SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬. શ્રી સિદ્ધચક્ર તા. ૧૩-૧૧-૩૨ - જો તમે તેમાં ફતેહ મેળવી તો ભવિતવ્યતાની તાકાત નથી કે “સમ્યકત્વ પામ્યા પછી અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધારે વખત સંસારમાં ભ્રમણ કરાવે !! તેમજ વળી ભાવ ચારિત્ર અંગિકાર કરવામાં આવે તો આઠ ભવથી વધારે ટાઈમ ભ્રમણ કરાવવાની ભવિતવ્યતાના પૂર્વજોમાં પણ તાકાત નથી ! કારણ એ જ કે ભવિતવ્યતા અને ભવિષ્ય વિગેરે ઉદ્યમાધીન જ છે !! શંકા-જો એમ જ છે તો પછી શાસ્ત્રકારોએ ભવિતવ્યતા શા માટે વર્ણવી ? બલ્લે તે જો ઉદ્યમની ગુલામડી જ હોય તો તેની શી આવશ્યકતા હતી ? સમાધાન - ઉદ્યમના આકસ્મિક પલટા વખતે ભવિતવ્યતાને પણ સ્થાન છે. પાર્શ્વનાથજીને ઉપસર્ગ કરવા કોણ ગયું? અને ઉપસર્ગ ર્યો છતાં ઉપસર્ગ કરનારને પણ અંતમાં અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ તેને ભવિતવ્યતા નહીં ગણો તો બીજું શું કહેશો ? કમઠને તે પાર્શ્વનાથજીની સમતા દેખીને આકસ્મિક પલટો થયો! આપણને તો કોઈ કંઈ પણ કહેતો લાલપીળા થતાં સમય ન લાગે ! તો પછી આ કઈ પ્રકારની સમતા? પ્રભુને નાક સુધી પાણી આવે છે; જીન્દગીનો અંત સમય લાવનાર ઉપદ્રવ છતાં કોણ વરસાદ વરસાવે છે, ! કોણ આ પ્રકારે કષ્ટ કરે છે. ! એ પ્રકારનો વિચાર સરખોએ નથી તે ક્યા પ્રકારની સમતા ? બાળકો “કરે છે લીટો ને બોલે છે એકડે એક,” તેમ વચન અને વર્તન હજુ જુદાંજ છે ! કોઈપણ ભવે આ વર્તનમાં અને આ સ્થિતિમાં આપણે નથી ! તેથીજ ભટકીયે છીએ. તમે થોડી એક જૂઠી પણ કલ્પનામાં તો પ્રવેશ કરો ! એક સ્થળે બેસી વિચાર કરો અને સમજો કે હું કાઉસ્સગ્ન અવસ્થામાં છું, વીજળી થાય છે, તેમાં મેઘના ગડગડાટનો અવાજ સંભળાય છે, વરસાદ વરસવા માંડ્યો છે, પાણી કેડ, છાતી, સુધી પહોંચી ગયું અને છેવટ સમજો કે ગળા સુધી પણ પહોંચી ગયું છે; આવા પ્રકારની મનની કલ્પના કરી જુઓ અને જુઓ કે સમતામાં કેટલું રહેવાય છે. સ્વપ્નમાં દીઠેલો સર્પ પણ ભયંકર ગભરાટપૂર્વક જેમ જગાડે છે તેમ તે વખતે જુઠી જ કલ્પનામાં કાળજું ખસી જાય ! આ સઘળી કાલ્પનિક બીના આપણને ગંભીર ઉકળાટ ઉત્પન્ન કરાવે તો જ્યાં આવાજ પ્રકારની સાક્ષાત્ બીના બની અને તે પ્રભુએ જાતે અનુભવી હશે ત્યાં શું થયું હશે? એક ફટાકડાના અવાજ અને રમતની પીચકારીના છાંટણાં આગળ જ્યાં ઊભા રહેવાની હિમ્મત નથી ત્યાં આગળ કમઠે વરસાદ વરસાવ્યો અને નાસિકા સુધી પાણી પહોંચે તેવે વખતે શું થાય ? તે સમયે પાર્શ્વનાથ શા માટે દઢ રહ્યા હશે ? શું તેઓ કમઠને પહોંચવા અસમર્થ હતા? કહો કે તે તારકને આત્મ સાધના સિવાય બીજું ધ્યેય જ નહોતું ! ખરેખર ! તે જ લોકાતીત કે પોતાને પ્રાણાંત કષ્ટમાં મૂકનારની ઉપર પણ કરૂણા લાવી તેને તાર્યો !!! : એકાન્ત આત્મધ્યાનમય ભગવાનની લોકાતીત સ્થિતિ દેખી અંતે કમઠનો વિચાર પલટાયો કે ! ખરેખર હું જ દુષ્ટ અને ભયંકર ઉપદ્રવ કરનારો પાપી તે પણ હુંજ તથા કલ્યાણનું નિકંદન કરનારો પણ હુંજ ! હવે મારું શું થશે ! આવા પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થતાંની સાથે જ શું થયું ? દુનિયામાં કલ્યાણકારક ચીજ, તે દીક્ષા જ. કલ્યાણ અને મોક્ષનો માર્ગ બતાવનાર વસ્તુ કોઈપણ હોય તો તે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy