈચ્છાએ અને મિથ્યાત્વ દેવની કરેલી છે. પણ તેઓને
(રાવણ વિગેરેને) જૈન શાસનની શ્રદ્ધા શુદ્ધ હોવાથી મિથ્યાત્વની વૃદ્ધિ આદિ દોષો માન્ય નથી, પણ આથી મિથ્યાત્વ ન લાગવાનું માની બાજીઓએ મિથ્યાત્વ દેવોની આ લોકના ફળની અપેક્ષાએ આરાધના કરવી નહીં. કેમકે તે વખતે આહત ધર્મની અતીવ ઉત્કૃષ્ટતા હતી. તેથી તેવી આરાધના કરતાં છતાં મિથ્યાત્વની વૃદ્ધિ આદિ થયાં નહોતાં, પણ આ કાલમાં તો તેવો પ્રભાવ વિદ્યમાન ન હોવાથી જો મિથ્યાત્વ દેવની આરાધના કરવામાં આવે તો મિથ્યાત્વની વૃદ્ધિ આદિનો પ્રસંગ હોવાથી તેઓનું આલંબન લઈ મિથ્યાત્વિ
દેવની આરાધના આ લોકના ફળ માટે પણ કરવી નહીં. પ્રશ્ન ૧૫૫- ઉપધાન વગર શ્રાવકોને નમસ્કારાદિક મહામંત્રના પાઠથી શું અનંતો સંસાર થાય છે? સમાધાન- નિયમ નહીં, સેનપ્રશ્ન, ત્રીજો ઉલ્લાસ, પાને ૪૪મે તેનો ખુલાસો છે. પણ નમસ્કારાદિક
ભણનારે શક્તિ થાય ત્યારે જરૂર ઉપધાન વહેવા જોઈએ. પ્રશ્ન ૧૫૬- ઉપધાન કરનાર જો રોહિણીનો તપ કરતો હોય અને રોહિણીના દિવસે ઉપધાન ક્રિયાને
અંગે નીવીનો તપ આવે તો શું કરવું? છઠ કરાવવાથી પણ મેળ મળતો નથી તે દિવસે ઉપધાન કરનાર નીવી કરે તો તેનો રોહિણી તપ રહે કે ચાલ્યો જાય? અગર આવા કારણવશાત્ બાધ નહીં એમ ખરું? અથવા સાત વર્ષે જ્યારે રોહિણી તપ પૂરો થાય
ત્યારે એક ઉપવાસ વધારે કરે તો ચાલે કે કેમ? સમાધાન- તેવો મનુષ્ય તપ પૂર્ણ થાય કે એક ઉપવાસ વધારે કરે. પ્રશ્ન ૧૫૭- ચરમ તીર્થંકરના શ્રાવકો કેટલા? ને તે સંખ્યા કોની અપેક્ષાએ છે ? " સમાધાન- કલ્પસૂત્રમાં જે એક લાખને ઓગણસાઠ હજારની સંખ્યા જણાવી છે તે ફક્ત પોતાને
હસ્તે થયેલ (પોતાના જ ઉપદેશથી થયેલા) સમ્યગુદ્રષ્ટિ તથા દેશવિરતિ શ્રાવકોની છે. પહેલાંના તીર્થના અને તેમના શિષ્યાદિકથી થયેલા શ્રાવકોની સંખ્યા તો જુદી સમજવી.