________________
૫૨.
તા. ૧૩-૧૧-૩૨
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
સિદ્ધ
સિદ્ધ અને નિગોદના સ્થાનો !!આગમ કાયદો એ પ્રજાકીય અવાજ !!! સંસાર શબ્દનો વાસ્તવિક અર્થ !!! આત્માગમ, અનંતાગમ અને પરંપરાગમ!!!
पनरसभेयपसिध्धे सिद्धे धणकम्म बंधणविमुक्के ।
सिद्धाणंतचउक्के झायह तम्मयमणा सय यं ॥ ભટકતા અને સ્થિર થયેલા !! .
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાનું રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાએ ભવ્યજીવોના ઉપકાર માટે શ્રી શ્રીપાળ ચરિત્રમાં શ્રીપાળ નરેશની આરાધનાનું પરમ સાધન જે નવપદજી તેનું નિરૂપણ કરતાં તે નવપદોમાં અરિહંત ભગવાનને પ્રથમ કેમ કહ્યા તે સંબંધમાં આપણે વિસ્તારપૂર્વક વિચારી ગયા !!!
આપણે ગઈ કાલે જ સમજી ગયા કે તે અરિહંતો પરમ ઉપકારી કેમ કહેવાય! વળી, અરિહંત ભગવાનનો ઉપદેશ આપણે શા માટે સાંભળીએ છીએ? ફક્ત એક જ કારણથી ! હીરાની પહેલ પાડનારની કિંમત કંઈ પણ હોય, મોતીને શોધનારની કિંમત કંઈપણ હોય, તેમજ સોનાને સાફ કરનારની કિંમત કંઈપણ હોય તો તે સઘળું એ હીરા, મોતી, અને સોનાની કિંમત ઉપર જોજો મોતી વિગેરેની કંઈ કિંમત જ નહોય તો પછી તેમના શોધનાર વગેરેનો કોઈભાવ પણ પૂછતા જ નથી !!
ફટકીયા મોતી સુધારનારને જીવનના દાણા સુધારનારના જેવી કિંમત આપો છો ખરા ? આપણે એ જ કહેવા માગીએ છીએ કે જો શોધખોળ અને ઘાટ પૂરતી જ કિંમત અપાતી હોય તો પછી તે ત્રણે વસ્તુના શોધનારની કિંમતમાં કંઈ તફાવત રાખવાની જરૂર જ નથી. પરંતુ તેમ નથી બનતું ! કિંમત તો તે હીરા, મોતી અને સોનાની ઉત્તમતાને જ અવલંબે છે. તેવી જ રીતે શ્રીમદ્ અરિહંત ભગવાન એ હીરાને પહેલ પાડનાર, મોતીને સુધારનાર અને સોનાનો સુંદર ઘાટ ઘડનાર (સુધારનાર) છે. સાફ કરનારની માફક તેઓ આત્માને સિદ્ધત્વ પર્યાયમાં લઈ જનાર, ક્ષયોપશમભાવને સુધારનાર અને કર્મ જેવી મલિન વસ્તુને દૂર કરનાર એક્કા છે. જો આત્માની કિંમત કંઈપણ થઈ હોય તો તે ઉપરથી અરિહંતની કિંમત છે.
શં:- જીનેશ્વર મહારાજને હીરાને પહેલ પાડનાર, મોતીને સાફ કરનાર અને સોનાને ગાળીને સાફ કરનારની માફક ગણવામાં આવે તો પછી હીરા, મોતી અને સોના રૂપે તો અન્ય જ રહ્યા; છતાં અરિહંતપદ પહેલા કેમ લેવામાં આવ્યું ?