________________
216
SAMBODHI
ભગવાન એસ. ચૌધરી સેવો ભવિયાં વિમલ જિનેસર, દુલહા સજ્જન સંગાજી,
એહવા પ્રભુનું દરિશણ લહેવું, તે આલસમાંહિ ગંગાજી.
તોરણથી રથ ફેરી ગયા રે હાં,
પશુઆં શિર દેઈ દોષ મેરે વાલમાં. અહીં તો ઉદાહરણરૂપે કેટલી પંક્તિઓ જ છે. આવી તો સેંકડો મનોરમ પંક્તિઓ જૈન સ્તવન સાહિત્યમાંથી સાંપડશે કે જેમાં કવિના અંતરની સ્વાભાવિક સઘન ઊર્મિઓ લયબદ્ધ શબ્દદેહ પામી હોય.
જૈન સ્તવન સાહિત્યનો ખજાનો ભરપૂર છે. જૈન સ્તવન સાગરમાં વર્ણ, જાતિ, સંપ્રદાયના ભેદ ભૂલીને જે કોઈ ડૂબકી લગાવે એના હાથમાં સાચા મૌક્તિક આવ્યા વગર રહે નહી. સંદર્ભ: ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ડૉ.રમેશ ત્રિવેદી, આદર્શ પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ, ચોથી
આવૃત્તિ-૨૦૦૪ ૨. સાંપ્રત સહ ચિંતન રમણલાલ ચી.શાહ, આર.આર. શેઠની કંપની, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૯ ૩. શ્રી આનંદધન ચોવીશી, સાર્થ, પ્રકાશક, શ્રી ચીમનલાલ અમૃતલાલ વકીલ અને શ્રી બાબુલાલ જેશીંગલાલ
મહેતા