________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ ભગવાન મહાવીર સિદ્ધાચળ ઉપર !
ભગવાનના જવા આવવાના વિષયમાં સિદ્ધ ક્ષેત્રને અનાર્ય કરાવવાના મુદાથી “મહાવીરે એક પણ ચોમાસું સિદ્ધક્ષેત્રમાં કરેલું નહીં હોવાથી “મહાવીર એકવાર પણ વિમળાચળ આવ્યા છે” તે વાત હજુ પણ કોઈ કોઈને ખટકે છે ! માનતાં અકળામણ થાય છે ! જ્યારે પ્રશ્ન એ રહે છે કે પંજાબ અને સિંધ તરફ પણ ભગવાને એકે ચોમાસું ક્યું નથી છતાં, “ભગવાન એકવાર પણ ભેરા તો ગયા હતા.” તે વાત માનતાં તેઓ કેમ વિચાર કરતા નથી ? એટલે કે તે વાત કેમ માને છે? અહીંયા પણ ભલે એક પણ ચોમાસું કરેલ ન હોય છતાં પણ “ભગવાન સિદ્ધાચળજી આવ્યા” આટલી જ વાતને માનવામાં મૂંઝવણ કેમ થાય? અત્યારે પણ કોઈ ધારે તો ગુજરાતમાંથી નીકળી શિખરજીની જાત્રા કરી પાછો ગુજરાતમાં આવી શકે છે. ભગવાને એકે ચોમાસું સિદ્ધાચળ ન કર્યું એટલે તેમણે એક જાત્રા જ કરી નથી એવું ભૂસું કેમ ભરાયું ? બીજી વાત એ છે કે એકજ મનુષ્યને સર્વ વિરતિ પમાડવા માટે પચીસસો માઈલ મુસાફરી કરે છે, તે ભગવાનના મનમાં સર્વ વિરતિની કિંમત પણ કેટલી ? આવા તારક-વિરતિની દેશના આપવામાં તો કશીએ કચાશ રાખે ખરા? તેમની દેશના એટલે શું ? વિરતિને માટે આમ કરો તો ઠીક ! તેમ કરો તો ઠીક ! તેવા ખાંચા નહીં, પણ એ તો આત્માને જલદી વિરતિ પ્રાપ્ત થાય તેવી ધારાવાહી દેશના આપે એવા; અને પોતાના સ્વતંત્ર ઉદ્યોગવાળા ! વળી, દેશના પણ શાની? સિધ્ધાંતની ! જૈન સિધ્ધાંતાનુગામીની જ ! ગર્તામાં ગબડેલો પણ બચ્યો
દિગંબરોમાં કહેવાય છે કે એક શ્રાવકે અભિગ્રહ ક્યું કે એક સૂત્ર મારે બનાવવું. તે સૂત્રનું નામ જ્ઞાન, દર્શન, ચારિત્રાણિ મોક્ષ માર્ગ! આ પછી એક વખતે તેને ત્યાં ઉમાસ્વાતિ મહારાજ ગોચરી આવ્યા ! તેમણે તે સૂત્ર જોયું ! અને પુછ્યું કે આ કોણે લખ્યું ? પેહેલા શ્રાવકે કહ્યું કે મેં ! મહારાજ કહે આ તો પરમ મિથ્યાત્વીનું સૂત્ર છે ! તેણે કહ્યું કે બીજા જ્ઞાન, દર્શન અને ચારિત્ર મોક્ષનું કારણ માને છે ! ગુરુ મહારાજે કહ્યું કે એ ખોટું છે. પેલો કહે ત્યારે હું શું કરું ? મહારાજે કહ્યું કે પ્રથમ તો તેને સમ્યગુ પદ લગાડ અને દર્શનને પહેલું લાવ ! એટલે કે પહેલું દર્શન અને પછી જ્ઞાન મુક ! કારણ કે જૈન શાસ્ત્રની માન્યતા પ્રમાણે દર્શન થયા વગર જ્ઞાન હોતું જ નથી ! અંતે તે કહે છે ? જૈનશાસ્ત્રમાં અમારી બુદ્ધિ નહીં ચાલે માટે ખરા સૂત્રને આપ જ પૂરું કરો ! જ્યારે મહારાજે કહ્યું કે સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ એ જ જૈન સૂત્ર છે; જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ એ તો મિથ્યાત્વીનું સૂત્ર હોઈ એને બૌદ્ધ સાંખ્ય અને નૈયાયિકો પણ માને છે !!
જૈન દર્શનમાં તો દર્શન જ પ્રથમ જ છે; અને તે પણ સમ્યપણાનું જ દર્શન થાય તોજ પછીનું જ્ઞાન તે સાચું જ્ઞાન અને ચારિત્ર તે સાચું ચારિત્ર કહેવાય! આચાર્યનું કામ જૈન સિદ્ધાંત જ દેખાડવાનું હોય છે ! તે પણ કેવી રીતે? વિશુદ્ધપણે, કલંકરહિતપણે!