SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા. ૨૭-૧૧-૩૨ 'સુંધી-સાગરે જે (નોંધઃ-સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી જે <> આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી કેટલાક ઉદ્ભૂત કરેલ સુધા સમાન <> આ વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. આ - સંગ્રાહક ચંદ્રસાગરજે ૧૪૧ મિથ્યાત્વના પડલમાં મુકાયેલાઓને નગ્ન સત્ય સમજાતું નથી !!! ૧૪૨ ધર્મ એવા અક્ષરો સ્વપ્નમાં પણ ન સંભળાય તેવા ક્ષેત્રો અનાર્ય ગણાય છે. ૧૪૩ સ્વયંભૂરમણ સમુદ્રમાં ગયેલી ચીજ કદાચ હાથ લાગે પણ સંસાર સમુદ્રમાં ખોયેલી જ્ઞાનાદિ ચીજ હાથ લાગવી મુશ્કેલ છે !! ૧૪૪ સુખની ઇચ્છા છતાં દુઃખ રૂપ દરિયાનું દર્શન કેમ થાય છે તે વિચારો !! ૧૪૫ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જે નવપદના વિષયથી બહાર હોય છે! ૧૪૬ આરાધવા લાયક સર્વ સ્થાનો સિદ્ધચક્રમાં છે ! ૧૪૭ નવપદના નવ દિવસોએ ધર્મ વૃષ્ટિનો વિશિષ્ટ કાળ છે !!! ૧૪૮ વરસાદ વખત જમીન સાફ કરવાનું કાર્ય ડાહ્યો ખેડૂત કરતો. નથી !! ૧૪૯ કારતક મહિને કણબીની કળા કામ આવતી નથી ! ૧૫૦ નવપદ નવ દિવસ માટે નથી પણ નિરંતર સંસ્કાર બન્યો રહેવો જોઈએ તે માટે છે. !! ૧૫૧ (દેવ-ગુરુ અને ધર્મ) એ ત્રણ તત્વ વગરનું એક પણ આસ્તિક દર્શન નથી !!! ૧૫ર વ્યક્તિની આરાધના હંમેશાં રહેવાની નથી !! ૧૫૩ જાતિની આરાધના ચિરકાળ જગપ્રસિદ્ધિ પામે !!! ૧૫૪ જગતના બધા પદાર્થો સંસ્કારને આધીન થઈ શકે છે પણ મનુષ્યનું જીવન સંસ્કાર માત્રથી આધીન થઈ શકતું જ નથી !! ૧૫૫ અસંસ્કાર્ય એવા મનુષ્યજીવન પામીને પ્રમાદ કરો નહીં છે!
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy