________________
૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ લોકોત્તર મિથ્યાત્વ !
- કૃષ્ણ મહારાજે ગજસુકુમાળને અંગે કરેલા તપથી દેવનું આરાધન, વળી ભરત મહારાજનું છ ખંડને સાધવાને નિમિતે કરેલ અઠ્ઠમ તપનું આરાધન એ દરેકને ક્યાં ગણશો? તેમજ રાવણ વિગેરેએ જે અન્ય દેવતાને આરાધ્યા છે તેને ક્યાં ગણશો?
જૈન શાસનમાં લૌકિક ફળની અપેક્ષાએ તો અન્ય દેવને આરાધવા તે તો મિથ્યાત્વ કહ્યું છે, તો રાવણને કેવા ગણશો? રાવણે તેમ કર્યું તે કરવા લાયક તો નથી જ, પણ તેમાં તો વાત એ છે કે તે વખતે જૈન ધર્મની એવી જાહોજલાલી હતી કે જેને અંગે મિથ્યાત્વી દેવોના મહિમાની છાયા પડે તેમ ન હતું !!! દ્રષ્ટાંત એક બે છે તે ન લઈએ પણ આ તો સ્થાનસર બધે આવવું પડે! સંતિકર, અને નાની શાંતિ, ઉવસગ્ગહરે એ બધા સ્તોત્રો શા માટે? સમકિતદ્રષ્ટિ દેવતાનું પણ આરાધન શા માટે ? કહો કે એ બધુએ ઉપસર્ગના નિવારણને માટે! એમાંથી “ધર્મ રક્ષા” ની વાત તો પરંપરાએ જ કરી શકાય !!!
વાત એ છે કે નવપદજીની આરાધનના ફળ પણે મુખ્ય વસ્તુ તો આત્મકલ્યાણ, મોક્ષ અને કર્મક્ષય જ છે માટે તેને આરાધતાં એ વસ્તુમાંથી કોઈ પણ દિવસ ચિત્ત ખસવું જ ન જોઈએ. આ ખર્યું તો વસ્તુ જ ખસી ! અને જો એમ જ બને તો દુનિયામાં રાજા, વૈદ્ય અને શ્રીમંતના આરાધન સરખું જ નવપદનું આરાધન ગણાય ! (માન્યું ગણાય) નૃપાદિની સેવા જેમ અર્થનું કારણ તેમ નવપદજીની સેવા પણ ફક્ત અર્થના હેતુભૂત ઠરી જાય ! એ પરમ પદોનું આરાધન કરતાં આવું જ ફળ લક્ષ્યમાં રહે તો તે પ્રગટ લોકોત્તર મિથ્યાત્વ જ છે !
મુખ્ય ફળની ઇચ્છા સંયોગને આધીન છે. એ નવે પદનું આરાધન શ્રીપાલ મહારાજે સ્થાન સ્થાન પર કરેલું છે. જ્યાં કન્યાને મેળવવાનો પ્રસંગ હોય ત્યાં પણ હેજે નવપદનું સ્મરણ, અને આપત્તિના પ્રસંગે પણ નવપદનું સ્મરણ કરેલું છે ! પણ એનું કારણ તપાસો ? પોતાને મળેલી બધીએ રિદ્ધિ સમૃદ્ધિને આરાધનના ફળ રૂપે તેમણે કદીએ માની જ નહોતી. એમણે તો એ નવપદને, અને તેના મુખ્ય ફળને તસ્વરૂપે સમજી હૃદયગત્ કરેલાં હતાં ! અને તેને પરિણામે જ પ્રતિપળે તેમના હૃદયમાં નવપદનું નામ સ્મરણ રહેતું હતું ! મહામુનિ મુનિચંદ્રજીના ઉદેશને તપાસો ? શ્રીવિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી તેમણે નવપદ મંત્રનો ઉદ્ધાર કર્યો ! શા માટે ? કોઢને મટાડવા ! પણ સાથે ખ્યાલ રાખજો કે તે મહાપુરૂષને મૂળ વસ્તુ ધ્યાન બહાર નથી જ !!! આત્મકલ્યાણને સંભાળવાની (સાચવી રાખવાની) અને તેની સાથે શાસનની મલિનતા પણ ટાળવાની વાત લક્ષ્ય બહાર નહોતી જ ! શ્રીપાલના ચરિત્રમાં આવતા તેમના રિદ્ધિસિદ્ધિના બધા અધિકારો ધ્યાનમાં રાખીએ અને તેમનાથી રક્તચિત્તે સેવાયેલા નવપદજીના અધિકારનું ધ્યાન જ ન રાખીએ તો “દૂધ દહીં ઘીની વાતો કરવી છે અને ગાયને ચરવાની ખબર રાખવી નથી.” તેવું હાસ્યજનક બને! દેવ બે પ્રકારના નહીં માનો તો આગમો પણ કલ્પિત છે !
આપણે તો ફળ સાંભળીએ ત્યારે ફળ તરફ સચોટ લક્ષ રાખવું છે, અને આરાધન સાંભળવા તો તૈયાર રહેવું જ નથી; તો અખંડ ફળ જે મોક્ષ તેના ભોક્તા બનીએ જ ક્યાંથી ? શ્રીપાલના ત્રણે