________________
215
Vol. XL, 2018
જૈન સંપ્રદાયમાં સ્તવન'નું માહાભ્ય “પદ્ય-પ્રભુ જિન તુજ મુજ આંતરું રે!
કિમ ભાંજે ભગવંત ! કર્મ-વિપાકે કારણ જોઇને રે
કોઈ કહે મતિમંત પ.” હે પદ્મપ્રભુ ! જિનેશ્વરદેવ! મારી અને આપની વચ્ચે એ આંતરું છે જે છેટું છે, તે હે ભગવંત ! કેમ કરીને ભાંગે? તે આંતરાનું કારણ બતાવે છે, બુદ્ધિમાન કેટલાક પુરુષો વ્યતિરેકથી કારણોની તપાસ કરીને એ આંતરું કર્મના વિપાકથી પડ્યું છે.” એમ કહે છે શ્રી મલ્લિનાથ જિન સ્તવનમાં કહેવાયું છે કે
“સેવક કિમ અવગણીએ? હો
મલ્લિ-જિન ! એ અબ શોભા સારી? અવર જેહને આદર અતિ દિયે,
તેહને મૂલ નિવારી હો !” આ ઉપરાંત મુનિ સુવ્રત જિન સ્તવનમાં આ પ્રમાણે વાત કરી છે – મુનિ અને સુવ્રત, શબ્દમાંથી રાગ, દ્વેષ, મોહ, વિના કેવળ આત્મતત્ત્વ જ્ઞાનમાં લીન થઈને મુનિ પણાનો, અને સારા સારા વ્રતોનો ધ્વની ઉઠે છે. તેથી આ સ્તવનમાં આત્માને મુનિ અને સુવ્રતધારી બનાવવાનો મુનિસુવ્રત નામમાં શ્લેષથી ધ્વની છે.
આનંદધનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેની નીચેની પંક્તિઓ ક્યારેક સાંભળવા મળે તો હૈયું ભક્તિરસથી તરબોળ બની જાય છે.
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
ઓરે ન ચાહું રે કંત.
“અમીયભરી મૂર્તિ રચી રે, ઉપમા ન ધટે કોય,
શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જિન, દીઠાં લોયણ આજ
મારાં સિધ્યા વાંછિત કાજ.”
ધાર તલવારની સોહ્યલી, દોહ્યલી
ચૌદમાં જીન તણી ચરણસેવા.