________________
૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ છે તો પણ તેમાં તેને કંટાળો આવતો નથી, તેમ આપણે પણ તે જ હાલતમાં છીએ. રેંટના ચક્રની માફક ભરાઈએ છીએ અને ખાલી થઈએ છીએ છતાં પણ કંટાળો આવતો નથી. આ ભટકતી જાતને સુધારવાનું દિલ થાય ક્યારે? આત્મામાં જ પોતાની જાતને સુધારવાની લાયકાત છે, ભવિતવ્યતા છે, એ ચોક્કસ! પણ તે ક્યારે ? આપણે તો એમજ માની બેઠા છીએ કે ભાવિના લેખ અને ભવિતવ્યતા વિગેરે જ્યારે ખુલશે ત્યારે સહેજે સુધારો થશે એટલે કે જ્યાં સુધી ભવિતવ્યતા છે ત્યાં સુધી સંસાર ચક્રમાં રખડવાના જ છીએ તેથી રખડશું અને જ્યારે ભવિતવ્યતા હશે ત્યારે મોક્ષનું પ્રયાણ સહેજે શરૂ થશે !
ખરેખર ભટકતી જાતમાં ભુલા પડવું એ સહેજ હોવાથી એવા વિચારો બંધાઈ જાય એમાં કંઈ નવાઈ જેવું નથી. ભવિતવ્યતાની પછી કર્મક્ષય કરવા એ સહેજ છે પણ ઉદ્યમ વગર કોઈ પણ આત્મા મોક્ષે ગયો છે ખરો ? બીજું એ પણ માનતા હો કે મારે કર્મ ભોગવવા બાકી જ છે એની ખાત્રી શું? તેવાઓએ સમજવું કે જેના કર્મક્ષય થઈ ગયા તે કેવળ જ્ઞાન પામ્યા વગર સંસારમાં કદીએ રખડ્યા છે ખરા !!
આ બધી વસ્તુઓને “માત્ર ભવિતવ્યતાને માનનારા” ભવિતવ્યતા સાથે સરખાવો !! વળી, કોઈને ક્ષપક શ્રેણી સિવાય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સાંભળી છે? જો તેમ નથી જ તો સમજો કે કર્મક્ષય કરવા એ ઉદ્યમનું કામ હોવાથી ભવિતવ્યતાને પકડી બેસી રહેવાય જ નહીં. કર્મનો ક્ષય થયો એટલે ભવિતવ્યતાને મોક્ષ તો જરૂર આપવો જ પડે એટલે કે લપક શ્રેણીની સીડી આદરી હોય તો જરૂર કેવળ મળે જ છે. કારણ કે “ભવિતવ્યતા” તો ઉદ્યમની એક ગુલામડી બલ્ક ચાકરડી જ છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે ભવિતવ્યતા ઉદ્યમની ગુલામડી જ માનો તો ઉદ્યમ દ્વારા ભલે ક્ષપક શ્રેણી શરૂ થઈ પણ ભવિતવ્યતા કેવળ થવા ન દે તો શું થાય? ત્યારે હવે એ તો કહો કે કર્મ ક્ષયનો ઉદ્યમ ર્યો. તેથી આત્મા ક્ષપક શ્રેણી પર્યત તો પહોંચ્યો ! જો એમ જ છે તો તેવી જ રીતે ઉદ્યમ જારી રાખવાથી ભવિતવ્યતાને મોક્ષ પણ જરૂર આપવો જ પડે એ તો સ્વતઃ સિદ્ધ થયું !!
“ઘાતી કર્મનો ક્ષય થયો એટલે કેવળ જ્ઞાન મળવું જ જોઈએ” પૂર્વધર મહારાજે રચેલા પંચસૂત્રની ભગવાન હરીભદ્ર સૂરિ દ્વારા રચાયેલ ટીકામાં ભવિતવ્યતા માટે ખાસ જણાવ્યું છે કે જો “ભવ્યપણું પકવવું હોય તો ઉપાયોથી જ પરિપકવ કરો.”
ભવ સ્થિતિના નામે ભૂલા પડેલા મહાનુભાવોએ ધ્યાન રાખવું કે કોઈની પણ ભવ સ્થિતિનો પરિપક્વ એમને એમ (Direct) થયો જ નથી. એનો ઉદ્યમ તો જાતે જ કરવો પડશે ! પૂર્વધર મહારાજા જણાવે છે કે
चउशरणगमणंदुक्कडगरिहासुक्कडाणुमोयणा તેઓ શ્રીમાનું ફરમાવે છે કે તમારે તમારી ભવસ્થિતિ, ભવ્યત્વપણું, અને ભવિતવ્યતાની પરિપકવતા કરવી જ હોય તો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખો ! તમારા ભવ્યપણાને પરિપક્વ કરી ભવ સ્થિતિ પરિપકવ કરવી જ હોય અને તમારી ભવિતવ્યતા સુધારવી જ હોય તો આ વસ્તુ ત્રયનું જરૂર સેવન કરો. છે!