SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭. શ્રી સિદ્ધચક્ર તા. ૨૭-૧૧-૩૨ બીજી વાત એ છે કે કેટલાકો જ્ઞાનને તો સમ્યગૂ લગાડવાની જરૂર જ માનતા નથી ! દ્રષ્ટાંતમાં કહે છે કે મન:પર્યવ અને કેવળ જ્ઞાનમાં સભ્યપદ લગાડેલું છે જ ક્યાં ? આવાઓએ પણ વિચારવાની જરૂર છે કે વિશેષણ લગાડાય ક્યાં ? જ્યાં બે પ્રકાર હોય ત્યાં જ તેવું વિશેષણ લાગી શકે છે ! મતિ અને શ્રુત એ બે જ્ઞાન તો સમ્યકત્વી અને મિથ્યાત્વી એ બંનેને હોય, પણ મન:પર્યવ અને કેવળ તો ફક્ત સમ્યકત્વને જ હોય છે મિથ્યાત્વીને હોતું જ નથી. એટલે કે મન:પર્યવ અને કેવળ તો સમ્યકત્વના જ છે. તો તેને સમ્યગુના વિશેષણની જરૂર જ ક્યાં રહી? જ્ઞાન શબ્દથી લોકોને અવળા ભરમાવીને સત્ય વસ્તુથી પરાંડમુખ બનાવનારાઓનું જ એ કથન છે ? એવી વાતો કરનારા કદાચ જૈનો જ ભલે હોય પણ તેઓ જૈન સિદ્ધાંતના સત્ય જ્ઞાનના ભોગે દુન્યવી કુટ જ્ઞાનના જ અભિલાષી છે ! દર્શન, જ્ઞાન અને ચારિત્રની પૂર્વે સભ્યપદ લગાડવામાં તેવાઓને મૂંઝવણ પણ એટલા માટે જ થાય છે ! હવે આવો મૂળ વાત ઉપર ! આચાર્યો તે એ કે જૈન સિદ્ધાંતની અપેક્ષાએ નિર્મળ સિધ્ધાંત અને તેની જ દેશનામાં ઉદ્યમવાળા હોવા જોઈએ ! “પરોપકારેપરે.” બીજાના આત્માને આશ્રવથી બચાવવા. સંવરમાં દોરવા, નિર્જરામાં નિપુણ કરવા અને બંધથી રોકવા માટે જે પ્રયત્ન કરવો તે ઉપકાર ! અને પરે-એટલે ઉપકાર કરવામાં નિપુણ, અદ્વિતીય એવા આચાર્ય મહારાજનું ત્રીજા પદમાં તન્મયપણે ધ્યાન કરવું ! આ પ્રમાણે આચાર્યપદનું નિરૂપણ કરવામાં આવ્યું ! અર્થ દેવામાં આવે અને સૂત્ર ન દેવાય તો ટોપલા વગરનું શી રીતે અનાજ લઈ જવું ? કંઈ વરસોથી વ્યાખ્યા સાંભળો છો ! તેમાં સૂત્રને આધારે જે અર્થનું જ્ઞાન હોય તે ટકે છે, પણ એકલું અર્થનું જ્ઞાન ટકી શક્યું નહીં તે તો અનુભવ છે ને ? ત્રણ વર્ષનો સાધુ વિદ્વાન થાય અને ત્રેવીસ વર્ષનો ગ્રહસ્થ એમનો એમ રહે છે તેનું કારણ એજ કે પેલો સૂત્ર સહિત લે છે. અને બીજો અર્થથી લે છે ! હવે સૂત્રના અભ્યાસની જરૂર કેટલી અને તે કોણ કરાવે તે અગ્રે કહેવાશે !!
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy