________________
૭૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ - સમાધાન-નવપદના પ્રભાવથી બધું પ્રાપ્ત થશે, માટે ધ્યેય તો એકજ રહેવું જોઈએ ! તેનો પ્રભાવ જ અચિંત્ય છે. જેથી ઈષ્ટ વસ્તુઓ તો આપોઆપ મળવાની ! ધનાઢ્ય માણસો મોંઘા ભાવની એકઠી કરેલી વસ્તુઓને બજાર ભાવ નરમ થવાને ટાઈમે ઓછી કિંમતે વેચતા નથી, પણ તેના તે ગૃહસ્થો નરમ સંજોગોમાં તે આકરા ભાવવાળી ચીજોની કિંમત લક્ષમાં હોય; તો પણ તેને ચાલુ બજારે પોતાની સગવડની ખાતર વેચી નાંખે છે !
અહીં કોઈ તેને કહે કે આ શું કર્યું? ઊંચા ભાવનો માલ ઓછામાં જાય છે માટે વિચાર કર !!!
આ વખતે વેપારી શું કહે ? મારી પાસે નાણાંની સગવડ નથી તેથી શું કરું !તારી વાત વ્યાજબી છે કે મોંઘા ભાવની ચીજો મોંઘા ભાવે જ વેચવી જોઈએ પણ માલ બહુ ભરાઈ ગયો અને નાણાંની ત્રેવડ નથી તેથી જ નરમ ભાવે વેચવું પડે છે ! કેમ એમ જ કહે છે ને? અને એ સાંભળી શિખામણ દેનારને પણ તેનું તે કાર્ય દક્ષતા ભર્યું મનાય છે ! અને તેમ બોલતાં બોલતાં દક્ષ તો તુરત પકડે કે આ તો મુસીબતમાં મૂકાયો છે જેથી તેમ કરે છે. બાકી માલની મૂળ કિંમત તેના લક્ષ્ય બહાર નથી જ ! એવી રીતે આરાધક પણ અહિં નવપદની આરાધનાનું ફળ તો મોક્ષ જ માને છે. આત્મ કલ્યાણ એ જ ફળ માને છે. ફક્ત તેટલો વખત પોતાની ધીરજ ન રહે અને તેનો રિદ્ધિ સમૃદ્ધિ માટે કદી ઉપયોગ થઈ પણ જાય ! હા એટલું ખરું કે તેમાં તેની ખામી સમજે ! પેલો વેપારી વિચારે કે મારી પાસે ત્રેવડ (સગવડ) હોત તો આ ભાવમાં માલ કદી આપત નહીં! તેમ આરાધકે પણ શક્તિની ખામીને અંગે લૌકિક ફળ ઇચ્છયું હોય છતાં પણ લોકોત્તર ઉપર લક્ષ્ય હોય તો તેને અજ્ઞાની ન કહેવાય !!!
મુખ્ય ફળને સમજતો નથી અને સમૃદ્ધિનું જ લક્ષ રાખે તે અજ્ઞાન છે ! પરરાજ્ય ચારે બાજુથી શહેરને ઘેરો ઘાલ્યો હોય, શહેરમાં ખોરાક આવતો બંધ થાય, તેવા વખતે ગામમાં રહેલા એક મોટી વયના આદમીને સોનાની કલ્લીને બદલે બરફી લેવી પડે છે, અને એક અણસમજુ છોકરો તેવા પ્રસંગ વિના ફક્ત બાળભાવે કલ્લીને બદલે બરફી લે તો તે, એ બંને સરખા ખરા કે?
(સભામાંથી): નાનજી !
કારણ એ જ કે મોટા મનુષ્ય કલ્લીની કિંમત ધ્યાનમાં રાખી છે. બરફીને બદલે કલ્લી દેતાં તો તેનું કાળજુ કપાય છે, પણ કરે શું? બીજો ઉપાય નથી !!! જો એમ ન માનીએ તો ક્ષાયિક સમ્યકત્વી એવા આચાર્યોએ ફક્ત ઉપસર્ગો નિવારવા માટે જ કાઉસગ્ન કર્યા છે એનું શું કરવું ?
પ્રશ્ન-એ તો ધર્મની રક્ષા માટે છે ને ?
જવાબ-પણ ક્રિયા વખતે અનંતર ફળ કયું ? વળી, પણ જો એમ જ છે તો ભરત મહારાજાએ છ ખંડની સાધના માટે જ અમ ક્યું તેનું ? હવે કહો કે ધર્મ રક્ષાને તપશ્ચર્યા સાથે સીધો સંબંધ જ નથી, બલકે તપશ્ચર્યા તો કોઈ પણ વસ્તુની સાધના માટે પણ કરાય છે !!