________________
vol. XLI, 2018 પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી (૨૭, જાન્યુ. ૧૮૮૮ – ૩, જૂન ૧૯૭૬) 223 તેમણે મેલું ધોતિયું પહેર્યું હતું. મુનિજીએ તેને નમસ્કાર કર્યા. પૂછ્યું “આ મંદિરના પૂજારી તમે છો?' બ્રાહ્મણે અચરજથી મુનિજી સામે જોયું. પૂછ્યું, “ક્યાંથી આવો છો ? કોણ છો ?' મુનિજીએ કહ્યું,
અમદાવાદથી આવું છું. શિક્ષક છું.” મુનિજીએ પાસેના ઉપાશ્રય સામે જોઈને પૂજારીને પૂછ્યું, ‘ઉપાશ્રયમાં કોઈ યતિજી છે ?” પૂજારીએ કહ્યું, “કોઈ યતિ નથી.' મુનિજીએ પૂછ્યું, “ઉપાશ્રય ખાલી પડ્યું છે, તો એનો વહીવટ કોણ કરે છે?” પૂજારીએ કહ્યું, “ઓસવાલ મહાજન કરે છે.” પછી તો મુનિજીએ બાજુની મહાજનની દુકાન વિશે, એના માલિક વિશે, એના નામ વિશે પૃચ્છા કરી. પૂજારી નવાઈ પામ્યો. તેણે પૂછ્યું, “આ પહેલાં કદી અહીં આવ્યા છો ?” મુનિજીએ કહ્યું કે પોતે તેવીસ વર્ષ ઉપર અહીં એક જૈન યતિ જોડે રહેલા. તે ખૂબ વૃદ્ધ હતા, વૈદ્ય હતા. પછી ક્યારેય આવવાનું થયું નથી.
આ રીતની વાત બ્રાહ્મણ સાથે ચાલતી હતી ત્યાં ગઢમાંથી એક માણસ આવ્યો. કુંવરસાહેબનો નોકર હતો. એણે કડક અવાજમાં પૂજારીને કહ્યું, “પૂજારીજી, આ અજાણ્યો માણસ ક્યાંથી આવ્યો છે? એના સમાચાર ગઢમાં કુંવરસાહેબને મળી ગયા છે. એમણે તાબડતોબ આ અજાણ્યા માણસને ગઢમાં હાજર થવા કહ્યું છે.” પૂજારી મૂંગો થઈ ગયો. મુનિજી પણ સ્તબ્ધ થઈ ગયા. એણે તો ફરીથી હુકમ કર્યો. “ચાલો, ઠાકુરસાહેબનો હુકમ છે કે જે માણસ હમણાં સ્ટેશનેથી ગામમાં આવ્યો છે, તેને ઝડપથી હાજર કરો.”
મુનિજી પરિસ્થિતિ પામી ગયા. ભારતને સ્વતંત્રતા અપાવવા ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન કરેલું. અંગ્રેજ સત્તાને ઉખેડીને ફેંકી દેવાની વાત હતી. અસહકારના આંદોલનના પડઘા દેશી રાજયોમાં પણ પડ્યા હતા. દેશી રાજ્યોની સ્થિતિ ગુલામોના પણ ગુલામ જેવી હતી, તેથી અંગ્રેજ સત્તાની વિરુદ્ધ કોઈ હિલચાલ દેશી રાજ્યોમાં ન થાય એની સીધી કે આડકતરી સૂચનાઓ બધાં દેશી રાજ્યોમાં અંગ્રેજ શાસકો દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારના રાજ્યોમાં તેમજ જાગીરદારી વિસ્તારોમાં આ સૂચનાઓનું કડક પાલન થતું હતું. કોઈ આંદોલનનો પ્રચાર કરવા આવે કે કોઈ અજાણ્યો માણસ જેતે વિસ્તારમાં પ્રવેશે નહીં તેનું ધ્યાન રખાતું.
ઠાકુરસાહેબને રૂપાયેલી સ્ટેશન પરથી બાતમી મળી ગઈ હતી, કે કોઈ અજાણ્યો લાગતો માણસ રૂપાલી આવે છે, એનું કોઈ સગું ત્યાં નથી એટલે એમણે મુનિજીને પૂછપરછ માટે ગઢમાં બોલાવ્યા.
ચબૂતરે થેલો મૂક્યો. પૂજારીને તે સાચવવા કહ્યું, પોતે નોકર સાથે ગઢમાં ગયા. મુનિજીએ બાળપણમાં ગઢ જોયેલો હતો. અંદર કયારેય ગયા નહોતા. મુનિજીનું મન વિલક્ષણ કુતૂહલથી પરેશાન હતું. દરવાજાની અંદર તૂટેલી સીડી હતી. મુનિજી સીડી ચઢી, એક ઓરડાની પાસે ગયા. નોકરે ત્યાં જ ઊભા રહેવા કહ્યું : પોતે કુંવરસાહેબને જાણ કરવા ગયો. થોડીવારમાં તે આવ્યો. મુનિજીએ અંદર કુંવરસાહેબ પાસે જવા હુકમ કર્યો.
કુંવરસાહેબ જૂની ખુરશી પર બેઠા હતા. મુનિજીએ બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કર્યા. કુંવરસાહેબ અંદરના ભાગમાં ઊભેલા બે માણસો સાથે કંઈક વાતચીત કરતા હતા. કુંવરસાહેબે તીક્ષ્ણ