________________
૧૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ કરે તે શાહુકાર નહીં. તમારી શાહુકારી પર પ્રથમ નવકાર આપવારૂપ નાણાં ધીર્યા છે, ઉપધાન રૂપ ચોપડી ઘેર રહી છે જેથી ભલે હમણાં સહી ન કરી આપો, પછી કરી આપજો એમ કહેલું છે. આમ શાહુકારી પર વગર સહીએ નાણાં પ્રથમ લઈ જાય અને સહી કરતી વખત “જાણે છે કોણ?” એમ કહેનાર શાહુકાર ન કહેવાય શક્તિ આવે તે વખતે સામગ્રી હોય છતાં શ્રદ્ધા અને ઉપધાન નહીં કરનારા એવા તો પહેલાંના જેવા દંડ પાત્ર ગણાય. બેવફા બનેલાઓનો બેવકૂફી ભરેલો બકવાદ !!!
અત્યારે ઘણાઓને એક પ્રકારનો એવો જ મેનિયા લાગુ પડયો છે કે પોતાને કરવું કાંઈ નથી અને કરનાર પુણ્યાત્માઓને હલકા પાડવા છે. પોતે તો ઉપધાન કરે જ શાના ! પણ ત્યાં માલમલિદા મળે છે માટે ઉપધાન કરાય છે આવો બકવાદ કરી તેવા બેવકૂફોએ તપને આદરનારા ભાગ્યવાન આત્માઓને હલકા પાડવા પ્રયત્ન કરે છે !!! પણ દુનિયા દિવાની નથી ! પહેલે દિવસે પેટમાં પડયું હોય ત્યાર પછી ત્રીજે દિવસે પેટમાં પડે છે, તેનો તો તે હિણભાગીને વિચાર સરખોયે આવતો નથી. ક્યાંથી આવે? બુદ્ધિ બહેર મારી ગઇ હોય ત્યાં વિચારને અવકાશ નથી. મલિન માનસના કારણે દુષ્ટ દૃષ્ટિવાળાઓ ઉપધાનની સુંદરતાને દેખી શકે જ ક્યાંથી? તેમને ઉપધાન કડવા લાગે છે. તેમને સર્વજ્ઞભાષિત અને એકાન્ત કલ્યાણપ્રદ સક્રિયાઓ તથા તેને આદરનારા ઉપર સંપૂર્ણ અરૂચિ જ હોય છે. સાથે વેર કેળવી આત્માને દુર્ગતિમાં ધકેલવાનો ધંધો એ જ મનુષ્યજીવનનું કર્તવ્ય એને મનાયેલ છે. સુસાધુપણું, ઉપધાનાદિ એમને ગમતા જ નથી, તેવાઓને તો માત્ર માર્ગપતિતો ગમે છે. મૂળ વાતમાં આવો ! ધર્મના સંસ્કાર ઉત્પન્ન કરવા માટે, ટકાવવા માટે, અત્યારે પણ સમાજમાં ઘણીએ સગવડો અસ્તિત્વ ધરાવે છે. ભૂખ્યા પેટે શું કરે એમ કહેવાય છે તેના ઉત્તરમાં તો સીધું છે કે પાટણ, અમદાવાદ, સુરત, મુંબઇ વિગેરે ઘણા શહેરોમાં ભોજનશાળા તથા વર્ધમાન તપ ખાતાં પણ ખુલ્લાં છે. આથી તપની અરૂચિવાળા જ એમ બોલે છે તે નક્કી સમજો, ક્રિયાની અરૂચિના કારણે નકામી ભૂખની વાતો કરી ભૂખમરાને ન નોતરો !! જીવનની કિંમત અને તેની સાર્થકતાનું જે લક્ષ્ય છે એને તો જીવન ટકાવતા ફક્ત અનાજની જ ગરજ રહે છે, કારણ કે અત્યારે માણસને અન્ન એ પ્રાણ છે, પણ ભૂખની વાત કરનારાઓને ક્યાં પડી છે ? એક વખત નાટક, સિનેમા કે હોટલ નજીક જઈને જુઓ તો માલૂમ પડશે કે ત્યાં આવા દુવર્તનીઓની કેટલી ઠઠ જામી છે ? એવાઓ ત્યાંના ખાણા પાસે આયંબિલના ખાણાને તુચ્છ માને તેમાં નવાઈ પણ શું ? સુધારાના બકવાદમાં બુઠા બનેલા બગડીને બેહાલ બન્યા, બહુ બહુ બહાદુરીના બહારો કરીને અંતે તેઓએ બેકારીને પણ હાવરી બનાવી ! એવા જૈન નામધારી, બગવૃત્તિવાળા, બેવફા બનેલાઓએ શાસનને કલંકિત કરનાર બહારવટીયાઓને બહુ બહુ બહેકાવ્યા, અને એ પ્રસંગ ખાળતાં ધમઓને ઘણું એ સહેવું પડયું છે તે કોના ખ્યાલ બહાર છે !!
મનુષ્ય જન્મ, ઉત્તમકુળ, અને ઉત્તમધર્મ પામ્યાની સાર્થકતા જ આ હોય તો હરકોઈ સજ્જનના મુખમાંથી એ જ ઉદગારો સરી પડશે કે મનુષ્ય જન્મ ભવાંતરમાં પણ મળશો નહીં! અસ્તુ! ધર્મનો ધક્કો મારવા જ તેઓ બેકારીને આગળ કરે છે. નાટકચેટક, સિનેમા, જલસાઓ, પાનબીડી સિગારેટ વિગેરેના જીવલેણ ખર્ચાઓને તો તેઓ બેકારીનું કારણ ગણતા જ નથી !!! પગ તળે બળતું જોવાની ટેવ વિના એ ક્યાંથી ભાસે ? આ બધાનું કારણ મુખ્યત્વે તો શુદ્ધ વાતાવરણ અને ધર્મપ્રેમી સંયોગનો અભાવ જ છે.