________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨
( પત્રકારને પૂછેલા પ્રશ્નો અને તેના ઉત્તરો.)
(નોંધ-પત્રકારને વાંચકોએ પત્ર દ્વારાએ પૂછેલા પ્રશ્નના સમાધાન પૂજ્યપાદશ્રીજી “આગમોદ્ધારક” પાસેથી મેળવી અત્રે પ્રગટ કરાય છે. તંત્રી.) ૧ પ્રશ્ન- શ્રીપાલ ચરિત્રનો ઉલ્લેખ શ્રી રત્નશેખર સૂરીશ્વરજીના પહેલાના રચાયેલા
કોઈપણ જૈન શ્વેતાંબર કથાનકમાં અગર આગમમાં છે યા નહીં ? સમાધાન- શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી વિરચિત
શબ્દાનુશાસનની ટીકા અને ન્યાસ જુઓ. “સિદ્ધવાદ્રિ વી” પ્રશ્ન- શ્રી સિદ્ધચક્રની અંદરના પરમેષ્ઠીઓના રંગો તથા ચક્રેશ્વરીજીનું વાહન
સિંહ તેમજ વિમલેશ્વરનું વર્ણન વિસ્તારપૂર્વક ક્યા ગ્રંથોમાં છે ? સમાધાન- સેનપ્રશ્નમાં અરિહંતાદિકના ધ્યેતાદિક વર્ણોને ધ્યાનમાં ઉપયોગી જણાવે
છે. દેવતાઓ જુદા જુદા વાહનો વાપરી શકે છે. વળી વ્યંતરો આદિના ધ્વજ આદિમાં પણ અનેક ચિન્હો હોય છે. નવા થયેલ અધિષ્ઠાયકોનું શાશ્વતી દ્વાદશાંગીમાં વર્ણન ન પણ હોય. ખુદ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અંગે ધરણેન્દ્ર અને પદ્માવતીનો શ્રી નેમિનાથજીને અંગે અંબિકાનો અધિકાર પણ સૂત્રોમાં સામાન્ય કે સવિસ્તર નથી, તેમાં પણ ઉપરનું જ કારણ છે સંભવે છે. કદાચ કોઈ પ્રાચીન અપ્રચલિત ગ્રંથોમાં તે અધિકાર હોય તો » પણ ના કહી શકાય નહીં. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે જ્યારે સિદ્ધચક્ર આ એ પ્રકારનું જણાવ્યું છે તો જરૂર કોઈ પૂર્વના ગ્રંથોમાં તેનું સ્વરૂપ, તેના જ રંગ, તેના અધિષ્ઠાયક વિગેરેનું વર્ણન હોવું જોઇએ. શ્રી રત્નશેખર ૪
સૂરિકૃત શ્રી શ્રીપાલ ચરિત્રમાં અત્યારે પણ તે દેખાય છે. ૩ પ્રશ્ન- સિદ્ધચક્ર પાક્ષિક અંક બીજો, પા.-૪૭.-પ્ર ૧૦૬ની અંદર “વિવેક એક
સરખો છે !!” અર્થાત્ વિવેક એટલે શું ? સમાધાન- સંસાર અને મોક્ષ સંબંધીની અનુક્રમે સર્વથા હૈયપણાની અને સર્વથા જે
આદરણીયપણાની જે બુદ્ધિ તે વિવેક ગણવો, અને તે સમ્યકત્વના અંગે હોવાથી ચોથા ગુણઠાણાથી સર્વ ગુણઠાણાઓમાં હોય; અને ચોથે ગુણઠાણે પણ ક્ષાયિક સમ્યકત્વવાળાને જેવો તે હેયોપાદેયની બુદ્ધિફળરૂપ આ વિવેક હોય તેવોજ ચૌદમે ગુણઠાણે પણ આત્મપરિણામની અપેક્ષાએ જે
હેયોપાળેનો વિવેક હોય. ૪ પ્રશ્ન- શાસન મહેલની સીઢીમાં સમ્યકત્વ સંબંધીની ઘટના ક્યા આગમમાં છે? સમાધાન- સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ફિયાસ્થાન અધ્યયનમાં શ્રાવકના
અધિકારમાં “ વ” ઇત્યાદિ પાઠ સ્પષ્ટ શબ્દોમાં છે.