SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી સિદ્ધચક્ર તા. ૨૭-૧૨-૩૨ પ્રરૂપેલ સાહિત્ય અજોડ છે, અને શ્રી જિનાલયો, તીર્થો, આગમો જે વિદ્યમાન છે તે દ્વારા ભવ્યાત્મવૃંદ આત્મહિત સાધી રહેલ છે એની ઇતર પણ મુક્ત કંઠે એથી જ પ્રશંસા કરી રહેલ છે. દુન્યવી પદાર્થોનો સર્વથા ત્યાગ એ તો આ શાસનનો મુદ્રાલેખ છે ! અને ત્યાગનો સર્વથા સ્વીકાર એનું જ નામ પરમેશ્વરી પ્રવજ્યા યાને ભાગવતી દીક્ષા છે!!! શ્રી તીર્થંકરદેવે સ્થાપન કરેલ શ્રી ચતુર્વિધ સંઘમાં મુખ્ય સ્થાન સાધુ સાધ્વીનું (દીક્ષિતોનું) છે અને હોય જ! ત્યાગી વિભૂતિઓ વંદ્ય હોય એમાં નવાઈ શી ? પણ આજે કાળના પ્રભાવે પરિસ્થિતિ કાંઈક વિલક્ષણ જોઈ ખેદ થાય છે. જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ જગદ્યાપી ઉન્માદના વાયુમાં જૈન સમાજ પણ અંશે 'તણાઈ રહેલ છે, એટલે કે એ સમાજનો પણ અમુક ભાગ એમાં આનંદ માને છે. તેઓમાં થોડા વર્ષો પૂર્વે જે શ્રદ્ધા, ભક્તિ દેખાતાં હતાં તેનો આજે લોપ થતો જાય છે !!! એટલું જ નહીં પણ તેના એકેએક અનુષ્ઠાન, એકેએક દીક્ષા તથા આગળ વધીને કહો તો ચોમેરથી શાસન પ્રત્યે આક્રમણ થઈ રહે છે. એ વર્ગ વ્યવસ્થાપૂર્વક એ માટે જ આજે સત પ્રયત્નશીલ છે. દીક્ષાને દફનાવવા, દીક્ષિતોને હેરાન કરવા, તેમજ શાસનની સુંદરમાં સુંદર વસ્તુને જગતની દૃષ્ટિએ અધમરૂપે બતાવવા એ વર્ગે જે જે કર્યું છે તે કોઈની પણ ધ્યાન બહાર નથી. જો કે અત્યાર સુધીના એક પણ પ્રયત્નમાં ફાવટ થઈ નથી બલ્ક પરાજય જ થયો છે છતાં એ વર્ગ તે કૂટ પ્રયત્નથી પાછો હક્યો નથી. દિન પ્રતિદિન તેવા પ્રકારનું સાહિત્ય પ્રચારવું એ તો એની કાયમની દિનચર્યા થઈ પડી છે. સદ્ભાગ્યે એક વર્ગ મજબૂતપણે શાસનરક્ષામાં પોતાથી બનતો ફાળો આપી રહેલ છે અને આટલો વિજય એ પ્રયત્નના પરિણામે જ છે! તથાપિ પરિણામ તરફ નજર ફેંકીએ તો જરૂર લાગશે કે જેટલા પ્રમાણમાં થવું જોઈએ તેટલું થઈ શક્યું નથી. બેશક ! દીક્ષાનો વિરોધ જાગ્યા પછી આદર્શ દીક્ષા સારી સંખ્યામાં થઈ છે, પણ તેની સાથે સાથે દીક્ષા તથા ધર્મનો ધ્વંસ કરવાના પ્રયત્નો પણ એ ધર્મ પ્રત્યે કૃતઘ્ન વર્ગ જોરશોરથી કરી રહેલ છે. મામલો ભારે કટોકટીનો છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. આવી વિષમ પરિસ્થિતિ શાથી ઊભી થઈ ? બાલ્યવયથી જે શિક્ષણ આપવામાં આવે, એ શિક્ષણના જે સંસ્કાર રૂઢ થાય તેના પર એ પ્રજાના ભવિષ્યનો આધાર છે. આજનું શિક્ષણ પણ ઝેરી છે એ માટે હવે બે મત નથી. ભારતવર્ષના પવિત્ર સંસ્કારોને સંહારનાર એવું શિક્ષણ મળતું જ રહે અને ધાર્મિક કેળવણી ન જ અપાય, એટલે કે ધાર્મિક સંસ્કારો ન પ્રેરાય-ન પોષાય ત્યાં પરિસ્થિતિ કઢંગી થાય એમાં કશી નવાઈ નથી. ઝેરી શિક્ષણ ચોમેર
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy