________________
૧૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ કષાયરહિતપણું ક્યારે હોય?"
પાપનો પરિહાર કરનારા પણ ઓછા જ્ઞાનવાળા હોય માટે તે સાધુ નહી એમ કહેનારનું માનસ ક્યું? એવું બોલનારની દશા શી? જધન્ય જ્ઞાન અષ્ટ પ્રવચન માતાનું હોય તેને શાસ્ત્રકારે સાધુ માન્યા છે છતાં તેને પોતાની દુકાન ઊઠી જવાના ભયથી જે સાધુ ન માને તેની હાલત શોચનીય છે. જેમના મન, વચન, કાયા સંસાર તરફ પ્રવૃત્તિવાળા નથી, જેમણે વિષય કષાયાદિ બધું છોડી દીધું છે, જેઓ ગુણતા સમુદાય સહિત તથા પરિગ્રહ રહિત છે તેવા સાધુઓને નમસ્કાર છે. “કષાયોને દૂર કર્યા છે' આ વાક્ય પકડી લઈને સાધુઓ તરફ આંગળી ચીંધીને કેટલાક કહે છે કે કષાયો ક્યાં ગયા છે?' પણ કયા કષાયો હોય અને કયા કષાયો ન હોય તેનું તેને બિચારાને જ્ઞાન નથી. અનંતાનુબંધી વિગેરે પ્રકારના કષાયો ગયા છે, પણ સંજવલન કે જેની સ્થિતિ પંદર દિવસની છે તે ન હોય તેમ નહીં; તદન કષાય રહિત સાધુપણું તો અગિયારમે બારમે તેરમે ગુણસ્થાનકે હોય; પણ એક અપેક્ષાએ તો આ કષાય ઉદય છતાં તે રોકનાર સાધુઓને શાસ્ત્રકાર બહાદુર કહે છે. ચમકશો નહીં ! એક જગા પર દેશની ચારે બાજુ શત્રુ છે તે શત્રુઓ કોઈ રોગને લીધે અથવા કોઈના પરાક્રમથી મરી ગયાને ત્યાં એક પુરુષ રાજ્ય કરે છે; તથા બીજો એક પુરુષ એવે સ્થળે રાજ્ય કરે છે કે જ્યાં શત્રુનો રાત્રિ દિવસ હલ્લો કાયમ છે. હલ્લામાં કોઈ વખત ઘા વાગી જાય છે. છતાં તે દેશનું રક્ષણ કરી રહ્યો છે, એ બેમાં બહાદુર કયો? જેને હલ્લાનો સામનો કરવો જ પડતો નથી તેના કરતાં હલ્લાની સામે ટકનારને બહાદૂર કહેવો પડશે !!! વીતરાગને કષાયનો હલ્લો નથી ! છટ્ટ, સાતમે ગુણઠાણે મિથ્યાત્વ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખાનાવરણનો હલ્લો છે, તેમાં કોઈ વખત હલ્લો વાગી પણ જાય, પણ કિલ્લો કબજે રાખીને બેઠો છે ત્યાં સુધી ઘા ખાનાર શૂરો સરદાર કહેવાય છે! કષાયથી કંથચિત્ ઘા ખાઈ જાય છતાં મહાવ્રતને ધરી રહ્યા છે તે ખરેખર જબરા છે તેથી ઉપદેશ માળામાં કહ્યું છે કે - િસવા, મોર્ડન સરવા થીમ વશે વિસારું નો પુન ઘન થા ઇત્યાદિ.
જ્યાં સુધી છઘપણું છે, સરાગધર્મ છે. ત્યાં સુધી તે કષાય વગરનો કહેવાય નહીં પણ જે કષાયના વહેલામાં વહી જાય નહીં તે તેના સરખા છે. કષાયના જોરે જેઓ વિષયાદિમાં દોરાઈ ગયા નથી તે કષાયરહિત જ છે એવા મુનિરાજોનું હંમેશાં ધ્યાન કરો. આવી રીતે પાંચે પદો જણાવ્યા.
હવે બારે માસ પાંચ પદ ગણવા અને અઢાર દહાડા નવપદ ગણવા તો તે બેમાં સંસ્કાર ક્યા પાડવા ? એક વાત એ, બીજી વાત એ કે જો નવપદ આરધનીય તો નવકારમાં દર્શનાદિ ચારને કેમ દાખલ ન ક્ય? આ વાતની શંકા જરૂર થશે. નવપદ પરસ્પર અભાવરૂપ નથી. ભિન્ન છતાં આરાધ્ય પાંચ પદ પરસ્પર છે. એ જે ભેદો પાડવામાં આવ્યા છે તે એક એકથી ભિન્ન છે. અરિહંત સિદ્ધથી ભિન્ન છે વિગેરે પાંચે પદમાં પરસ્પર ભિન્ન પણું છે. તે આરાધ્યપણું પછી નવપદ લઈએ તો પરસ્પર ભિનપણું રહેતું નથી. દર્શનાદિ પદો અરિહંતાદિકો ભિન્ન છે ? ના, દર્શનાદિ તે ચારે પદો અન્યની અને પરસ્પરની ભિન્નતાવાળાને આરાધ્ય નથી, માટે હંમેશના આરાધનામાં પાંચ પદ (ગુણી) રાખ્યા. અરિહંત સિદ્ધના અનંતાગુણો છતાં આ નવપદમાં ચાર જ ગુણો કેમ પકડ્યા તથા તેનો આ અનુક્રમ કેમ છે ? તે અગ્રે વર્તમાનઃ